________________
૨૭૪
યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૨૦૪-૨૦૫
સ્કૂલનાવાળા શૈલકસૂરિની વૈયાવચ્ચ કરી તે ઉચિત હતું, તેની જેમ અમારી પણ ઉત્તરગુણની સ્કૂલનાઓ ચારિત્રનો નાશ કરનાર નથી, માટે અમે પણ પૂજનીય છીએ” એમ કહીને પોતાની શિથિલ પ્રવૃત્તિને શિથિલરૂપે કહેવાને બદલે ચારિત્રનો નાશ કરનાર નથી એમ કહે છે, તેવા સાધુ વિપરીત પ્રરૂપણા કરે છે, માટે મિથ્યાષ્ટિ છે.
વસ્તુતઃ જે સુસાધુ હોય તે હંમેશાં ઉત્તરગુણની પણ વિપરીત આચરણા કરે નહિ. ક્વચિત્ પ્રમાદને વશ થઈને વિપરીત આચરણા કરી હોય તોપણ સુસાધુ શિષ્યોને કહે કે “અમે પ્રમાદી છીએ, અમે જે શિથિલતા સેવીએ છીએ તે માર્ગ નથી. તેના બદલે પંથકમુનિનું દૃષ્ટાંત લઈને જે સાધુ પોતાની શિથિલ પ્રવૃત્તિઓ ચારિત્રનો નાશ કરનાર નથી તેમ વિપરીત પ્રરૂપણા કરે છે તે મિથ્યાષ્ટિ છે, અને ચારિત્રગુણથી હીન છે. આવા સાધુ સર્વપાસત્થા છે અને પોતાના મુગ્ધ શિષ્યોને પંથકમુનિના દષ્ટાંતથી ડુબાડે છે. આવા ગુરુના તે વચનથી ભ્રમિત થઈને શિષ્યો પણ ગુરુની શિથિલ પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષાવાળા થશે અને ગુરુની જેમ જ પંથકમુનિનું દૃષ્ટાન્ત લઈને વિપરીત પદાર્થનું સ્થાપન કરશે, તો સન્માર્ગનો નાશ કરવામાં તે ગુરુ અને શિષ્યો બન્ને કારણ બનશે. માટે આવા ગુરુ પાપી છે અને મુગ્ધ શિષ્યોનો વિનાશ કરે છે. આવા ગુરુ માત્ર ઉત્તરગુણની સ્કૂલનાવાળા હોય તોપણ સુસાધુ હોઈ શકે નહિ અને સંવિગ્નપાક્ષિક પણ હોઈ શકે નહિ; કેમ કે ઉત્તરગુણની સ્કૂલનાવાળા સાધુ પોતાની સ્કૂલનાઓની નિંદા આદિ કરીને શુદ્ધિ કરવા યત્ન કરે છે પણ ઉપેક્ષા કરતા નથી, અને સંવિગ્નપાક્ષિક પણ પોતાના ઉત્તરગુણની સ્મલનાને સામે રાખીને પોતે વેષધારી છે, સુસાધુ નથી તેમ કહે છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવવાના છે. ૨૦૪
અવતરણિકા :
યતિનું સાતમું લક્ષણ “ગુરુ આજ્ઞાઆરાધન” ગાથા-૧૩૬થી બતાવવાનું શરૂ કરેલ. ત્યારપછી કેવા ગુણવાળા ગુરુનું આરાધન કરવું જોઈએ તે ગાથા-૧૭૧થી ૧૭૬ સુધી બતાવ્યું. વળી, કલિકાલદોષના કારણે સર્વગુણથી યુક્ત ગુરુ ન મળે તો એકાદિ ગુણથી હીન પણ ચંડરુદ્રાચાર્ય જેવા ગુરુની આજ્ઞાનું આરાધન કરવું જોઈએ, કેમ કે તેવા એકાદિ ગુણથી હીન ગુરુ પણ શિષ્યને સારાવારણાદિ દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તાવે છે. વળી, કર્મના દોષના કારણે શૈલકસૂરિની જેમ કોઈક ગુરુ પ્રમાદવાળા થયા હોય તો તેમને માર્ગમાં લાવવા માટે ઉચિત શું કરવું જોઈએ તે ગાથા-૧૭૯થી બતાવવાનું શરૂ કર્યું. તેનાથી એ ફલિત થાય કે ક્વચિત્ યોગ્ય પણ ગુરુ ગાઢ પ્રમાદી થયા હોય જેના કારણે તેમની પાસેથી સારણાવારણા પ્રાપ્ત ન થતા હોય ત્યારે શૈલકસૂરિના ૫૦૦ શિષ્યોએ જેમ ઉચિત વિધિપૂર્વક પૃથગુવિહારનો સ્વીકાર કર્યો, તેમ વિવેકી સાધુએ પણ અપ્રમાદની વૃદ્ધિ અર્થે પૃથવિહાર કરવો ઉચિત ગણાય; અને જેમ પંથકમુનિ ગુરુની વૈયાવચ્ચ કરીને ગુરુને માર્ગમાં લાવવા પ્રબળ કારણ બન્યા, તેમ યોગ્ય શિષ્ય ગુરુને માર્ગમાં લાવવા ઉચિત પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ જે ગુરુ પાસેથી જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોય અને સારાણાવાણાદિ મળતાં હોય તેવા ગુરુ ક્વચિત્ એકાદ ગુણથી હીન હોય તો પણ તેમની આજ્ઞાનું આરાધના કરવાથી જ શ્રેય થાય છે.