________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૯૯
૨૬૭
થાય છે કે શૈલકસૂરિ સર્વપાસત્થા આદિ ન હતા પણ દેશપાસત્થા આદિ હતા, અને દેશપાસસ્થા ઉત્તરગુણીની આવનાવાળા હોય છે, પરંતુ મૂળગુણોનો ભંગ તેમને થતો નથી. ૧૯૮ અવતરણિકા :
પૂર્વગાથામાં જ્ઞાતાઅધ્યયનવૃત્તિના વચનથી સ્થાપન કર્યું કે “શૈલકસૂરિ ઉત્તરગુણમાં શિથિલ હતા.” તે વચનના બળથી શૈલકસૂરિ મૂળગુણરહિત ન હતા તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
अब्भुज्जओ विहारो, एत्तो च्चिय मुत्तु तेण पडिबंधं । पडिवन्नो मूलाईवयभंगो पुण जओ भणिअं ॥१९९॥ अभ्युद्यतो विहार, इत एव मुक्त्वा तेन प्रतिबन्धम् ।
प्रतिपन्नः मूलादितभङ्गः पुनर्यतो भणितम् ॥१९९।। અન્વયાર્ચ -
પત્તો શ્વિય–આથી જ પૂર્વગાથામાં કહ્યું કે જ્ઞાતાઅધ્યયનની વૃત્તિમાં શૈલકસૂરિ શય્યાતરપિંડ ભોજન આદિ વડે શિથિલ કહેવાયા છે આથી જ, તે-તેમના વડે શૈલકસૂરિ વડે, પરિવંઇ મુસ્તુ=પ્રતિબંધને મૂકીને= સુખશીલતાના ભાવ પ્રત્યેના પ્રતિબંધને છોડીને, મમુન્નો વિહારો પડિવનો અભ્યત વિહાર સ્વીકારાયો. પુખ વળી, મૂનારૂંવમંગો મૂલાદિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિમાં વ્રતભંગ છે, તેનો ચિં=જે કારણથી કહેવાયું છે. ગાથાર્થ -
આથી જ શીલકસૂરિ વડે પ્રતિબંધને મૂકીને અભ્યધત વિહાર સ્વીકારાયો. વળી, મૂલાદિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિમાં વ્રતભંગ છે, જે કારણથી કહેવાયું છે. ll૧લા ભાવાર્થ -
પૂર્વગાથામાં કહ્યું કે જ્ઞાતાઅધ્યયનની વૃત્તિ પ્રમાણે શૈલકસૂરિ શય્યાતરપિંડ ભોજન આદિ કરવાને કારણે શિથિલ આચારવાળા હતા. તેથી અર્થથી એ પ્રાપ્ત થયું કે શૈલકસૂરિ ઉત્તરગુણની અશુદ્ધિવાળા હતા અને પાછળથી સુખશીલતાનો પ્રતિબંધ છોડીને નવકલ્પી વિહારરૂપ અભ્યદ્યત વિહાર સ્વીકાર્યો અર્થાત સંયમમાં અપ્રમાદવાળા થયા, તેથી શાસ્ત્રકારોએ તેઓને આરાધક સ્વીકાર્યા છે. જો શૈલકસૂરિ મૂળગુણરહિત હોત તો મૂળ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયા પછી અપ્રમાદવાળા થાત ત્યારે, સંયમના પરિણામવાળા થયા તેમ શાસ્ત્રકારો સ્વીકારત; પરંતુ પ્રતિબંધ માત્રને છોડીને અપ્રમાદવાળા થયા તેટલામાત્રથી સંયમના પરિણામવાળા થયા તેમ શાસ્ત્રકારો સ્વીકારતા નહિ. તેથી ગાથા-૧૯૬માં ગ્રંથકારે કહેલું કે “શૈલકસૂરિને મૂળ પ્રતિજ્ઞાનો ભંગ નથી” તે અર્થ નિર્ણિત થાય છે.
વળી, જો શૈલકસૂરિને દશ પ્રાયશ્ચિત્તમાંથી પાછળનાં મૂલાદિ ત્રણ પ્રાયશ્ચિત્તમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું હોત તો વ્રતભંગ છે તેમ માની શકાય, પરંતુ તેવું પ્રાયશ્ચિત્ત શૈલકસૂરિને પ્રાપ્ત થયું ન હતું.