________________
૨૭૦
અતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૨૦૨
અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે સાધુ ઉત્તરગુણની વિરાધનાથી અહીલનીય છે. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં તો નિષ્કારણ પ્રતિસેવના ચારિત્રનો નાશ કરે છે તેમ કહેલ છે, અને શૈલકસૂરિ ઉત્તરગુણની નિષ્કારણ પ્રતિસેવના કરતા હતા, તેથી તેમના ચારિત્રનો નાશ થયો હોવો જોઈએ; અને ચારિત્રનો નાશ થયો હોય તો તે હલનાપાત્ર છે. માટે તે શેલકસૂરિ અહીલનીય છે તેમ કઈ રીતે કહી શકાય? તેથી કહે છે –
ગાથા :
णिक्कारणपडिसेवा, चरणगुणं णासइत्ति जं भणिअं । अज्झवसायविसेसा, पडिबंधो तस्स पच्छित्ते ॥२०२॥ निष्कारणप्रतिसेवा चरणगुणं नाशयतीति यद् भणितम् ।
अध्यवसायविशेषात्प्रतिबन्धस्तस्य प्रायश्चित्ते ॥२०२।। ગાથાર્થ :
નિષ્કારણ પ્રતિસેવા ચારિત્રગુણનો નાશ કરે છે એ પ્રમાણે જે કહેવાયું એ પ્રમાણે શાસ્ત્રમાં જે કહેવાયું, તે અધ્યવસાયવિશેષથી નિષ્કારણ પુનઃ પુનઃ પ્રતિસેવા કરવાથી નિઃશુક ભાવ આવે છે તે રૂપ અધ્યવસાયવિશેષથી (કથન છે), તેનો નિષ્કારણ પ્રતિસેવાના કારણે અધ્યવસાયવિશેષથી ચારિત્રનો નાશ થાય છે તેનો, પ્રાયશ્ચિત્તમાં પ્રતિબંધ પ્રતિરોધ છે અરવીકાર છે. li૨૦શા ભાવાર્થ - નિષ્કારણ પ્રતિસેવાથી ચારિત્રનો નાશ :
કોઈ સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી “નિષ્કારણ ઉત્તરગુણોની પ્રતિસેવા કરતા હોય તો ક્રમે કરીને ચારિત્રગુણનો નાશ થાય છે તેમાં “મંડપ અને સરસવનું દૃષ્ટાંત શાસ્ત્રમાં આપેલ છે; જેમ કે કેળનાં પાંદડાં અને કાચા સુતરના તાંતણાથી બાંધેલો મંડપ હોય તો તે મંડપ ઘણો ભાર સહન કરી શકે નહિ. તેવા મંડપ ઉપર સરસવનો એક એક દાણો નાખવામાં આવે તો તે ભાર સહન કરી શકે. પણ એક એક દાણાના ક્રમથી ઘણા સરસવના દાણા ભેગા થાય ત્યારે તે ભારને સહન કરી શકે નહિ, તેથી તે મંડપ નાશ પામે; અને તેને બદલે જો મંડપ ઉપર પડેલા સરસવના દાણા દૂર કરતા જઈએ, અને બીજા સરસવના દાણા કદાચ ફરી મંડપ ઉપર નાખતા જઈએ, અને તેને પણ દૂર કરતા જઈએ, તો તે મંડપ ઉપર પડતા સરસવના દાણાના સમૂહથી મંડપ નાશ પામે નહિ. તેમ ચારિત્રરૂપી મંડપ ઉપર ઉત્તરગુણના અતિચારરૂપ સરસવના દાણાનો ભાર વારંવાર પડતો હોય, અને પ્રમાદી સાધુ તે લાગેલા અતિચારના શોધન માટે યત્ન ન કરે, અને નવા નવા અતિચારોથી ભાર વધતો હોય, તો સંયમરૂપી મંડપ નાશ પામે. તે રીતે શૈલકસૂરિ પણ જ્યારે પ્રમાદવાળા થયા ત્યારે ઉત્તરગુણની પ્રતિસેવના કરતા હતા. અને તેના શોધન માટે પણ યત્ન કરતા ન હતા. તેથી અધ્યવસાયવિશેષથી સેવાયેલી નિષ્કારણ પ્રતિસેવના તેમના ચારિત્રગુણનો નાશ કરનાર હતી, તેમ માનવું પડે; પરંતુ શૈલકસૂરિ ચારિત્રગુણ રહિત હતા તોપણ પ્રાયશ્ચિત્તને આશ્રયીને વિચારણા કરવામાં આવે તો જે દોષનું પ્રાયશ્ચિત્ત છેદ સુધીનું આવતું હોય તે દોષ સેવનાર સાધુ “મૂળગુણરહિત નથી તેમ વ્યવહારનય સ્વીકારે છે, અને તેને આશ્રયીને શૈલકસૂરિને મૂળગુણનો ભંગ નથી તેમ કહેલ છે. તે