________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૦૦-૨૦૧
૨૬૯
ભંગવાળા ન હતા, પરંતુ દર્ષિકા પ્રતિસેવનાના કારણે તેઓ શિથિલ હતા, તે પ્રમાણે ગાથા-૧૯૬માં કહેલ કથન, આ ગાથાના વચનથી પુષ્ટ થાય છે. ૨૦oll અવતરણિકા :
શૈલકસૂરિ મૂળગુણરહિત ન હતા પરંતુ ગાથા-૧૯૮માં બતાવ્યું તેમ ઉત્તરગુણની વિરાધના કરનાર હતા. આમ છતાં પૂર્વમાં આરાધક થઈને કર્મના દોષથી ઉત્તરગુણની વિરાધના કરનાર સાધુ પણ હીલનાપાત્ર નથી, તે બતાવીને શૈલકસૂરિની પંથકમુનિએ જે વૈયાવચ્ચ કરી તે ઉચિત છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
उववज्जइ उत्तरगुणविराहणाए अहीलणिज्जत्तं । जह उ सुकुमालिआए, ईसाणुववायजोग्गाए ॥२०१॥ उपपद्यते उत्तरगुणविराधनया अहीलनीयत्वम् ।
यथा तु सुकुमालिकाया, ईशानोपपातयोग्यायाः ॥२०१॥ અન્વયાર્થ :
ન =જે પ્રમાણે વળી, સTUgવવાનો સુકુમાનિમા ઇશાન ઉપપાત યોગ્ય સુકુમાલિકાનું (ઉત્તરગુણની વિરાધના વડે અહીલનીયપણું હતું) તથા=તે પ્રમાણે, ઉત્તર વિરાWID=ઉત્તરગુણની વિરાધના વડે, હીન્નળિmત્ત શૈલકસૂરિનું અહીલનીયપણું, ૩વવM=ઉપપન્ન થાય છે. ગાથાર્થ :
જે પ્રમાણે વળી, ઈશાનપિપાતયોગ્ય સુકુમાલિકા સાથ્વીનું ઉત્તરગુણની વિરાધના વડે અહીલનીયપણું હતું, તે પ્રમાણે ઉત્તરગુણની વિરાધના વડે શેલકસૂરિનું અહીલનીયપણું ઉપપન થાય છે. Il૨૦૧૫ ભાવાર્થ:- ઉત્તરગુણની વિરાધનાથી સુકુમાલિકાની (દ્વીપદીનો પૂર્વભવમાં જીવ) જેમ સાધુનું અહીલનીયપણુંઃ
દ્રૌપદીનો જીવ પૂર્વભવમાં સુકુમાલિકાનો હતો અને સંયમ ગ્રહણ કર્યા પછી ગુનો નિષેધ હોવા છતાં એકાંતમાં ધ્યાન અર્થે સુકુમાલિકા સાધ્વી જાય છે તે વખતે પાંચ પુરુષોથી સેવાતી વેશ્યાને જોઈને પોતાને પણ તેવું સુખ મળે તેવું નિયાણું કરેલ અને કાળ કરીને ઇશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે. શાસ્ત્રમર્યાદા પ્રમાણે મૂળગુણની વિરાધનાવાળા સાધુ સંયમની સારી આરાધના કરી હોય તોપણ સૌધર્મ દેવલોકથી ઉપર ઉત્પન્ન થાય નહિ, જ્યારે સુકુમાલિકા સાધ્વી ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી સુકુમાલિકા સાધ્વીને ઉત્તરગુણની વિરાધના હતી પણ મૂળગુણની વિરાધના ન હતી તેમ નક્કી થાય છે; અને ઉત્તરગુણની વિરાધનાવાળાં સુકુમાલિકા સાધ્વી જેમ હીલનાપાત્ર નથી, તેમ શૈલકસૂરિ પણ શય્યાતરપિંડ ભોજનઆદિ દ્વારા ઉત્તરગુણના વિરાધક હોવાથી હીલનાપાત્ર નથી. માટે પંથકમુનિએ શૈલકસૂરિની વૈયાવચ્ચ કરી તે દોષપાત્ર નથી, પરંતુ પરમ ધર્મવિનયરૂપ છે. ૨૦૧II