________________
૨૬૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૧-૧૯૨-૧૯૩
* “વિદાંતાdi fપ' માં “પિ' થી એ કહેવું છે કે ગુરુની વૈયાવચ્ચ અર્થે આવશ્યકતા હોત તો ૫૦૦ સાધુઓને ગુરુ સાથે રહેવામાં કોઈ દોષ નથી, પરંતુ ગુરુની વૈયાવચ્ચ અર્થે પંથકમુનિ હોવાને કારણે વિહાર કરતા એવા પણ તે ૫૦૦ સાધુઓને કોઈ દોષ નથી. ભાવાર્થ :- શૈલકસૂરિને પૂછીને ૫૦૦ સાધુઓના પૃથર્ વિહારમાં દોષનો અભાવ :
શૈલકસૂરિના ૫૦૦ શિષ્યોને ગુરુ પાસેથી વાચનાદિની પ્રાપ્તિ થતી ન હતી અને સારણાદિની પણ પ્રાપ્તિ થતી ન હતી. તેથી “ગુરુની જેમ તે ૫00 શિષ્યો ગુરુ સાથે સ્થિરવાસ કરે તો સંયમમાં અપ્રમાદની વૃદ્ધિ થાય તેમ નથી તેવું ૫૦૦ શિષ્યોને જણાવવાથી ૫૦૦ શિષ્યોએ વિહાર માટે શૈલકસૂરિની અનુજ્ઞા લીધી, અને પંથકમુનિને ગુરુની વૈયાવચ્ચ માટે સ્થાપન કર્યા. વળી, પંથકમુનિ પણ ગુરુની વૈયાવચ્ચ કરવામાં અપ્રમાદભાવવાળા હતા. તેથી ૫૦૦ શિષ્યોના વિહારને કારણે શૈલકસૂરિને કોઈ તકલીફ નહિ થાય, અને પંથકમુનિ શૈલસૂરિની ઉચિત વૈયાવચ્ચ કરશે તેવું ૫૦૦ સાધુઓ જાણતા હોવાથી, સંયમના અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે ૫૦૦ સાધુઓએ વિહાર કર્યો તેમાં કોઈ દોષ નથી. જો ગુરુના વૈયાવચ્ચની ચિંતા કર્યા વગર માત્ર અભ્યઘત વિહારના આશ્રયથી તેઓએ વિહાર કર્યો હોત તો દોષ પ્રાપ્ત થાત, અને જો ગુરુની અનુજ્ઞા વિના વિહાર કર્યો હોત તોપણ દોષ પ્રાપ્ત થાત. વળી, ૫૦૦ શિષ્યોને ગુરુ સાથે રહેવાનું બીજું કોઈ વિશેષ કારણ ન હતું. તેથી વિધિપૂર્વક વિહાર કર્યો માટે ૫૦૦ શિષ્યોને કોઈ દોષની પ્રાપ્તિ ન થઈ. ll૧૯૧૫ અવતરણિકા -
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે “શૈલકસૂરિને પૂછીને વિહાર કરતા એવા ૫૦૦ સાધુઓને પણ કોઈ દોષ નથી” તે વાત કલ્પભાષ્યના વચનથી સંગત છે, તે ગાથા-૧૯૨ અને ૧૯૩ના પૂર્વાર્ધથી બતાવે છે, અને કલ્પભાષ્યમાં વૈયાવચ્ચ અર્થે “ઉપસંપદા સ્વીકારનારને પરમ ધર્મવિનય થાય છે તેમ કહેલ છે. તેની જેમ પંથકમુનિને પણ શૈલકસૂરિ સાથે રહેવાથી પરમ ધર્મવિનય થાય છે તે ગાથા-૧૯૩ના ઉત્તરાર્ધથી અને ગાથા-૧૯૪થી બતાવે છે –
ગાથા :
गच्छे वि धम्मविणयं, जत्थुत्तरियं लभिज्ज अण्णत्थ । आपुच्छित्तु विहारो, तत्थ जओ भासिओ कप्पे ॥१९२॥ गच्छेऽपि धर्मविनयं यत्रोत्तरिकं लभेतान्यत्र । आपृच्छ्य विहारस्तत्र यतो भाषितः कल्पे ॥१९२।। संविग्गविहारीणं, किं पुण तेसिं महाणुभावाणं । अह उवसंपयाणं, कप्पिअभव्वोवयाराणं ॥१९३॥ संविग्नविहारिणां किंपुनस्तेषां महानुभावानाम् । अथ उपसम्पदानां, कल्पिकाभाव्योपचाराणाम् ॥१९३॥