________________
૨૫૮
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૮૯-૧૯૦
પ્રબળ નિમિત્ત હતા, તેથી ભગવાન પ્રત્યે સુનક્ષત્રસાધુ અને સિંહમુનિને અધિક પ્રીતિ હતી. તેમ કોઈક ને કોઈક ધર્મના ઉપાયમાં અધિક પ્રીતિ હોય તે દોષરૂપ નથી, પરંતુ જો તે પ્રીતિ અન્ય બળવાન યોગનો નાશ કરે તો દોષરૂપ બને, પણ ધર્મના ઉપાયમાં વિવેકીની અધિક પ્રીતિ અન્ય બળવાન યોગને બાધ કરે તેવી હોતી નથી. તેથી ઉચિત કાળે જે કોઈ અન્ય બળવાન યોગ હોય તેના બાપનું કારણ તે પ્રીતિ થતી નથી. માટે તે ધર્મના ઉપાયમાં અધિક પ્રીતિ સંયમના નાશનું કારણ બનતી નથી. જેમ પ્રસ્તુતમાં પંથકમુનિને ગુરુ પ્રત્યે અધિક પ્રીતિ હતી, તેથી ગુરુને માર્ગમાં લાવવા માટે ગુરુ સાથે રહીને તેમની વૈયાવચ્ચમાં રહ્યા તોપણ સંયમને ઉચિત સર્વ અનુષ્ઠાનોમાં અપ્રમાદભાવથી યત્ન કરવામાં પંથકમુનિની ગુરુ પ્રત્યેની પ્રીતિ બાધા કરનાર ન હતી, અને ગુના પણ શિથિલાચારને પોષવાનું કારણ ન હતી, માત્ર તેમને ફરી માર્ગ ઉપર લાવવા માટે ઉચિત યત્નરૂપ હતી. તેથી તે પ્રીતિ પંથકમુનિના સંયમના ઘાતનું કારણ થાય તેવી ન હતી. ૧૮. અવતરણિકા -
ગાથા-૧૮૬માં સ્થાપન કર્યું કે “ચારિત્રનો પરિણામ હોવાને કારણે શૈલકસૂરિના ૫૦૦ શિષ્યોને પણ ગુરુરાગ હતો”, ત્યાં પ્રશ્ન થાય કે જો ૫૦૦ શિષ્યોને પણ ગુરુરાગ હતો તો પંથકમુનિને ગુરુની સેવામાં સ્થાપીને વિહાર કરતી વખતે “તમે ગુરુસેવામાં રહો, અમુક સમય પછી અમારામાંથી કોઈ સાધુ ગુરુસેવા માટે આવશે ત્યારે તમે પણ સંયમઅર્થે વિહારમાં ઉદ્યમ કરી શકશો.” તેમ પંથકમુનિ સાથે ૫૦૦ શિષ્યોએ સંકેત કેમ ન કર્યો? તેના સમાધાનરૂપે કહે છે –
ગાથા :
अण्णेहिं पंथगस्स उ, गुरुरागुक्करिसओ ण संगारो । गुरुसेवाइ स रत्तो, अण्णे अब्भुज्जयविहारे ॥१९०॥ अन्यैः पन्थकस्य तु, गुरुरागोत्कर्षतो न संगारः (संकेत:) ।
गुरुसेवायां स रक्तो, अन्येऽभ्युद्यतविहारे ॥१९०॥ ગાથાર્થ :
વળી, પંથકમુનિને ગુરુરાગનો ઉત્કર્ષ હોવાને કારણે, અન્યો વડે અન્ય ૫૦૦ સાધુઓ વડે, સંકેત કરાયો નહિ અત્યારે તમે ગુરુસેવામાં રહો, અમુક સમય પછી અમારામાંથી કોઈક સાધુ ગુરુસેવા માટે આવશે, તેવો સંકેત કરાયો નહિ. તે પંથકમુનિ ગુરુસેવામાં રક્ત હતા, અન્ય-૫૦૦ સાધુઓ અભ્યધત વિહારમાં રક્ત હતા. ૧૯ના ભાવાર્થ :
જેમ પંથકમુનિ ભાવથી ચારિત્રવાળા હતા તેમ શૈલકસૂરિના અન્ય ૫૦૦ શિષ્ય પણ ભાવથી ચારિત્રવાળા હતા, તેથી સર્વ શિષ્યોને ગુરુ પ્રત્યે અનુરાગ હતો. જ્યારે શૈલકગુરુ પ્રમાદમાં પડ્યા ત્યારે