________________
૨૫૬
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૮૭-૧૮૮
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રનો પરિણામ હોવાને કારણે ૫૦૦ શિષ્યો અને પંથકમુનિને ગુરુ પ્રત્યે રાગ હતો, આમ છતાં પંથકમુનિને વિશેષ રાગ હતો. ત્યાં પ્રશ્ન થાય કે જો સર્વને ચારિત્રનો પરિણામ હોય તો સર્વને ગુરુ પ્રત્યે સમાન રાગ હોવો જોઈએ. એકને અધિક રાગ કેમ સંભવે ? તેથી કહે છે –
–
ગાથા :
णय एअं दुण्णेयं, जं गोसालोवसग्गिए नाहे । अण्णाविक्खाइ सुओ, बाढं रत्तो सुणक्खत्तो ॥ १८७॥ न चैतद् दुर्ज्ञेयं यद् गोशालोपसर्गिते नाथे । अन्यापेक्षया श्रुतो बाढं रक्तः सुनक्षत्रः ॥ १८७॥
ગાથાર્થ :
અને આ=૫૦૦ શિષ્ય કરતાં પંથકમુનિને અધિક ગુરુરાગ હતો એ, દુર્તેય નથી=ન જાણી શકાય તેવું નથી, જે કારણથી ગોશાળા વડે ઉપસર્ગ કરાયેલા વીર ભગવાનમાં અન્ય સાધુઓની અપેક્ષાએ સુનક્ષત્ર સાધુ અત્યંત રક્ત=અત્યંત રાગવાળા શાસ્ત્રમાં સંભળાય છે. II૧૮ll
ભાવાર્થ :- અન્ય સાધુ કરતાં સુનક્ષત્રમુનિને વીરભગવાન પ્રત્યે અધિક કાગ :
વીર ભગવાનને કેવળજ્ઞાન પછી જ્યારે ગોશાળાએ ઉપસર્ગ કર્યો ત્યારે ભગવાને સર્વ સાધુઓને કહેલ કે ગોશાળો આવે છે અને તે મારી સાથે અસંબદ્ધ પ્રલાપ ક૨શે, ત્યારે કોઈ સાધુએ વચમાં બોલવું નહિ; કેમ કે તેની પાસે તેજોલેશ્યા છે; અને કોઈ સાધુ જો વચમાં બોલશે તો ગોશાળો તેોલેશ્યાથી તે સાધુને બાળી નાખશે. તેથી સર્વ સાધુ મૌન લઈને બેઠા હતા, પરંતુ જ્યારે ગોશાળો ભગવાનને જેમ તેમ કહે છે, ત્યારે તે સાંભળીને ભગવાન પ્રત્યેના ગાઢ રાગને કારણે સુનક્ષત્ર મુનિ ગોશાળાના કથનનો વિરોધ કરે છે, અને રોષે ભરાયેલો ગોશાળો સુનક્ષત્રમુનિને તેજોલેશ્યાથી બાળી નાખે છે. આ દૃષ્ટાંતથી નક્કી થાય છે કે વી૨ ભગવાન પ્રત્યે સુનક્ષત્રમુનિને અન્ય મુનિઓ કરતાં અધિક રાગ હતો. તેની જેમ પંથકમુનિને અન્ય મુનિઓ કરતાં તેમના ગુરુ શૈલકસૂરિ પ્રત્યે અધિકરાગ હતો, તેમ સ્વીકારમાં કોઈ બાધ નથી. I૧૮૭૫
અવતરણિકા :
ગાથા-૧૮૭માં સુનક્ષત્રસાધુના દેષ્ટાંતથી બતાવ્યું કે “શૈલકસૂરિના ૫૦૦ શિષ્યો કરતાં પંથકમુનિનો ગુરુ પ્રત્યે અધિક રાગ સ્વીકારવામાં બાધ નથી” તે કથનને અન્ય દૃષ્ટાંતથી પણ દૃઢ કરવા માટે કહે છે
ગાથા :
पहुअणुरत्तेण तहा, रुन्नं सीहेण मालुआकच्छे । तब्भावपरिणयप्पा पहुणा सद्दाविओ अ इमो ॥१८८॥ प्रभ्वनुरक्तेन तथा रुदितं सिंहेन मालुकाकच्छे तद्भावपरिणतात्मा, प्रभुणा शब्दायितश्चायम् ॥१८८॥