________________
૨૫૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથાઃ ૧૮૫
હોવાને કારણે ચારિત્રના પરિણામવાળા એવા પણ ૫૦૦ શિષ્યોએ ગુરુને છોડ્યા, તો તેની જેમ પંથકમુનિ પણ ગુરુને છોડીને કેમ ગયા નહિ ? તેનું સમાધાન ગાથાના ઉત્તરાર્ધથી કરે છે
પંથકમુનિને ગુરુનો રાગ અધિક હતો. માટે પંથકમુનિ તેવા સંયોગમાં પણ ગુરુના હિત અર્થે ગુરુ સાથે રહ્યા, અને અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમશીલ થયા.
વળી, ૫૦૦ શિષ્યો "जहिं नत्थि सारणा वारणा य पडिचोयणा य गच्छंमि । सो उ अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्वो ॥"
એ પ્રકારના આગમવચનનું સ્મરણ કરીને જે ગચ્છમાં સારણા-વારણાદિ ન હોય તે ગચ્છનો ત્યાગ કરવો જોઈએ તેમ વિચારીને પોતાનામાં પ્રમાદભાવ ન આવે અને અપ્રમાદની વૃદ્ધિ થાય તે માટે શાસ્ત્રાનુસારી નવકલ્પી વિહારમાં ઉદ્યમ કર્યો; કેમ કે શૈલકસૂરિ મૂળગુણયુક્ત હોવા છતાં ઉત્તરગુણમાં અત્યંત પ્રમાદવાળા હતા. તેથી ગચ્છમાં સારણાવારણાદિ કરતા ન હતા અને વાચના પણ આપતા ન હતા; આમ છતાં, પંથકમુનિ ગુરુ પ્રત્યે અત્યંત રાગવાળા હતા, તેથી પંથકમુનિને ગુરુની વૈયાવચ્ચની ઉચિત જવાબદારી સોંપીને ચારિત્રમાં અપ્રમાદભાવવાળા ૫૦૦ શિષ્યોએ ગુરુનો ઉચિત વિધિથી ત્યાગ કર્યો. માટે તેમનો ત્યાગ સંયમની મલિનતાનું કારણ ન બન્યો. તેથી જેમ પંથકમુનિને ગુરુ સાથે રહીને સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થઈ, તેમ ૫૦૦ શિષ્યોને વિધિપૂર્વક ગુરુનો ત્યાગ કરવાથી પણ સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થઈ. આથી ૫૦૦ શિષ્યો અને પંથકમુનિ ભાવથી ચારિત્રી હોવાથી દરેકમાં સુશિષ્યપણું સમાન છે, તોપણ ગુરુ પ્રત્યે અતિશય રાગને કારણે પંથકમુનિ ગુરુરાગના અંશથી અન્ય સાધુ કરતાં વિશેષ છે, એમ ગાથામાં કહેલ છે.
વળી, ગાથા-૧૮૩માં શંકા કરેલી કે શૈલકસૂરિમાં મૂળગુણ હોતે છતે જેમ પંથકમુનિને શૈલકસૂરિનો ત્યાગ કરવો ઉચિત નથી, તો ૫૦૦ શિષ્યોને પણ ગુરુનો ત્યાગ કરવો ઉચિત નથી. તેનું પણ સમાધાન આ કથનથી થઈ જાય છે. તે આ રીતે
શૈલકસૂરિ મૂળગુણયુક્ત હોવા છતાં ઉત્તરગુણમાં અત્યંત પ્રમાદવાળા હતા. તેથી ગચ્છમાં સારણાવારણાદિ કરતા ન હતા અને વાચના પણ આપતા ન હતા. વળી, ૫૦૦ શિષ્યોએ તેમને વાચનાદિ આપવા માટે અનેક વખત કહ્યું તેમ છતાં શૈલકસૂરિ વાચનાદિ આપવામાં ઉત્સાહિત ન થયા. માટે ૫૦૦ શિષ્યોએ શાસ્ત્રવચનોનું સ્મરણ કરીને ગુરુ પ્રત્યે અત્યંત રાગવાળા પંથકમુનિને ગુરુની વૈયાવચ્ચનું કાર્ય ભળાવીને પોતે અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમવાળા થયા. તેથી મૂળગુણવાળા તે ગુરુનો પણ ઉચિત રીતે ત્યાગ કરેલ હોવાથી ૫૦૦ શિષ્યો માટે તે ત્યાગ દોષનું કારણ બનતું નથી; અને પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે ૫૦૦ શિષ્યોનું અને પંથકમુનિનું પણ ચારિત્ર તુલ્ય છે, તે કથનથી પણ ૫૦૦ શિષ્યોનો પણ ગુરુનો ત્યાગ દોષનું કારણ નથી, એ અર્થ ફલિત થાય છે; અને જો તે દોષનું કારણ હોય તો ૫૦૦ શિષ્યોનું ચારિત્ર પંથકમુનિના ચારિત્રની તુલ્ય છે તેમ કહી શકાય નહિ. ll૧૮પા