________________
૨૫૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૮૩-૧૮૪
જો શૈલકસૂરિમાં મૂળગુણ વિદ્યમાન ન હતા માટે ૫૦૦ શિષ્યો તેમને છોડીને ગયા તેમ સ્વીકારીએ, તો શૈલકસૂરિમાં મૂળગુણના અભાવને કારણે જેમ ૫૦૦ શિષ્યોને તે ગુરુનો ત્યાગ કરવો ઉચિત હતો, તેમ પંથકમુનિને પણ તે ગુરુનો ત્યાગ કરવો ઉચિત હતો; છતાં પણ પંથકમુનિએ તે ગુરુનો ત્યાગ ન કર્યો તે ઉચિત કર્યું નથી, તેમ સ્વીકારવું પડે.
વળી, ૫૦૦ શિષ્યો આરાધક હોય તો તેઓએ ગુરુનો ત્યાગ કરવો જોઈએ નહિ; કેમ કે શાસ્ત્રકારોએ પંથકમુનિની પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિ કહી છે. તેથી ૫૦૦ શિષ્યોએ ત્યાગ કર્યો તે ઉચિત પ્રવૃત્તિ છે તેમ કહી શકાય નહિ. આ પ્રકારની શંકા કરીને તેનું સમાધાન સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં કરશે. ૧૮૩
અવતરણિકા :
ગાથા-૧૮૨-૧૮૩માં બે શંકાઓ કરી. એ બને શંકાઓ ધર્મરત્નપ્રકરણ ગ્રંથના કથનથી કઈ રીતે પ્રાપ્ત થાય, તે બતાવે છે –
ગાથા :
मूलगुणसंजुअस्स य, दोसे वि अवज्जणं उवक्कमिउं । धम्मरयणंमि भणिअं, पंथगणायंति चिंतमिणं ॥१८४॥ मूलगुणसंयुतस्य च दोषेऽपिवर्जनमुपक्रम्य ।
धर्मरत्ने भणितं पन्थकज्ञातमिति चिन्त्यमिदम् ॥१८४।। ગાથાર્થ :
દોષ હોતે છતે પણ મૂલગુણ સંયુક્ત એવા ગુરુના અવર્જનનો ઉપક્રમ કરીને ધર્મરત્નપ્રકરણમાં પંથકનું દૃષ્ટાંતલકસૂરિ અને પંથકમુનિનું દૃષ્ટાંત કહેવાયું છે. એથી કરીને આ ગાથા-૧૮૨-૧૮૩માં કહ્યું એ ચિંત્ય છેઃવિચારણીય છે. ll૧૮૪
* “તો વિ' માં 'પ' થી એ કહેવું છે કે દોષ ન હોય તો તેવા ગુરુનું તો અવર્જન કરવું શિષ્ય માટે ઉચિત છે, પરંતુ દોષ હોવા છતાં પણ મૂળગુણયુક્ત ગુરુનું પણ અવર્જન કરવું ઉચિત છે. ભાવાર્થ -
કોઈ ગુરુ મૂળગુણયુક્ત હોય અને ઉત્તરગુણમાં પ્રમાદી હોય તો તેવા ગુરુનું સુશિષ્યોએ વર્જન કરવું જોઈએ નહિ” આ પ્રકારનો ધર્મરત્નપ્રકરણ ગ્રંથમાં ઉપક્રમ કરીને તે કથનને દઢ કરવા માટે શૈલકસૂરિ અને પંથકમુનિનું દૃષ્ટાન્ત આપેલ છે, અને તે રીતે દૃષ્ટાંતનો વિચાર કરીએ તો ગાથા-૧૮૨-૧૮૩માં કહ્યું એ પ્રકારના પ્રશ્નો ચિંત્ય બને છે, તે આ રીતે
જ્યારે શૈલકસૂરિ પ્રમાદવાળા થયા ત્યારે જો શૈલસૂરિ મૂળગુણયુક્ત હોય તો તેવા ગુરુનો ત્યાગ જેમ પંથકમુનિને કરવો ઉચિત નથી, તેમ અન્ય ૫૦૦ શિષ્યોને પણ તેવા ગુરુનો ત્યાગ કરવો ઉચિત