________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૮૨-૧૮૩
૨૫૧
ગાથાર્થ :
શેલકની સેવામાં જો શૈલકનું શિષ્યપણું પ્રાપ્ત કરાયું પંથક મુનિ વડે પ્રાપ્ત કરાયું તો તેને શિલકસૂરિને મૂકીને ગયેલા ૫૦૦ શિષ્યો વડે, તે શિષ્યપણું અપ્રાપ્ત કરાયું. I૧૮રરા ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે પ્રમાદમાં પડેલા શૈલકસૂરિની સેવામાં રહીને પંથકમુનિએ પોતાના શિષ્યપણાની ફરજ અદા કરી, તો પંથકમુનિ સિવાયના ૫૦૦ શિષ્યોએ ગુરુને છોડી વિહાર કર્યો, તેથી તે ૫૦૦ શિષ્યોએ પોતાની શિષ્યપણાની ફરજ અદા કરી નથી તેવો અર્થ ફલિત થાય. આ પ્રકારની શંકા “નનુ' થી પ્રસ્તુત ગાથામાં કરી છે. તેનું સમાધાન સ્વયં ગ્રંથકાર આપશે. ૧૮રા અવતરણિકા :
પૂર્વગાથામાં શંકા કરી કે “જેમ પંથકમુનિએ ગુરુને છોડ્યા નહિ તેથી પોતે સુશિષ્ય છે તેવી ખ્યાતિને પ્રાપ્ત કરી, તો ગુરુને છોડીને વિહાર કરનાર અન્ય ૫૦૦ શિષ્યો સુશિષ્ય નથી” એમ અર્થથી ફલિત થાય છે –
વળી, બીજી પણ શંકા કરતાં કહે છે –
ગાથા :
तस्स य मूलगुणेसु, संतेसु वि दुण्ह गमणठाणाई । तेसिं तस्स य जुत्ति-क्खमाइ कइ होति वेहम्मा ॥१८३॥ तस्य मूलगुणेषु च सत्स्वपि गमनस्थानादीनि ।
तेषां तस्य च युक्तिक्षमाणि कथं भवन्ति वैधात् ॥१८३।। ગાથાર્થ :
અને તેને શેલકસૂરિને, મૂળગુણ હોતે છતે પણ તેઓને ૫૦૦ શિષ્યોને, અને તેને પંથકમુનિને, બન્નેને ગમન અને સ્થાન કેવી રીતે યુક્તિક્ષમ થાય? અર્થાત્ ન થાય; કેમ કે વૈધર્મે છે પાંચસોનું ગુરુને છોડવું અને એકનું ગુરુને નહિ છોડવું, એ રૂપ વૈધર્મ છે. II૧૮૩ ભાવાર્થ :
શૈલકસૂરિ જ્યારે પ્રમાદવશ થયા ત્યારે તેમનામાં મૂળગુણ છે કે નહિ એ પ્રકારના બે વિકલ્પ થઈ શકે છે.
જો તેમનામાં મૂળગુણ વિદ્યમાન હોય તો ગાથા-૧૮૦માં કહ્યું એ પ્રમાણે ૫૦૦ શિષ્યોએ મૂળગુણયુક્ત એવા ગુરુનો ત્યાગ કરવો ઉચિત ગણાય નહિ, છતાં પણ ૫૦૦ શિષ્યો તેમને છોડીને ગયા તે તેમણે ઉચિત કર્યું તેમ કહી શકાય નહિ.