________________
૨૪૯
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૮૧
કાળે સૂત્રને આપતા નથી, પૂછતા એવા સાધુઓને અર્થને કહેતા નથી, આવશ્યકાદિ કાર્યોમાં વૃદ્ધિને છોડીને નિદ્રાને બહુમાને છે. ર૧
ગચ્છને સારણા, વારણા, પડિચોયણાદિ થોડી પણ દેતા નથી અને સારણાદિ રહિત ગચ્છમાં ક્ષણ પણ વાસ ક્ષમ યોગ્ય નથી. રરો. અને તે રીતે આગમ છે ?
જે ગચ્છમાં સારણા, વારણા, પડિચોયણાદિ નથી તે ગચ્છ અગચ્છ છે, સંયમની કામનાવાળાઓએ છોડી દેવો જોઈએ. ર૩||
ધર્મના સેવનના હેતુ હોવાથી આ શૈલકસૂરિ, અમારા અત્યંત ઉપકારી છે. આમનેશૈલકસૂરિને મૂકી દેવા કે પકડી રાખવા યુક્ત છે ? એ પ્રમાણે સ્પષ્ટ અમે જાણતા નથી. ૨૪
અથવા કારણરહિત અમારા નિજ વાસ વડે શું? ગુરુની વૈયાવચ્ચમાં પંથકસાધુને નિયોજન કરીને એમને જ પંથક સાધુને જ, પૂછીને આપણે સર્વ ઉદ્યત વિહારવાળા થઈએ. જ્યાં સુધી આત્નશૈલકસૂરિ, પોતાના આત્માને જાણે ત્યાં સુધી કાળહરણઃકાળક્ષેપ, પણ કરવો જોઈએ. l૨૫-૨૬ો.
આ પ્રમાણે સમર્થન કરીને પંથકસાધુને ગુરુ પાસે સ્થાપન કરીને તે સર્વ પણ મુનિઓએ અન્યત્ર સુખપૂર્વક વિહાર કર્યો સંયમની વૃદ્ધિ થાય તે રીતે વિહાર કર્યો. ૨૭ી
પંથકમુનિ પણ ગુરુના યથોચિત વૈયાવચ્ચને અને અસપત્નયોગ યુક્ત અપૂi=અન્યૂન=ખામી વગરની, સદા નિજ ક્રિયાને કરે છે. ૨૮||
કાર્તિક ચાતુર્માસમાં પરિહાર કર્યો છે સકલ ક્રિયાઓના કૃત્યોનો જેણે એવા સૂરિ, સ્નિગ્ધ-મધુર આહાર વાપરીને લંબાવેલા સર્વ અંગવાળા સૂતા. રા.
વિનય કરવામાં નિપુણ એવા, આવશ્યકને કરતા પંથકસાધુ પણ ક્ષમાપનાના નિમિત્તે એમના પગમાં=ગુરુના પગમાં, શિર વડે સ્પર્શ કરે છે. ૩૦
તેથી કુપિત થયેલા રાજઋષિ બોલે છે: “કોણ આ નિર્લજ્જ આર્ય, પગને સ્પર્શ કરતો મારી નિદ્રાના વિદ્ગમાં પ્રવૃત્ત છે? Il૩૧
સૂરિને હૃષ્ટ જોઈને પંથકસાધુ મધુરવાણી વડે આ પ્રમાણે કહે છે : “ચાતુર્માસિક ક્ષામણા માટે મારા વડે તમે દુભાયા.” ૩રા
તે કારણથી એક અપરાધને ક્ષમા કરો. આવા પ્રકારના બીજા અપરાધને હું કરીશ નહિ, જે કારણથી લોકમાં ક્ષમાશીલ જ ઉત્તમ પુરુષો હોય છે.” l૩૩ll
આ પ્રમાણે પંથકમુનિના વચનને સાંભળતા જેમ સૂર્યના ઉદયથી રાત્રીનો અંધકાર દૂર થાય તેમ તે સૂરિનું અજ્ઞાન દૂર થયું. ૩૪ll
વારંવાર આત્માની નિંદા કરીને સવિશેષ સંયમમાં ઉદ્યમવાળા થયેલા શુદ્ધ પરિણામવાળા એવા શૈલકસૂરિ ફરી ફરી પંથકમુનિને ખમાવે છે. રૂપો