________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૮૮-૧૮૯
૨૫૭
ગાથાર્થ :
અને પ્રભુમાં અનુરક્ત=પ્રભુ મહાવીરમાં અનુરાગવાળા એવા સિંહમુનિ વડે, માલુકાકચ્છમાં રુદન કરાયું, અને તભાવ પરિણત આત્મા એવા આeભગવાનના રાગના કારણે રુદનના પરિણામવાળા એવા સિંહમુનિ, ભગવાન વડે બોલાવાયા. I૧૮૮માં ભાવાર્થ - અન્ય સાધુ કરતાં સિંહમુનિને વીરભગવાન પ્રત્યે અત્યંત રાગ :
ગોશાળાના ઉપસર્ગને કારણે ભગવાનને લોહીના ઝાડા થયા હતા, અને ભગવાન માલુકાકચ્છમાં હતા ત્યારે ભગવાનની તેવી અવસ્થા જોઈને ભગવાનના અનુરાગવાળા એવા સિંહમુનિ રડવા લાગ્યા. તેથી પોતાના પ્રત્યેના રાગથી રડતા એવા સિંહમુનિને ભગવાને બોલાવ્યા અને આશ્વાસન આપીને પોતાને થયેલા લોહીના ઝાડા માટે રેવતી શ્રાવિકા પાસેથી ઔષધ લાવવાનું સૂચન કર્યું. આ દષ્ટાંતથી પણ એ ફલિત થાય છે કે અન્ય સાધુઓ કરતાં સિંહમુનિને વીર ભગવાન પ્રત્યે અધિક રાગ હતો, તેમ ચારિત્રસંપન્ન એવા પંથકમુનિને ૫૦૦ શિષ્યો કરતાં શૈલક ગુરુ પ્રત્યે અધિક રાગ હતો, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. ||૧૮૮
અવતરણિકા :
૫૦૦ શિષ્યો કરતાં પંથકમુનિને ગુરુ પ્રત્યે અધિક રાગ હતો તે વાત સુનક્ષત્રસાધુ અને સિંહમુનિના દષ્ટાંતથી ગાથા-૧૮૭-૧૮૮માં સ્થાપન કરી, અને આવો ગુરુરાગ કેવી પ્રવૃત્તિ હોય ત્યારે સંયમનો બાધક બનતો નથી? અર્થાત્ ઘેલો ગુરુરાગ હોય તો સંયમને બાધક બને છે, પરંતુ વિવેકયુક્ત ગુરુરાગ હોય તો સંયમને બાધક બનતો નથી, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
कस्स वि कत्थइ पीई, धम्मोवायंमि दढयरा होइ । ण य अण्णुण्णाबाहा, मूलच्छेआवहा एवं ॥१८९॥ कस्यापि कुत्रचित्प्रीतिर्धर्मोपाये दृढतरा भवति ।
न चान्योन्याबाधान्मूलच्छेदावहा एवम् ॥१८९॥ ગાથાર્થ :
કોઈક ને કોઈક ધર્મના ઉપાયમાં દટતર પ્રીતિ હોય છે અને આ રીતે કોઈક ધર્મના ઉપાયમાં દટતર પ્રીતિ હોય એ રીતે, અન્યોન્ય અબાધા હોવાથી મૂળને છેદ કરનાર=સંયમના પરિણામરૂપ મૂળને છેદ કરનાર, આ પ્રીતિ થતી નથી. ૧૮ ભાવાર્થ - કોઈક એક ધર્મઅનુષ્ઠાનમાં અધિક પ્રીતિમાં દોષનો અભાવ :
જેમ સુનક્ષત્રસાધુ અને સિંહમુનિને વીરભગવાન પ્રત્યે પ્રીતિ હતી તેમ ગૌતમઆદિ અન્ય મહામુનિઓને પણ વીરભગવાન પ્રત્યે પ્રીતિ હતી; આમ છતાં સુનક્ષત્રસાધુ અને સિંહમુનિને પ્રત્યે અધિક પ્રીતિ હતી. તે પ્રીતિ મોહના કારણે ન હતી, પણ ભગવાન પોતાની યોગમાર્ગની પ્રવૃત્તિમાં ભગવાન