________________
તિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૯૦-૧૯૧
૨૫૯
શું કરવું ઉચિત છે, તેની પંથકમુનિ સાથે વિચારણા કરીને, પંથકમુનિને ગુરુસેવામાં સ્થાપીને, સંયમમાં અપ્રમાદની વૃદ્ધિ અર્થે ૫૦૦ શિષ્યોએ વિહાર કર્યો. તે વખતે ૫૦૦ શિષ્યોએ જોયું કે પંથકમુનિને ગુરુરાગનો ઉત્કર્ષ છે, માટે પંથકમુનિ ગુરુની ઉચિત વૈયાવચ્ચ કરીને પોતાના સંયમની વૃદ્ધિ માટે યત્ન કરી શકશે. તેથી “અત્યારે તમો ગુરુસેવામાં રહો, અમુક કાળ પછી અમારામાંથી કોઈક ગુરુસેવા માટે આવશે.” એ પ્રમાણે પંથકમુનિને સંકેત કર્યો નહિ, પરંતુ જો પંથકમુનિને તેવો ગુરુરાગનો ઉત્કર્ષ ન હોત તો ઉપરમાં બતાવ્યું તે પ્રકારનો સંકેત કરીને પણ ૫૦૦ સાધુઓએ વિહાર કર્યો હોત.
આ રીતે ૫૦૦ સાધુઓએ અપ્રમાદભાવથી નવકલ્પી વિહાર કરીને સંયમની વૃદ્ધિમાં યત્ન કર્યો, તેથી તે ૫૦૦ સાધુઓને સંયમની વૃદ્ધિ અર્થે ઉગ્ર વિહારમાં રાગ હતો; અને પંથકમુનિએ અપ્રમાદભાવથી ગુરુની વૈયાવચ્ચ કરીને સંયમની વૃદ્ધિમાં યત્ન કર્યો, તેથી પંથકમુનિને ગુરુસેવામાં રાગ હતો. આનાથી એ ફલિત થાય કે જે સાધુને જે અનુષ્ઠાનમાં અધિક રાગ હોય છે તે અનુષ્ઠાન અન્ય ઉચિત યોગની બાધા ન થાય તે રીતે અપ્રમાદભાવથી કરે, તો સંયમવૃદ્ધિનું કારણ બને. તે નિયમ પ્રમાણે પંથકમુનિને ગુરુ પ્રત્યે અધિક રાગ હતો, તેથી ગુરુની સેવામાં રહીને અન્ય ઉચિત યોગોને બાધ ન થાય તે રીતે પંથકમુનિએ યત્ન કર્યો, જેથી પંથકમુનિને સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થઈ; જ્યારે ૫૦૦ શિષ્યો નવકલ્પી વિહારમાં રાગવાળા હતા અને ગુરુ પ્રમાદવશ વિહાર કરતા ન હતા અને સારણાદિમાં પણ યત્ન કરતા ન હતા, તેથી સંયમની વિશુદ્ધિના અર્થી એવા ૫૦૦ સાધુઓએ કોઈ ઉચિત યોગને બાધા ન થાય તે રીતે અભ્યઘત વિહારમાં ઉદ્યમ કર્યો, જેથી ૫૦૦ સાધુઓને પણ સંયમની શુદ્ધિની પ્રાપ્તિ થઈ. ૧૯ol
અવતરણિકા :
ગાથા-૧૮૩માં કહ્યું કે શૈલકસૂરિ મૂળગુણયુક્ત હતા, તો જેમ પંથકમુનિએ ગુરુને છોડ્યા નહિ તેમ ૫૦૦ શિષ્યોએ પણ ગુરુને છોડવા જોઈએ નહિ. તેથી શૈલકસૂરિને છોડનારા ૫૦૦ શિષ્યોએ ઉચિત પ્રવૃત્તિ કરી છે તેમ કહી શકાય નહિ, એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે –
ગાથા :
सेलयमापुच्छित्ता, ठावित्ता पंथगं च अणगारं । गुरुवेयावच्चकर, विहरंताणं पि को दोसो ॥१९१॥ शैलकमापृच्छ्य स्थापयित्वा, पन्थकं चानगारं ।
गुरुवैयावृत्त्यकरं विहरतामपि को दोषः ॥१९१।। ગાથાર્થ :
લકસૂરિને પૂછીને અને ગુરુચાવચ્ચને કરનારા એવા પંથક અણગારને સ્થાપન કરીને ગુરુની વૈયાવચ્ચ અર્થે સ્થાપન કરીને, વિહાર કરતા પણ ૫૦૦ સાધુઓને શું દોષ છે? I૧૯૧૫