________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૭૮-૧૭૯
૨૪૧
સુખેથી સ્વગચ્છમાં વસતા ભગવાન એવા આ=મારા ગુરુ, પાપી એવા મારા વડે ફોગટ મહાકષ્ટદશાને પ્રાપ્ત કરાયા. /૨oll
આ પ્રમાણે ભાવના કરતા તેને=શિષ્યને, પ્રશસ્ત ધ્યાનરૂપી અગ્નિ વડે, બળી ગયેલા કર્મરૂપી ઇધનપણું હોવાને કારણે કેવળજ્ઞાન થયું. ૨૧
તેથી=કેવળજ્ઞાન થયું તેથી, તેનેeગુરુને, તેના બળથી=કેવળજ્ઞાનના બળથી, આ=શિષ્ય, સમ્યગુ લઈ જવા માટે પ્રવૃત્ત થયો, અને પ્રભાતમાં ટપકતા લોહીથી યુક્ત મસ્તકવાળા એવા તેને શિષ્યને, તે=ગુરુએ જોઈને આ પ્રમાણે આત્માની નિંદા કરી- “અધન્ય, અપુષ્યવાળો એવો હું છું, જેને રોષરૂપી અગ્નિને શમન કરાવનાર મેઘ જેવો, બહુશ્રુત હોતે છતે અને પરોપદેશમાં દક્ષપણું હોતે છતે અને બહુકાલ સંયમ હોતે છતે, ગુણરત્નોમાં પ્રધાન એવો “ક્ષાન્તિ' સદ્ગણ ન થયો. ૨૨ થી ૨૪
વળી, આ શિષ્ય ધન્ય છે. અહીં ક્ષમાગુણમાં આ ઉત્તમગુણવાળો છે. અદ્યદીક્ષિત પણ આજનો દીક્ષિત પણ, તેને કોઈક અપૂર્વ ક્ષમાગુણ છે. રપા
આ પ્રમાણે, સદ્ભાવનાના યોગથી, અપૂર્વ વિર્ષોલ્લાસથી આચાર્ય ચંડરુદ્ર પણ કેવલશ્રીને પામ્યા. Ill (પંચાશક-૧૧, ગા. ૩૫) ભાવાર્થ :- એકાદિ ગુણથી હીન પણ સ્વીકારવા યોગ્ય ગુરુમાં ચંડરુદ્રાચાર્યનું દષ્ટાંત :
સમ્યકત્વમૂળ પાંચ મહાવ્રતો જેમનાં સુરક્ષિત હોય તેઓ મૂળગુણયુક્ત છે, અને તેના મૂળગુણયુક્ત સાધુ કોઈક ગુણ માત્રથી રહિત હોય, આમ છતાં ઉપરની ગાથાઓમાં બતાવેલા ગુરુના ઘણા ગુણોથી યુક્ત હોય, તો તેવા ગુરુને વર્તમાનકાળમાં ગુરુ તરીકે સ્વીકારી શકાય. જેમ ચંડરુદ્રાચાર્ય ક્ષમાગુણ વગરના હતા તોપણ ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યોને સેવવા યોગ્ય હતા, અને વિશિષ્ટ બહુમાનને યોગ્ય હતા. તેમ વર્તમાનકાળમાં પણ સમ્યકત્વ મૂળ પાંચ મહાવ્રતોથી યુક્ત સુસાધુ ગીતાર્થ હોય અને શુદ્ધ પ્રરૂપણા કરતા હોય અને એકાદિ ગુણથી હીન હોય તો તે સાધુ ગુરુપદને યોગ્ય છે. ૧૭૮
અવતરણિકા :
ગાથા-૧૭૭-૧૭૮માં સ્થાપન કર્યું કે કાળના દોષના કારણે મૂળગુણયુક્ત એવા ગુરુપદને યોગ્ય સાધુમાં યત્કિંચિત દોષ હોય તોપણ ગુરુ તરીકે સ્વીકારી શકાય. હવે તેવા ગુણીયલ સાધુમાં પણ કોઈક દોષ દેખાય ત્યારે શિષ્યને શું ઉચિત કર્તવ્ય છે ? તે બતાવવા માટે કહે છે –
ગાથા :
मूलगुणसंजुअस्स य, गुरुणो वि य उवसंपया जुत्ता । दोसलवे वि अ सिक्खा, तस्सुचिया णवरि जं भणिअं ॥१७९॥ मूलगुणसंयुतस्य च गुरोरपि चोपसम्पदा युक्ता । दोषलवेऽपि च शिक्षा, तस्योचिता नवरं यद् भणितम् ॥१७९॥