________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૮
૨૩૯
प्रवृत्तवान् । प्रभाते च स तं दृष्टा, क्षरल्लोहितमस्तकम् ॥२२॥ आत्मानं निन्दति स्मैवमधन्योऽहमपुण्यवान् । यस्य मे सति रोषाग्निशममेघे बहुश्रुते ॥२३॥ परोपदेशदक्षत्वे, बहुकाले च संयमे । न जातो गुणरत्नानां, प्रधानः क्षान्तिसद्गुणः ॥२४॥ अयं तु शिष्यो धन्योऽत्र, गुणवानेष सत्तमः । यस्याद्यदीक्षितस्यापि, कोऽप्यपूर्वः क्षमागुणः ॥२५॥ एवं सद्भावनायोगाद्वीर्योल्लासादपूर्वतः । માવાર્યશUsોપિ, સંપ્રાત: સેવાશ્રયમ્ રદ્દા રૂતિ ગાથાર્થ રૂપI(પંચાવી-૧૨ . ) ટીકાર્ય :
વળી, ગુરુગુણરહિત ગુરુ ગુરુ નથી. એથી કરીને તેનો વિધિથી ત્યાગ જ ઈષ્ટ છે, એ પ્રમાણે જે કહેવાયું=એ પ્રમાણે જે પંચાશકની પૂર્વની ગાથામાં કહેવાયું, ત્યાં તે કથનમાં, વિશેષ કહેવા માટે કહે છે –
ગુરુત્યાઃ ' એ મૂળગાથાનું પ્રતિક છે.
વળી, “ગુરુગુણરહિત ગુરુ ગુરુ થતા નથી” એ કથનમાં, ગુરુગુણરહિત વળી અહીં=ગુરુકુળવાસના પ્રક્રમમાં તે જ જાણવા જે મૂળગુણવિયુક્ત છે=મહાવ્રતરહિત છે અથવા સમ્યગુજ્ઞાન અને ક્રિયાથી રહિત છે, પરંતુ ગુણમાત્ર વિહીન નહિ=મૂળગુણથી વ્યતિરિક્ત ચંડપ્રકૃતિઆદિથી વિશિષ્ટ ઉપશમઆદિ ગુણવિકલ નહિ. એ હેતુથી મૂળગુણરહિત ગુરુગુણરહિત જાણવા, એમ અન્વય છે.
અહીં “મૂન'TUવ્યતિવિિિવતપ્રતિરૂપતાવિશિષ્ટીપતિશુપવિત્નઃ" પાઠ છે તેના સ્થાને પૂનમુતરવાવંડwત્યાિિવશિષ્ટરૂપરામવિવિ7:” એ પ્રમાણે પાઠ હોવો જોઈએ.
તેમાં સાક્ષી આપે છે
આ કારણથી કાળપરિહાણીના દોષના કારણે એકાદિ-ગુણવિહીન એવા અન્ય પણ શીલવાળા વડે પ્રવજ્યા આપવી જોઈએ. /૧૫
આ અર્થમાં=યત્કિંચિત્ ગુણમાત્રવિહીન ગુરુપદને યોગ્ય છે એ અર્થમાં, શું દૃષ્ટાંત છે? એથી કહે છેઃ ચંડરુદ્ર નામના આચાર્યનું ઉદાહરણ છે. તેનો પ્રયોગ આ પ્રમાણે છેઃઅનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે
ગુણમાત્રવિહીન પણ ગુરુ જ છે; કેમ કે મૂળગુણયુક્તપણે છે, ચંડરુદ્રાચાર્યની જેમ. દષ્ટાંતનું સ્પષ્ટીકરણ “તથાદિ થી કરે છે
પ્રકૃતિરોષ પણ આ ચંડરુદ્રાચાર્ય, ઘણા સંવિગ્નગીતાર્થ શિષ્યોને અત્યાગ કરવા યોગ્ય હતા, અને વિશિષ્ટ બહુમાનના વિષય હતા અને તેમનું કથાનક આ પ્રમાણે જાણવું :
ચંડરુદ્ર નામના અતિબહુશ્રુત આચાર્ય થયા. જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારરૂપી રત્નોના રત્નાકરની ઉપમાવાળા હતા=જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારરૂપ રત્નોના આધાર હતા. ll૧il.
અસમાચાર જોવાથી પ્રજ્વલિત કોપ વડવાનલવાળા, સંક્લેશ પરિહાર માટે પોતાના સંક્લેશના પરિહાર માટે ગચ્છના નજીકના સ્થાનમાં રહેતા હતા=ગચ્છ સાથે નહિ પણ ગચ્છના નજીકના સ્થાનમાં રહેતા હતા. રા.
વિહાર કરતાં ક્યારેક આ આચાર્ય ઉજ્જૈનમાં આવ્યા અને ગચ્છની નજીક જુદા ઉદ્યાનના દેશમાં રહ્યા. ||