________________
રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૩-૧૭૮
૨૩૦
* “ફિશુપુત્રિો વિ' માં “પિ' થી એ કહેવું છે કે પૂર્ણગુણવાળા તો ગુરુ થાય છે પણ એકાદિ ગુણરહિત પણ ગુરુ થાય છે. ભાવાર્થ - કાળદોષના કારણે એકાદિગુણથી હીન પણ સ્વીકારવા યોગ્ય ગુરુનું સ્વરૂપ :
વર્તમાનકાળમાં ગાઢ દોષો છે તેવા સમયે સર્વગુણોથી યુક્ત એવા ગુરુ મળવા અતિદુષ્કર છે. તેથી કહે છે કે કલિકાળના ગાઢ દોષને કારણે જો પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રી ભોજનવિરમણવ્રત એ રૂપ મૂળગુણસંપદા જે સાધુમાં અસ્મલિત હોય તેવા સાધુ, પૂર્વમાં બતાવેલા ગુરુપદના ગુણોમાંથી એક, બે આદિ ગુણોથી રહિત હોય તોપણ ગુરુ તરીકે સ્વીકારી શકાય છે, અને તેમાં સાક્ષીરૂપે ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવવાના છે. તે બતાવવા માટે ગાથામાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે.” તેથી આગળમાં પૂર્વના મહાપુરુષોની સાક્ષીગાથાના બળથી, ગ્રંથકાર વર્તમાનકાળમાં કોઈક ગુણોથી હીન ગુરુને પણ ગુરુ તરીકે સ્વીકારી શકાય તેમ સ્થાપન કરે છે, પરંતુ સ્વમતિથી સ્થાપન કરતા નથી.
વળી, ગાથામાં કહ્યું કે જો સાધુ મૂળગુણથી યુક્ત હોય તો તે ગુરુપદને યોગ્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુ ગીતાર્થ છે અને શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે સાધુમાં સમ્યક્ત્વ છે, અને તેવા સાધુમાં પાંચ મહાવ્રતોમાં કોઈ ખામી ન હોય તો તે મૂળગુણ યુક્ત છે; પરંતુ ગીતાર્થ ન હોય અને તેને કારણે અશુદ્ધ પ્રરૂપણા કરતા હોય તો તેવા સાધુમાં સમ્યકત્વ નથી. તેથી તે સાધુમાં સમ્યકત્વ મૂળ પાંચ મહાવ્રતો પણ નથી, અને તેવા સાધુ ગુરુપદને યોગ્ય પણ નથી. પરંતુ જે સાધુ ગીતાર્થ હોય, શુદ્ધ પ્રરૂપક હોય અને યોગ્ય જીવોને સન્માર્ગમાં પ્રવર્તક હોય, આમ છતાં પૂર્વમાં વર્ણન કરાયેલા ગુરુના ગુણોમાંથી કોઈક ગુણોની ખામી હોય, તો આગળની ગાથામાં બતાવશે એ રીતે ગુરુ તરીકે સ્વીકારી શકાય, અને તેમની આજ્ઞા અનુસાર આરાધન કરનાર સાધુ ગુરુ આજ્ઞાનું આરાધન કરનાર છે, એ પ્રમાણે ફલિત થાય. ll૧૭૭
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે” તેથી સાક્ષીરૂપે તે ગાથા બતાવે છે –
ગાથા :
गुरुगुणरहिओ वि इहं, दट्ठव्वो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहुणोत्ति, चंडरुद्दो उदाहरणं ॥१७८॥ गुरुगुणरहितोऽपीह, द्रष्टव्यो मूलगुणवियुक्तो यः ।
न तु गुणमात्रविहीन इति चण्डरुद्र उदाहरणम् ॥१७८।। ગાથાર્થ :
અહીં ગુરુકુળવાસના પ્રક્રમમાં, ગુરુગુણરહિત વળી તે જાણવા જે મૂળગુણરહિત છે, પરંતુ ગુણમાત્રરહિત નહિ. (જેમાં) ચંડરુદ્રાચાર્યનું ઉદાહરણ છે. ll૧૦૮ll
* “ગુમારોિ વિ' માં “મપિ' શબ્દ પુનઃ અર્થમાં છે.