________________
૨૪૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૮૦-૧૮૧
ભાવાર્થ :
મૂળ ગાથામાં બતાવ્યું કે પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રીભોજનવિરમણવ્રતરૂપ મૂળગુણથી જે ગુરુ યુક્ત હોય અને કોઈક દોષ વડે ખામીવાળા હોય, ચંડરુદ્રાચાર્યની જેમ શીઘ્રકોપવાળા હોય અથવા ગીતાર્થ હોવા છતાં શાસ્ત્રીય પદાર્થો સમજાવવામાં અપટુ હોય અથવા કોઈક શાસ્ત્રીય સ્થાનમાં નિર્ણય કરવામાં મંદતા હોય અથવા તો થોડાક પ્રમાદી હોય, તોપણ તેવા ગુરુનો ત્યાગ કરવો ઉચિત નથી, પરંતુ વિનયપૂર્વક પોતાને ઉત્તર ઉત્તર સંયમમાર્ગમાં પ્રવર્તાવવા માટે વિનંતી કરીને માર્ગમાં લાવવા યત્ન કરવો જોઈએ.
તેથી એ ફલિત થાય કે કોઈ આચાર્ય કંઈક મંદતાવાળા હોય તોપણ ગીતાર્થ છે અને શિષ્યોને માર્ગમાં પ્રવર્તાવી શકે તેવા છે. તેવા ગુરુના યત્કિંચિત્ દોષને સામે રાખીને ત્યાગ કરવો ઉચિત નથી, પરંતુ તેમના વચનઅનુસાર પ્રવૃત્તિ કરવાથી ગુરુ આજ્ઞાનું આરાધન થાય છે. ll૧૮ll અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે “મૂળગુણયુક્ત ગીતાર્થગુરુ હોય અને તેમનામાં કાંઈક પ્રમાદઆદિ દોષ દેખાય તો પણ તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, પરંતુ વિનયપૂર્વક તેમને માર્ગમાં લાવવા માટે શિષ્યોએ ઉચિત યત્ન કરવો જોઈએ” તે કથનને દઢ કરવા માટે શૈલકસૂરિ અને પંથકશિષ્યનું દષ્ટાંત બતાવે છે –
ગાથા -
पत्तो सुसीससद्दो, एव कुणंतेण पंथगेणावि । गाढप्पमाइणो वि हु, सेलगसूरिस्स सीसेण ॥१८१॥ प्राप्तः सुशिष्यशब्द एवं कुर्वता पन्थकेनापि ।
गाढप्रमादिनोऽपि खलु शैलकसूरेः शिष्येण ॥१८१॥ ગાથાર્થ :
આ પ્રમાણે કરતા એવા=પૂર્વગાથામાં કહ્યું કે ગુણવાન ગુરુ પ્રમાદને વશ હોય તો વિનયપૂર્વક માર્ગમાં લાવવા શિષ્ય યત્ન કરવો જોઈએ, એ પ્રમાણે કરતા એવા, ગાઢ પ્રમાદવાળા એવા પણ શૈલકસૂરિના શિષ્ય પંથકમુનિ વડે પણ સુશિષ્ય શબ્દ પ્રાપ્ત કરાયો. ll૧૮ના
* “ઢિપ્રમાણે વિ' માં “પિ' થી એ કહેવું છે કે ગાઢ પ્રમાદી ન હોય તેવા સૂરિના શિષ્યો તો વિનયપૂર્વક ગુરુને માર્ગમાં લાવવા માટે યત્ન કરીને ‘સુશિષ્ય’ શબ્દને પામે, પરંતુ ગાઢ પ્રમાદી એવા પણ શૈલકસૂરિના શિષ્ય એવા પંથકમુનિ વડે વિનયપૂર્વક ગુરુને માર્ગમાં લાવવા માટે યત્ન કરીને સુશિષ્ય' શબ્દ પ્રાપ્ત કરાયો. ટીકા -
प्राप्तो-लब्धः सुशिष्य इति शब्दो विशेषणम्, एवं गुरु योपि चारित्रे प्रवृत्तिं कारयता पन्थकेनपन्थकनाम्ना सचिवपुङ्गवसाधुना, अपिशब्दादन्यैरपि तथाविधैः, यतोऽभाणि