________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬-૧૬૮
૨૨૫
એકાકી વિચરે ત્યારે ગુણવાન એવા ભગવાનના વચનને પરતંત્ર થઈને એકાકી વિચરે છે, અને ત્યારે પણ ગુરુને પરતંત્ર રહેવાનો અધ્યવસાય હોવાથી ભાવથી ગુરુકુળવાસમાં છે. તેથી ગુરુની આજ્ઞાના આરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ એકાકી વિહાર કરનાર ગીતાર્થસાધુમાં પણ સંગત છે. /૧૬ અવતરણિકા :
ગાથા-૧૩૬થી “ગુરુ આજ્ઞાઆરાધનરૂપ” યતિનું સાતમું લક્ષણ બતાવવાનું શરૂ કરેલ અને ત્યાં ગાથા-૧૩૬માં બતાવ્યું કે “ગુણમાં રક્ત એવા મુનિ નિયમથી ગુરુ આજ્ઞાનું આરાધન કરે” અને તેની પુષ્ટિ કરવા માટે ગાથા-૧૩૭માં બતાવ્યું કે “ત્રણનો પ્રતિકાર દુષ્કર છે અને વિશેષથી ધર્માચાર્યનો પ્રતિકાર દુષ્કર છે.” ત્યારપછી ગાથા-૧૩૮થી ૧૫૫ સુધીમાં “ગુરુઆજ્ઞાની વિરાધનાથી શું દોષો પ્રાપ્ત થાય છે અને ગુરુ આજ્ઞાની આરાધનાથી શું ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું.” તેથી એ ફલિત થયું કે સાધુએ ગુરુકુળવાસમાં રહીને ગુરુઆજ્ઞાનું આરાધન કરવું જોઈએ. ત્યાં પ્રશ્ન થયો કે ગુરુકુળવાસમાં સંયમની વૃદ્ધિ સારી ન થતી હોય તો “યાત્સfમન્ના' સૂત્રને આશ્રયીને કોઈ સાધુ એકાકી વિહાર કરે, તો શું વાંધો? તેથી ગાથા-૧૫૬થી ૧૬૪ સુધી ખુલાસો કર્યો કે “ “ર યમન્ના' સૂત્ર ગીતાર્થ માટે છે, અન્ય માટે નહિ.” ત્યાં પ્રશ્ન થયો કે વિષમકાળને કારણે કોઈ ગીતાર્થસાધુનો યોગ પ્રાપ્ત ન થાય તો શું કરવું? તેથી ગાથા-૧૬૫-૧૬૬માં ખુલાસો કર્યો કે “અગીતાર્થસાધુએ ગીતાર્થસાધુ ન મળે તો પાસત્થા આદિ શિથિલાચારીની સાથે રહીને પણ સંયમમાં ઉદ્યમ કરવો, પણ એકાકી રહેવું નહિ.” ત્યાં જિજ્ઞાસા થઈ કે “ યામિ' સૂત્રને આશ્રયીને ગીતાર્થસાધુએકાકી વિચરે ત્યારે ગુરુકુળવાસ નહિ હોવાથી ગુરુ આજ્ઞાનું આરાધન કઈ રીતે સંગત થાય? તેનો ખુલાસો ગાથા-૧૬૭માં કર્યો. આ કથનને જાણીને જિજ્ઞાસા થાય કે આરાધક સાધુએ કેવા ગુરુનું પાતંત્ર્ય સ્વીકારવું જોઈએ કે જેથી સંયમની વૃદ્ધિ થાય? માટે કેવા સાધુ ગુરુપદને યોગ્ય છે ? તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
गुणवं च गुरु सुत्ते, जहत्थगुरुसद्दभायणं इ8ो । इयरो पुण विवरीओ गच्छायामि जं भणिअं ॥१६८॥ गुणवांश्च गुरुः सूत्रे यथार्थगुरुशब्दभाजनमिष्टः ।
इतरः पुनर्विपरीतो, गच्छाचारे च यद् भणितम् ॥१६८॥ અન્વચાઈ -
૨ સુરે=અને સૂત્રમાં, નહાસમાયui= યથાર્થ ગુરુ શબ્દનું ભાજન એવા ગુવં ગુરુ= ગુણવાન ગુરુ, રૂકો ઈષ્ટ છે. રૂચ=ગુણ વગરના ગુરુ પુકિવળી, વિવરીમ=વિપરીત છે કુગુરુ છે, નં જે કારણથી છાયામ માગં ગચ્છાચારમાં કહેવાયું છે. ગાથાર્થ :
અને સૂત્રમાં યથાર્થ “ગુરુ' શબ્દનું ભાજન એવા ગુણવાન ગુરુ, ઇષ્ટ છે. વળી, ગુણ વગરનો ગુરુ કુગુરુ છે, જે કારણથી “ગચ્છાચાર'માં કહેવાયું છે. II૧૬૮II