________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૧ થી ૧૭૫
૨૩૩ प्यमानोऽर्थो न कदाचिद्विपर्ययभाग् भवतीत्येवमेष विशेष्यत इत्येवंभूतो गुरुः श्रद्धयः ॥ (उपदेशરહી I૫૦ગા) ભાવાર્થ - ગુરુપદને યોગ્ય ગુરુના ગુણો :
૧. પ્રવજ્યાયોગ્ય ગુણો વડે પ્રવજ્યા પ્રાપ્ત ઃ જે સાધુએ પ્રવ્રજ્યાને યોગ્ય ગુણો કેળવીને દીક્ષાની અધિકારિતા મેળવી હોય અને ત્યારપછી પ્રવ્રજ્યા ગ્રહણ કરેલ હોય, તો તેમને પ્રાયઃ પ્રવજ્યા સમ્યમ્ પરિણમન પામે છે અને એવા સાધુ ગુરુપદને પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે.
૨. સદા ગુરુકુળવાસઃ વળી, પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી સદા ગુરુકુળવાસમાં રહીને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા જેણે પ્રાપ્ત કરી હોય એવા સાધુ ગુરુપદને માટે યોગ્ય છે.
૩. અક્ષતશીલપણું પણ સમ્યગૂઃ વળી, સંયમ ગ્રહણ કર્યા પછી વ્રતોમાં અસ્મલિત શીલપણું જે સાધુમાં સભ્ય વર્તે છે તે સાધુ ગુરુપદને યોગ્ય છે, અન્ય નહિ. અહીં “અક્ષતશીતત્વમ સભ્ય" થી એ કહેવું છે કે અભવ્ય કે ચરમાવર્ત બહારના જીવો પણ નવરૈવેયકમાં જાય છે તેની પૂર્વે નિરતિચાર ચારિત્ર પાળે છે, પરંતુ તે “અક્ષતશીલપણું સમ્યગુ નથી; જ્યારે ગુરુપદને યોગ્ય એવા સાધુમાં તો સંસારના ઉચ્છેદનું કારણ બને એવું યતનાપૂર્વક સેવાયેલું અક્ષતશીલપણું સમ્યગુ છે. તે બતાવવા માટે કહ્યું કે અક્ષતશીલપણું પણ સમ્યગું જોઈએ, અભવ્યાદિ જેવું અસમ્યગું નહિ.
૪. ક્ષમાઃ સંયમ ગ્રહણ કર્યા પછી ક્ષમાના પરિણામવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૫. શમ : સંયમ ગ્રહણ કર્યા પછી કષાયોના શમનના પરિણામવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૬. દમ: સંયમ ગ્રહણ કર્યા પછી ઇન્દ્રિયોનું દમન કરનારા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૭. તત્ત્વજ્ઞપણુંઃ જે તત્ત્વને જાણનારા હોય છે અર્થાત્ સંયમ ગ્રહણ કરીને પોતાને શું સાધવાનું છે તેના પરમાર્થને જાણનારા હોય, એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૮. સૂત્રનો અભ્યાસઃ સંયમ ગ્રહણ કર્યા પછી સૂત્રના અભ્યાસી હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૯. સત્ત્વહિતમાં રક્તપણુંઃ જીવોના હિતમાં રક્ત હોય છે=ઉદ્યમવાળા હોય, એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૦. મહાન પ્રવચનવત્સલતા : ભગવાનના પ્રવચન પ્રત્યે અત્યંત ભક્તિ હોય, જેના કારણે ભગવાનના પ્રવચનનું ક્યાંય માલિન્ય ન થાય, પ્રવચનથી વિપરીત આચરણા ન થાય કે પ્રવચનથી વિપરીત પ્રરૂપણા ન થાય તેવા પ્રકારની યતનાવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.
૧૧. ભવ્ય જીવોનું અનુવકપણું : ભવ્ય જીવોને યોગ્ય જીવોને યોગમાર્ગમાં સમ્યમ્ રીતે પ્રવર્તન કરાવે તેવા સાધુ ગુપદને યોગ્ય છે.
૧૨. પરમધીરપણું : પરમધારતાવાળા હોય અર્થાત્ કોઈપણ જાતના વિષમ સંયોગોમાં પોતાના યોગમાર્ગને ક્યાંય આંચ ન આવે તેવી ધીરતાવાળા હોય એવા સાધુ ગુરુપદને યોગ્ય છે.