________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૬-૧૬૭
૨૨૩
ગાથા :
कालंमि संकिलिटे, छक्कायदयावरो वि संविग्गो । जयजोगीणमलंभे, पणगन्नयरेण संवसइ ॥१६६॥ काले संक्लिष्टे षट्कायदयापरोऽपि संविग्नः ।
यतयोगिनामलाभे पञ्चकान्यतरेण संवसति ॥१६६॥ ગાથાર્થ :
કાળ સંલિષ્ટ હોતે છતે ચતયોગીના અલાભમાં=સંવિગ્ન ગીતાર્થના અલાભમાં, છ કાયમાં દયાપર પણ સંવિગ્ન સાધુ પંચક અન્યતર સાથે પાસત્થા આદિ પાંચમાંથી કોઈ એક સાધુ સાથે, સંવાસ કરે. ll૧૬ઠ્ઠા
* છાયાવરો વિ માં ‘પિ' થી એ કહેવું છે કે છકાયમાં દયાવાળો એવો પણ સાધુ શિથિલાચારી સાથે વસે. એથી એ પ્રાપ્ત થાય કે છકાયમાં દયાવાળા નથી તેવા સાધુ તો શિથિલાચારી સાથે વસે, પણ તેવા સંયોગોના કારણે છકાયમાં દયાવાળા પણ સાધુ શિથિલાચારી સાથે વસે. ભાવાર્થ :- ગીતાર્થના અલાભમાં પાસત્થા આદિ સાથે અગીતાર્થસાધુને સંવાસ કરવાનું વિધાન:
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ગીતાર્થના અલાભમાં પણ અગીતાર્થ સાધુએ એકાકી વિચરવું જોઈએ નહિ, પરંતુ જનઅપવાદના ભયથી શાસ્ત્રમાં આ વિધિ વ્યવસ્થિત છે. તે વિધિ બતાવે છે
અગીતાર્થ આરાધક સાધુને વિષમકાળના કારણે ગીતાર્થસાધુનો લાભ ન થાય ત્યારે તે અગીતાર્થ આરાધક સાધુ શાસ્ત્રવચન અનુસાર છકાયની દયાને અનુકૂળ ઉચિત યતના કરે, સંવેગની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે અને પાસત્થા આદિ પાંચમાંથી કોઈ એક સાધુ સાથે વસે.
આનાથી એ ફલિત થાય કે અગીતાર્થ સાધુને એકાકી વિહારનો સર્વથા નિષેધ છે. કોઈ ગીતાર્થ સાધુ ન મળે તો શિથિલાચારી સાધુ સાથે રહીને પણ પોતાના સંયમની રક્ષા કરે, એ પ્રકારની શાસ્ત્રજ્ઞા છે; અને વિહાર કરતાં કોઈ ગીતાર્થ સાધુનો લાભ થાય તો પાસત્થા આદિનો ત્યાગ કરીને ગીતાર્થ સાધુ સાથે વસે, તેમ “ઉપદેશ રહસ્ય'માં કહેલ છે. ./૧૬દી અવતરણિકા :
ગાથા-૧૫૬ થી ૧૬૩ સુધી સ્થાપન કર્યું કે “ર યામિન્ના' સૂત્ર ગીતાર્થને આશ્રયીને નિપુણ સહાયના અભાવમાં એકાકી વિહારની અનુજ્ઞા આપે છે. ત્યાં પ્રશ્ન થાય કે તેવા સંયોગોમાં ગીતાર્થ ‘ યાત્સfમન્ના' સૂત્રથી એકાકી વિહાર કરે તો ગુરુકુળવાસના ત્યાગની પ્રાપ્તિ થાય, અને ગુરુકુળવાસનો ત્યાગ હોવાથી ગુરુ આજ્ઞાની આરાધનારૂપ યતિનું સાતમું લક્ષણ તે ગીતાર્થ સાધુમાં ઘટશે નહિ. તેથી “ર યામિ' સૂત્રને આશ્રયીને શાસ્ત્રવચન અનુસાર ગીતાર્થ સાધુ એકાકી વિચરે છે ત્યારે પણ ભાવથી ગુરુકુળવાસનો ત્યાગ નથી, તે બતાવવા અર્થે કહે છે –