________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૧-૧૬૨-૧૬૩-૧૬૪-૧૬૫
૨૨૧
વળી, ચોમાસા સિવાયના શેષકાળમાં કોઈ એક સમુદાયમાં પાંચ સાધુથી ઓછો સમુદાય હોય, અને તેમાં એક પણ ગીતાર્થ સાધુ ન હોય અર્થાત્ બધા અગીતાર્થ સાધુ હોય, તો તેને “અસમાપ્ત અજાતકલ્પ કહેવાય.
આ રીતે જાત-અજાત અને સમાપ્ત-અસમાપ્તનો વિભાગ બતાવ્યા પછી (૧) જે સમુદાય અસમાપકલ્પ છે અને (૨) જે સમુદાય અજાતકલ્પછે, તે બને સમુદાયને સામાન્યથી–ઉત્સર્ગથી, કાંઈ આભાવ્ય નથી કંઈ પણ ગ્રહણ કરવું કલ્પતું નથી અર્થાત્ તે ક્ષેત્રમાં રહેલ શિષ્ય, ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ વસ્તુ ગ્રહણ કરવી કલ્પતી નથી, અને જો ઉત્સર્ગથી ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
ગાથા-૧૬૧, ૧૬૨ અને ૧૬૩ ગાથાથી એ ફલિત થાય કે ચોમાસા સિવાય ઓછામાં ઓછા એક ગીતાર્થ સાધુ સહિત પાંચ સાધુએ વિહાર કરવો જોઈએ, અને ચોમાસામાં ઓછામાં ઓછા એક ગીતાર્થ સાધુ સહિત સાત સાધુએ વિહાર કરવો જોઈએ, અને ગીતાર્થ સાધુ વગર વિહાર કરવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તેનાથી શું ફલિત થાય છે તે ગાથા-૧૬૪માં બતાવતાં કહે છે કે અન્ય સાધુને તો ગીતાર્થ વિના એકલા વિહાર કરવાનો અત્યંત નિષેધ છે. તેથી અર્થથી એ ફલિત થાય કે “ર યાત્નમન્ના' સૂત્ર ગીતાર્થ સાધુને પોતાનાથી અન્ય સાધુના લાભની પ્રાપ્તિમાં અંતરાય વિદ્યમાન હોય ત્યારે, આ સૂત્ર ગીતાર્થવિષયવાળું છે, તે પ્રમાણે નિપુણ બુદ્ધિથી વિચારવું જોઈએ; કેમ કે ગીતાર્થના સાંનિધ્ય વગર ઘણા સાધુઓનો સમુદાય હોય તો પણ તેમને વિહરવાનો નિષેધ કરેલ છે. તેથી કોઈપણ કારણે અગીતાર્થ સાધુને એકાકી વિહારની અનુજ્ઞા પ્રાપ્ત થાય નહિ. ફક્ત તેવા સંયોગોમાં અન્ય સાધુની સહાય ન મળતી હોય તો અનન્ય ઉપાયરૂપે માત્ર ગીતાર્થ સાધુ એકાકી વિચરી શકે, તે બતાવવા માટે “યામિના' ત્ર છે. ૧૬૧-૧૬૨-૧૬૩-૧૬૪ll અવતરણિકા :
ગાથા-૧૬૪માં સ્થાપન કર્યું કે કોઈ વિષમ સંજોગોમાં ગીતાર્થ સાધુને અન્ય સાધુની પ્રાપ્તિ થતી ન હોય તો એકલા પણ વિચરે, પરંતુ અગીતાર્થને તો એકલા વિચારવાનો સર્વ સંજોગોમાં નિષેધ જ છે. માટે અગીતાર્થને આશ્રયીને “ર યાત્નમના' સૂત્ર નથી. ત્યાં પ્રશ્ન થાય કે જેમ ગીતાર્થને કોઈ નિપુણ સહાય ન મળે તો એકાકી વિચરે, તેમ અગીતાર્થને પણ જો નિપુણ સહાય મળે તેમ ન હોય તો શું કરે? તે બતાવવા કહે છે –
ગાથા :
इक्कस्स पुणो तस्स वि, विसमे काले तहा वि ण विहरे । (गीतस्य पुनोऽलाभेऽपि विसमे काले एगागि ण विहरे ।) जणअववायभयाओ ववढिओ एस तंतंमि । ॥१६५॥ गीतस्य पुनोऽलाभेऽपि विषमे काले एकाकी न विहरेत् । जनापवादभयाद् व्यवस्थित एष तन्त्रे ॥१६५॥
* ગાથાનો પૂર્વાર્ધ અશુદ્ધ ભાસે છે, તેથી ઉપર કૌંસમાં પાઠ સુધારીને અર્થ કરેલ છે. પાઠશુદ્ધિ મળતી નથી.