________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૯-૧૭૦
૨૨૯
द्देशके ॥ तथा "इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतंसंसार-कंतारं अणुपरियट्टिसु १ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअटुंति २ ।" 'परित्त' त्ति परिमिता वर्तमाने काले विराधकमनुष्याणां संख्येयत्वात् । “इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरियट्टिसंति ३ । इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंसु १ ॥ इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुपन्नकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंति २ ॥ इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइस्संति ३ ॥” इति नन्दिसूत्रे ॥ इत्येवं विलोक्याचार्योपाध्यायप्रवर्तकगणावच्छेदकादिना मोक्षार्थिना भगवदा-ज्ञया आगमार्थो निरूपणीयः, न स्वमत्या, तथात्वेऽनन्तसंसारावारिति । માથા ઇન્દ્રઃ (અછાવાર વા: ર૭) ભાવાર્થ - ગુણરહિત ગુરુ તત્ત્વથી કુગુરુ :
પૂર્વગાથામાં કહેલ કે “ગુણસંપન્ન ગુરુ” જ “ગુરુ” શબ્દને યોગ્ય છે, અન્ય નહિ. તેની પુષ્ટિરૂપે આ “ગચ્છાચાર'ની ગાથા છે, અને “ગચ્છાચાર'ના વચનથી એ અર્થ પ્રાપ્ત થાય કે જેમ તીર્થંકર, યોગ્ય જીવોને યોગમાર્ગમાં પ્રવર્તાવીને કલ્યાણનું કારણ બને છે, તેમ તીર્થકર સમાન સૂરિ પણ યોગ્ય જીવોને યોગમાર્ગમાં પ્રવર્તાવીને કલ્યાણનું કારણ બને છે; અને તે તીર્થકર જેવા સૂરિ કોણ છે? તે બતાવવા માટે કહ્યું કે “જેઓ જિનમતનું સમ્યફ પ્રકાશન કરે છે, તે સૂરિ તીર્થકર સમાન છે.”
આનાથી એ પ્રાપ્ત થાય કે જિનમતનું સમ્યફ પ્રકાશન કરનાર સૂરિ “ગુરુ” શબ્દના ભાજન છે, અને જેઓ “સૂરિપદને પામ્યા છે પરંતુ ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરે છે, અર્થાત સમ્યફ જિનમતનું પ્રકાશન કરતા નથી, પણ જિનમતનું યથાતથા પ્રકાશન કરે છે, તેઓ સત્પરુષ નથી, પરંતુ પુરુષાધમ છે, અને તેવા આચાર્ય ગુરુપદને યોગ્ય નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ જિનમતનું સમ્યક પ્રકાશન કરનારા ગીતાર્થ સૂરિનો આશ્રય કરવો જોઈએ કે જેથી કલ્યાણની પરંપરા થાય; છતાં તેમને છોડીને જેઓ ભગવાનની આજ્ઞા અનુસાર આચાર નહિ પાળનારા અને જિનમતનું સમ્યફ પ્રકાશન નહિ કરનારા આચાર્યના ગચ્છમાં રહીને તેમની આજ્ઞા પ્રમાણે આચાર પાળે છે, તેઓમાં ગુરુ આજ્ઞાઆરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ નથી, એ પ્રકારે યતિના સાતમા લક્ષણ સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે.
આ ગાથા “ગચ્છાચાર પન્નાની છે અને તેની ટીકા અહીં આપેલી છે, જે ગચ્છાચારના વક્તવ્યને સામે રાખીને લખાયેલી છે, અને તે ઉપયોગી હોવાથી અહીં આપેલી છે. આમ છતાં યતિના સાતમા લક્ષણ સાથે આ ગાથાનો અર્થ જે રીતે સંગત થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે અહીં તે રીતે ભાવાર્થ લખેલ છે. ૧૬મા
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા સૂરિ પુરુષાધમ છે. તેથી હવે કેવા પ્રકારના સૂરિઓ પુરુષાધમ છે, તે બતાવવા કહે છે –