________________
૧૭૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨૧-૧૨૨
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ કરતાં સંયમગુણથી અધિક એવા સાધુમાં નક્કી ગુણનો રાગ હોય. તેથી હવે સુસાધુ કઈ રીતે ગુણરાગમાં યત્ન કરે છે, તે બતાવે છે – ગાથા :
गुणवुड्डीइ परग्गय-गुणरत्तो गुणलवं पि संसेइ । तं चेव पुरो काउं, तग्गयदोसं उवेहेइ ॥१२१॥ गुणवृद्ध्यै परगतगुणरक्तो गुणलवमपि शंसति ।
तमेव पुरस्कृत्य तद्गतदोषमुपेक्षते ॥१२१॥ ગાથાર્થ :
પરગત ગુણોમાં રક્ત એવા સાધુ, ગુણવૃદ્ધિ માટે ગુણલવની પણ અલ્પગુણની પણ પ્રશંસા કરે છે, તેને જ ગુણલવને જ આગળ કરીને, તર્ગત દોષની ગુણવત્તાનમાં રહેલા દોષની, ઉપેક્ષા કરે છે. ll૧૨૧ાા
ભાવાર્થ :
ભાવથી સંયમવાળા સાધુને મોક્ષ પ્રત્યે અત્યંત પક્ષપાત હોય છે અને તેના કારણે મોક્ષના ઉપાયભૂત ગુણો પ્રત્યે અત્યંત પક્ષપાત હોય છે. આવા સાધુ શક્તિના પ્રકર્ષથી ગુણોમાં યત્ન કરે છે, તોપણ એટલામાત્રથી તેમને સંતોષ થતો નથી. તેથી પરગત કોઈપણ મોક્ષને અનુકૂળ ગુણો દેખાય તો પોતાનામાં તે ગુણો આવિર્ભાવ પામે, અને તે ગુણોની પોતાનામાં વૃદ્ધિ થાય તે માટે પરના ગુણલવની પણ અનુમોદના કરે છે, કેમ કે ગુણોની અનુમોદનાના કાળમાં વર્તતા ગુણોના પક્ષપાતના ભાવના કારણે ગુણવૃદ્ધિમાં પ્રતિબંધક એવાં પોતાનાં કર્મોની નિર્જરા થાય છે, જે ગુણવૃદ્ધિનું કારણ બને છે. આથી આવા સાધુ પરમાં રહેલા નાના પણ ગુણને આગળ કરીને તેનામાં રહેલા દોષોની ઉપેક્ષા કરે છે.
આશય એ છે કે સામાન્યથી જીવનો સ્વભાવ જ એવો છે કે પરગત દોષો જોઈને તેના પ્રત્યે દ્વેષ થાય, પરંતુ પરગત દોષો જોઈને તે જીવ પ્રત્યે દ્વેષ થાય તો તેવા દોષો જન્માંતરમાં પોતાને પ્રાપ્ત થાય છે, અને પરગત ગુણોને જોઈને તેના પ્રત્યે રાગ થાય તો જન્માંતરમાં તેવા ગુણોની પ્રાપ્તિ પોતાને થાય છે. તેથી મોક્ષના અર્થી સાધુએ પરમાં અલ્પ પણ ગુણ દેખાય તો તેને જ આગળ કરીને તેની પ્રશંસા કરવી જોઈએ, અને ગુણવાનમાં રહેલા દોષોની ઉપેક્ષા કરવી જોઈએ. |૧૨||
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે પરગત દોષની ઉપેક્ષા કરીને ગુણવૃદ્ધિ માટે સાધુ પરમાં રહેલા નાના ગુણની પણ પ્રશંસા કરે છે. તેમાં વીરભગવાનનું દૃષ્ટાંત બતાવે છે –