________________
૧૭૨
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૨૩-૧૨૪
ગાથા :
तो च्चिय किइकम्मे, अहिगिच्चालंबणं सुअब्भुदयं । गुणसो वि अहिगओ, जं भणियं कप्पभासंमि ॥ १२३॥ एतस्मादेव कृतिकर्माधिकृत्यालम्बनं स्वभ्युदयम् । गुणलेशोप्यधिगतो, यद् भणितं कल्पभाष्ये ॥ १२३ ॥
ગાથાર્થ ઃ
આ જ કારણથી=ગુણવૃદ્ધિ માટે સાધુ પરગત દોષની ઉપેક્ષા કરીને પરગત ગુણલવની પ્રશંસા કરે છે આ જ કારણથી, કૃતિકર્મને આશ્રયીને=સાધુની વંદનક્રિયાને આશ્રયીને, સુઅભ્યુદયવાળું આલંબન ગુણલેશ પણ સ્વીકારાયું છે, જે કારણથી ‘કલ્પભાષ્ય'માં કહેવાયું છે. ||૧૨૩||
* અહીં સુઅભ્યુદયનો સમાસ ‘સુંદર અભ્યુદય છે જેનાથી તે સુઅભ્યુદય' એમ કરીને આલંબનનું વિશેષણ ગ્રહણ કરવું.
ભાવાર્થ :
ગાથા-૧૨૧માં કહ્યું કે સાધુમાં રહેલો ગુણનો અનુરાગ, તેને કોઈપણ જીવમાં મોક્ષમાર્ગને અનુકૂળ ગુણલેશ દેખાય તો તેનામાં રહેલા દોષોની ઉપેક્ષા કરીને તે અલ્પગુણની પણ પ્રશંસા કરાવે છે. આ જ કારણથી શાસ્ત્રમાં કૃતિકર્મને આશ્રયીને અપવાદ બતાવેલો છે. તે આ રીતે
સંયમી સાધુમાં સાધુના ગુણો દેખાય ત્યારે તેને ઉત્સર્ગથી વંદન કરવાની વિધિ છે. આમ છતાં કોઈ સાધુમાં પ્રમાદઆદિ દોષ વર્તતા હોય, તેથી તેનામાં સંયમનો પરિણામ નથી તેમ નક્કી થાય તોપણ, તે સાધુમાં મોક્ષમાર્ગને અનુકૂળ જે કાંઈ થોડા ગુણો દેખાય, તે ગુણોનું આલંબન લેવું તે પોતાના માટે સુઅભ્યુદયનું કારણ છે. તેથી શાસ્ત્રકારે તે પ્રમાદી સાધુમાં રહેલો ગુણલેશ પણ અપવાદથી વંદન યોગ્ય સ્વીકારેલ છે અર્થાત્ તે પ્રમાદી સાધુમાં મોક્ષમાર્ગને અનુકૂળ રહેલા કોઈપણ ગુણને સામે રાખીને વંદન કરવામાં આવે તો વંદન કરનારને માટે તે ગુણોનું આલંબન અભ્યુદયનું કારણ છે અર્થાત્ પોતાનામાં ગુણવૃદ્ધિનું કારણ છે. ૧૨૩॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી ‘કલ્પભાષ્ય’માં કહ્યું છે. તેથી કલ્પભાષ્યની ગાથા કહે છે
ગાથા :
दंसणनाणचरितं तवविणयं जत्थ जत्तिअं पासे । जिणपन्नत्तं भत्ती, पूअए तं तहिं भावं ॥ १२४॥ दर्शनज्ञानचारित्रं तपो विनयं यत्र यावत्पश्येत् । जिनप्रज्ञप्तं भक्त्या पूजयेत्तं तत्र भावम् ॥१२४॥