________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૮-૧૪૯
૨૦૩
આ કથનમાં ભાવાચાર્ય તીર્થકર સમાન છે તેમ બતાવ્યું. તેથી એ ફલિત થાય કે ભાવાચાર્ય અને તીર્થકરના ભાવોનો પરસ્પર સંવેધ છે. તેથી ગાથા-૧૪૬માં કહ્યું કે તીર્થકર અને ભાવાચાર્યના ભાવોનો પરસ્પર સંવેધ હોવાને કારણે ગાથા-૧૪૭માં આ કહ્યું છે=“કાર્યાન્તરના ગમનમાં વિશેષ કાર્યનો પ્રતિબંધ નથી” એ કહ્યું છે, એ વાત સંગત થાય છે. ૧૪૮ અવતરણિકા :
ભાવસાધુનું સાતમું લક્ષણ ગુરુ આજ્ઞાનું પાલન છે. તેની પુષ્ટિ કરતાં ગાથા-૧૩૭માં ધર્માચાર્યનો પ્રતિકાર દુષ્કર છે તેમ બતાવ્યું, અને ગાથા-૧૩૮માં ધર્માચાર્યની આજ્ઞાના ઉલ્લંઘનમાં દોષો પ્રાપ્ત થાય છે અને તેમની આજ્ઞાના પાલનમાં ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું, અને ગાથા-૧૩૯માં ગુરુ આજ્ઞાના પાલનમાં કયા કયા ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું. તેથી વિચારકને એમ લાગે કે ગુરુકુળવાસમાં રહીને ગુણવાનને પરતંત્ર થવાથી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય, પરંતુ જે ગુણથી પૂર્ણ છે તેઓએ શા માટે ગુરુકુળવાસમાં રહીને ગુણવાનને પરતંત્ર રહેવું જોઈએ ? એ બતાવવા અર્થે કહે છે –
ગાથા :
गुणपुण्णस्स वि वुत्तो, गोअमणाएण गुरुकुले वासो । विणयसुदंसणरागा, किमंग पुण वच्चमिअरस्स ॥१४९॥ गुणपूर्णस्याप्युक्तो गौतमज्ञातेन गुरुकुले वासः ।
विनयसुदर्शनरागात्किमङ्ग पुनर्वाच्यमितरस्य ॥१४९॥ અવયાર્થ :
Turquor#=ગુણપૂર્ણને પણ=ગુણપૂર્ણ એવા સાધુને પણ, જોગમUTIFU=ગૌતમસ્વામીના દષ્ટાંતથી વિયસુવંસT=વિનયનું પાલન અને સુદર્શનનો રાગ થતો હોવાથી, ગુરુને વાસી વૃત્તો ગુરુકુળમાં વાસ કહેવાયો છે. વિમંગ પુળ વચ્ચમિસર=વળી, ઇતરનું શું કહેવું?=વળી, ઇતરને તો અવશ્ય ગુરુકુળમાં વાસ કરવો જોઈએ. ગાથાર્થ :
ગુણપૂર્ણને પણ ગૌતમસ્વામીના દૃષ્ટાંતથી વિનયનું પાલન અને સુદર્શનનો રાગ થતો હોવાથી ગુરુકુળમાં વાસ કહેવાયો છે. વળી, ઇતરનું શું કહેવું ? ll૧૪લા ભાવાર્થ - ગુણથી પૂર્ણ એવા ગૌતમ આદિ મહામુનિઓને પણ ગુરુકુળવાસથી થતો ઉપકાર :
ગૌતમસ્વામી ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વી હતા. તેમને ગુરુના સાનિધ્યથી જ જ્ઞાનાદિની વૃદ્ધિ થાય તેવું ન હતું, છતાં તેમણે ગુરુકુળવાસ છોડ્યો નથી. તેમના દષ્ટાંતથી ગુણપૂર્ણ એવા સાધુને પણ ગુરુકુળમાં વાસ કરવાનું શાસ્ત્રમાં કહેવાયું છે; કેમ કે ગુણવાન એવા ગુરુની આજ્ઞામાં રહેવાથી વિનયનું પાલન થાય છે. વળી ગુણપૂર્ણ એવા પણ સાધુને ગુણસંપન્ન એવા ગુરુના દર્શનમાં રાગ હોય છે. તેથી ગુણવાન સાધુ ગૌતમસ્વામીનું દષ્ટાંત લઈને અવશ્ય ગુરુકુળવાસમાં રહે છે. ગૌતમસ્વામી ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વી હોવા છતાં