________________
૨૧૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૫૭-૧૫૮
માટે ગીતાર્થતા આવશ્યક છે. તેથી ‘ર યામિન્ના' સૂત્ર વિશેષ વિષયવાળું છે અર્થાત્ ગીતાર્થ વિષયવાળું છે, તેમ પૂર્વગાથા સાથે સંબંધ છે.
અહીં વિશેષ એ છે કે અસપત્નયોગ એટલે જે કાળે જે યોગ સેવવાથી અધિક નિર્જરા થાય તે કાળે તે યોગને સેવવામાં આવે તો તે યોગ અન્ય યોગનો વિરોધી નથી; અને અધિક નિર્જરાના કારણને બદલે અલ્પ નિર્જરાના કારણભૂત એવા અબળવાન યોગને સેવવામાં આવે તો તે યોગ બળવાન યોગનો વ્યાઘાતક હોવાથી સપત્નયોગ છે. વળી, સપત્નયોગનું સેવન અવિવેકથી થાય છે અને અવિવેકથી કરાયેલી પ્રવૃત્તિ ચારિત્રશુદ્ધિનું કારણ થાય નહિ; અને અગીતાર્થ સાધુ કયો યોગ મારી શુદ્ધિનું કારણ બનશે અને કયો યોગ મારી શુદ્ધિનું કારણ બનશે નહિ તેનો નિર્ણય કરી શકે નહિ. તેથી અગીતાર્થને ગીતાર્થની નિશ્રાથી જ ચારિત્રની શુદ્ધિ સંભવે. માટે અગીતાર્થને આશ્રયીને “ર યામિન્ના' સૂત્ર નથી. ૧૫૭
અવતરણિકા :
ગાથા-૧૫૭માં “ “ર યાત્તમન્ના' સૂત્ર ગીતાર્થવિષયક છે એમ બતાવીને હવે “અગીતાર્થ પાપનું વિવર્જન કરી શકે નહિ અને કામમાં અનાસક્ત રહી શકે નહિ” તે દશવૈકાલિકના વચનથી બતાવીને અને “અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ કર્યો છે” તે બતાવીને “ર યાત્નમન્ના' સૂત્ર અગીતાર્થવિષયક નથી તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
णागीओ 'अन्नाणी, किं काहि' च्चाइवयणओ णेओ । अवियत्तस्स विहारो, अवि य णिसिद्धो फुडं समए ॥१५८॥ “નારીતો’ ‘વજ્ઞાની ઉર્વ ઋરિષ્યતિ ?' રૂત્યવિવવતો રેયઃ | अव्यक्तस्य विहारोऽपि च निषिद्धः स्फुटं समये ॥१५८॥
અન્વયાર્થ :
‘મના ર્વિવાદિચ્ચારૂવયો =અજ્ઞાની શું કરશે? ઇત્યાદિ વચનથી, જાગો નેગો=અગીતાર્થ ન જાણવો=અગીતાર્થ પાપનું વર્જન કરે અને કામમાં અનાસક્ત રહે એમ ન જાણવું; =અને
વયર=અગીતાર્થનો, વિહાર-વિહાર, વિકપણ, સમકશાસ્ત્રમાં, પુસ્પષ્ટ, સિતો નિષિદ્ધ છે. (તેથી ‘નયામળા' સૂત્ર અગીતાર્થને આશ્રયીને સંગત નથી.) I/૧૫૮ ગાથાર્થ :
અજ્ઞાની શું કરશે ? ઇત્યાદિ વચનથી અગીતાર્થ પાપનું વર્જન કરે અને કામમાં અનાસક્ત રહે એમ ન જાણવું અને અગીતાર્થનો વિહાર પણ શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે. ll૧૫૮