________________
૨૧૦
યતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૫૬
ગાથા :
जं पुण 'न यालभिज्जा', इच्चाईसुत्तमेगचारित्ते । तं पुण विसेसविसयं, सुनिउणबुद्धीहि दट्ठव्वं ॥१५६॥ यत्पुनः 'न च चालभेत्' इत्यादिसूत्रमेकचारित्वे ।
तत्पुनविशेषविषयं, सुनिपुणबुद्धिभिर्द्रष्टव्यम् ॥१५६॥ ગાથાર્થ :
જે વળી “વ યામિન્ના' ઇત્યાદિ સૂત્ર એકાકી વિહારમાં છે, તે સુનિપુણ બુદ્ધિ વડે વિશેષ વિષયવાળું જાણવું. I૧૫ડ્યા
ભાવાર્થ :
દશવૈકાલિકસૂત્રમાં “ર યાત્નમન્ના' સૂત્ર આ પ્રમાણે છે"न चालभेत् निपुणं सहायं गुणाधिकं वा गुणतः समं वा ।। પોર પાપન વિવર્નયન વિયેત્ સામેશ્વરમાન: " (વૈવાતિસૂત્ર બીજી ચૂલિકા ગા. ૧૦) તેનો અર્થ આ પ્રમાણે છે
સાધુ ગુણાધિક અથવા ગુણથી સમાન એવી નિપુણ સહાય ન મેળવે તો પાપને ત્યાગ કરતો અને કામોમાં વિષયોમાં, આસક્ત નહિ થતો એકલો પણ વિહરે.
સમુદાયમાં તપ-સંયમમાં ઉઘત સાધુઓ ન હોય તો, પોતાનાથી અધિક ગુણવાળા સાધુઓ ન મળે અને પોતાની સમાન ગુણવાળા સાધુઓ પણ ન મળે તેવું બને. તે સમુદાયમાં સુસાધુની નિપુણ સહાય નથી, ત્યારે સુસાધુ વિષયોમાં અનાસક્ત રહેતો અને પાપોનો ત્યાગ કરતો એકાકી પણ વિહરે.
દશવૈકાલિકસૂત્રના આ વચનથી ભિક્ષાઆદિની શુદ્ધિ અર્થે કોઈ સાધુ એકાકી વિચરે તો કોઈ વિરોધ નથી; કેમ કે ગચ્છમાં નિર્દોષ ભિક્ષા માટે યત્ન કરનારા સાધુઓ નથી. આ પ્રકારની કોઈને મતિ થાય, તેને સામે રાખીને ગ્રંથકાર કહે છે: “ર યામિન્ના' સૂત્રમાં એકાકી વિહારનું કહેવાયું છે તે સર્વ સાધુ માટે નથી, પરંતુ વિશેષ વિષયવાળું છે અર્થાત્ ગીતાર્થસાધુના વિષયવાળું છે, એ વાત સુનિપુણ બુદ્ધિથી જોવી.
આશય એ છે કે દશવૈકાલિકસૂત્રમાં “પાપનો ત્યાગ કરતો અને કામોમાં અનાસક્ત રહેતો સાધુ એકાકી વિચરે” તેમ કહ્યું છે. તેનો નિપુણ બુદ્ધિથી વિચાર કરવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે ગીતાર્થ સિવાય અન્ય સાધુ ગીતાર્થની સહાય વગર પાપનું વર્જન કરી શકે નહિ અને કામમાં અનાસક્ત રહી શકે નહિ. તેથી દશવૈકાલિકસૂત્રમાં “પાપને વર્જતો અને કામમાં અનાસક્ત રહેતો સાધુ એકાકી વિચરે” તેમ કહ્યું, તેનાથી અર્થથી એ નક્કી થાય છે કે આ સૂત્ર ગીતાર્થને આશ્રયીને છે, સર્વ સાધુને આશ્રયીને નથી, અને આ વાત નિપુણ બુદ્ધિથી વિચારવી જોઈએ. ll૧૫દી