________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૫૩-૧૫૪-૧૫૫
તેવી રીતે ગચ્છરૂપી સમુદ્રમાં સુવિહિત સાધુઓની સારણાદિક પ્રેરણાથી ક્ષોભ પામેલા જે સાધુઓ સારણાદિની પીડારહિત સુખે રહેવાના અભિલાષથી ગચ્છને છોડે છે, તેઓ માછલાની જેમ વિનાશ પામે છે; કેમ કે પાણી વિના જેમ માછલા રહી શકે નહિ તેમ સારણાદિ વિના સંયમનો પરિણામ રહી શકે નહિ. તેથી સંયમના પરિણામ વગરના સાધુ દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિરૂપ વિનાશને પામે છે. ૧૫૩-૧૫૪॥
૨૦૮
અવતરણિકા :
ગાથા-૧૫૩-૧૫૪માં એકાકી વિહારથી સાધુ નાશ પામે છે તેનું સ્થાપન ઓઘનિર્યુક્તિના વચનથી કર્યું. હવે આચારાંગસૂત્રના વચનથી ગુરુકુળવાસમાં દોષોથી બચાય છે, તે બતાવવા માટે કહે છે
-
ગાથા :
'
भणिआ आयारंमि वि, दिट्ठा दोसेण णावरियन्ति । ‘તદ્દિી' ફજ્વાદ્-વવળો ગુરુનું મુi भणिता आचाराङ्गेऽपि दृष्टा दोषेण नाऽऽव्रियन्ते । तद्दृष्ट्या' इत्यादिवचनतो गुरुकुलं गुरुकम् ॥ १५५ ॥
॥
અન્વયાર્થ :
આયામિ વિ=આચારાંગમાં પણ, 'તદ્દિી' ફન્નાફ-વવળઓ=‘તદૃષ્ટિથી' ઇત્યાદિ વચનથી, વિટ્ટા=ગુરુ વડે જોવાયેલા સાધુઓ, રોમેળ દોષથી, બાવરિયન્તિ=આવરણ પામતા નથી. (કૃતિ=એ પ્રમાણે) મળિઆ=કહેવાયા છે—સાધુઓ દોષથી આવરણ પામતા નથી એ પ્રમાણે કહેવાયા છે. (તતઃ–તેથી) ગુરુવુાં ગુરુગ્રં=ગુરુકુળવાસ શ્રેષ્ઠ છે.
ગાથાર્થ :
આચારાંગમાં પણ, ‘તદૃષ્ટિથી’ ઈત્યાદિ વચનથી, ગુરુ વડે જોવાયેલા સાધુઓ, દોષથી આવરણ પામતા નથી એ પ્રમાણે કહેવાયા છે. તેથી ગુરુકુળવાસ શ્રેષ્ઠ છે. ||૧૫૫
ભાવાર્થ :- ગુરુકુળવાસમાં થતા લાભોનું સ્વરૂપ :
સુધર્માસ્વામી કહે છે કે એકલા વિહાર કરનાર અવ્યક્તને=અગીતાર્થને સતત દોષો થાય છે અને આચાર્યની પાસે રહેનારને ઘણા ગુણો થાય છે. આચાર્યની પાસે રહેનારા સાધુએ શું કરવું જોઈએ તે खायारांगसूत्रमां "तद्दिट्ठीए तम्मोत्तीए तप्पुरक्कारे तस्सण्णी तण्णिवेसणे जयंविहारी चित्तणिवाई પંથભિન્નારૂં પત્તિવાહિરે પાસીય પાળે છેન્ના'' આ પ્રમાણે છે
(i) તવિઠ્ઠીર્ - જે આચાર્યની પાસે સાધુ વર્તતા હોય તે આચાર્યની દૃષ્ટિથી—તે આચાર્યના સૂચનથી હેય-ઉપાદેયમાં સતત પ્રયત્ન કરવો જોઈએ, જેથી ઉચિત પ્રવૃત્તિ ક૨વાથી ગુણની વૃદ્ધિ થાય અને અનુચિત પ્રવૃત્તિ ન કરવાથી દોષો અટકે.