________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૫૩-૧૫૪
૨૦૭
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે એકાકી વિહાર દ્વારા સાધુ નાશ પામે છે, એ પ્રમાણે ઓઘનિર્યુક્તિમાં કહેવાયું છે. એ ઓઘનિર્યુક્તિની ગાથા બતાવે છે – ગાથા :
जह सागरंमि मीणा, संखोहं सागरस्स असहंता । निति तओ सुहकामी, निग्गयमित्ता विणस्संति ॥१५३॥ यथा सागरे मीनाः संक्षोभं सागरस्यासहमानाः । निर्गच्छन्ति ततः सुखकामिनो निर्गतमात्रा विनश्यन्ति ॥१५३॥ एवं गच्छसमुद्दे, सारणमाईहिं चोइआ संता । निति तओ सुहकामी, मीणा व जहा विणस्संति ॥१५४॥ एवं गच्छसमुद्रे, सारणादिभिश्चोदितास्सन्तः ।
निर्गच्छन्ति ततः सुखकामिनो मीना इव यथा विनश्यन्ति ॥१५४।। ગાથાર્થ :
જે પ્રમાણે સાગરના ક્ષોભને નહિ સહન કરતા સુખની કામનાવાળા સાગરમાં રહેલા માછલાઓ, તેનાથી સાગરથી નીકળે છે, અને નીકળેલા માત્ર વિનાશ પામે છે, એ રીતે ગચ્છરૂપ સમુદ્રમાં સારણાદિ વડે પ્રેરણા કરાયેલા છતાં સુખકામનાવાળા સાધુ, તેનાથીeગચ્છથી નીકળે છે. અને માછલાની જેમ તે પ્રકારે વિનાશ પામે છે=જેમ માછલા પાણી વગર વિનાશ પામે છે, તે પ્રકારે સારણાદિ વગર તે સાધુઓ સંચમના પરિણામ વગરના થાય છે. ll૧૫૩-૧૫૪
* ગાથા-૧૫૪માં “જી વન વિસંતિ' છે તેના સ્થાને “પી તી વિપત્તિ' પાઠ હોવો જોઈએ. ટીકા - ___ यथा 'सागरे' समुद्रे 'मीनाः' मत्स्याः संक्षोभं सागरस्य असहमाना निर्गच्छन्ति ततः समुद्रात् 'सुखकामिनः' सुखाभिलाषिणो, निर्गतमात्राश्च विनश्यन्ति ॥
एवं गच्छसमुद्रे सारणा एव वीचयस्ताभिस्त्याजिताः सन्तो निर्गच्छन्ति ततो गच्छसमुद्रात्सुखाમિત્તાવિ મીના રૂવ મીના યથા તથા વિના . (ગોપનિ. મા. ૨૭-૨૨૮) ભાવાર્થ -
સમુદ્રમાં ભરતી વગેરે આવે છે ત્યારે ક્ષોભ થાય છે, અને તે ક્ષોભથી વ્યાકુળ થયેલા માછલાઓ સુખની કામનાથી સમુદ્રને છોડીને બહાર નીકળે છે અને સમુદ્રથી બહાર નીકળવા માત્રથી વિનાશ પામે છે; કેમ કે પાણી વગર માછલાઓ જીવી શકે નહિ.