________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૫૦-૧૫૧
૨૦૫
ઉચિત બાહ્ય આચરણા નિર્જરાના પરિણામને પેદા કરવામાં સહાયક છે અને અનુચિત બાહ્ય આચરણા કર્મબંધને અનુકૂળ પરિણામ પેદા કરવામાં સહાયક છે. તેથી નિર્જરાના અર્થી સાધુ ગુરુકુળવાસમાં રહીને શાસ્ત્રઅધ્યયન દ્વારા સંવેગની વૃદ્ધિ કરી શકતા હોય તો તથાવિધ સંયોગને વશ બાહ્ય આચારનું પાલન સમ્યફ ન થાય તો પણ અંતઃવૃત્તિ સંવેગના પરિણામથી નિર્જરા થાય છે, અને સમ્યફ યતનાપરાયણ સાધુને વિપરીત બાહ્ય આચરણાથી લેશ પણ કર્મબંધ થતો નથી. તેથી કલ્યાણના અર્થી સાધુએ શાસ્ત્રમાં બતાવેલા કુળવધૂના દૃષ્ટાંતથી ગુરુકુળવાસ છોડવો જોઈએ નહિ. ll૧૫oll અવતરણિકા -
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે કુળવધૂના દષ્ટાંતથી સાધુએ ગુરુકુળવાસ મૂકવો જોઈએ નહિ. તે કથનને પુષ્ટ કરવા માટે ગુરુકુળવાસમાં સાધુને કયા કયા લાભો થાય છે, તે બતાવે છે –
ગાથા :
खंताइगुणुक्करिसो, सुविहियसंगेण बंभगुत्ती य । गुरुवेयावच्चेण य, होइ महाणिज्जरालाहो ॥१५१॥ क्षान्त्यादिगुणोत्कर्षः, सुविहितसङ्गेन ब्रह्मगुप्तिश्च ।
गुरुवैयावृत्त्येन च, भवति महानिर्जरालाभः ॥१५१॥ ગાથાર્થ :
સુવિહિતના સંગથી=શાસ્ત્રવિધિ અનુસાર ઉચિત ચતનાપરાયણ એવા સાધુઓના સંગથી, ક્ષમાદિ ગુણોનો ઉત્કર્ષ થાય છે અને બ્રહ્મગુમિનું પાલન થાય છે, અને ગુરુની વૈયાવચ્ચ કરવાથી=અધિક ગુણવાળા સાધુઓની વૈયાવચ્ચ કરવાથી, મહાનિર્જરાનો લાભ થાય છે. I૧૫૧થા ભાવાર્થ :- ગુરુકુળવાસમાં થતા ગુણોનું સ્વરૂપ ઃ
પૂર્વગાથામાં બતાવ્યું કે ગુરુકુળવાસમાં દેશનાદિ દ્વારા સંવેગની વૃદ્ધિ થાય છે. તેની જેમ ગુરુકુળવાસમાં રહેવાથી અન્ય કયા કયા લાભો થાય છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે
ગુરુકુળવાસમાં વસતા સાધુઓ ભગવાને બતાવેલ વિધિ પ્રમાણે ક્રિયાઓ કરનારા હોય છે. તેથી તેઓના સંગથી ગુરુકુળવાસમાં વસનાર સાધુના ક્ષમાદિ ગુણોનો ઉત્કર્ષ થાય છે, કેમ કે સુવિહિત સાધુઓમાં વર્તતા ક્ષમાઆદિ ગુણોને જોઈને પોતાને પણ ક્ષમાઆદિ ગુણોમાં યત્ન કરવાનો ઉત્સાહ થાય છે. તેથી તેઓના સાંનિધ્યથી પોતાનામાં પણ ક્ષમાઆદિ ગુણો વૃદ્ધિ પામે છે.
વળી, સુવિહિત સાધુઓ બ્રહ્મચર્યને સ્થિર કરવા માટે બ્રહ્મચર્યની વાડોના પાલનમાં અતિશય યત્ન કરતા હોય છે. તેથી તેઓના સંગથી તેઓનો બ્રહ્મચર્યની વાડોના પાલનમાં કરાતો યત્ન જોઈને ગુણવાન સાધુને બ્રહ્મચર્યની વાડોના પાલનમાં યત્ન કરવાનો ઉત્સાહ થાય છે. તેથી ગુરુકુળમાં રહેલા સાધુને બ્રહ્મગુપ્તિની પ્રાપ્તિ થાય છે.