________________
૨૦૪
તિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૯-૧૫૦
ભગવાન સાથે રહેતા હતા અને ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરીને વિનયનું પાલન કરતા હતા. તેમને ગુણથી પૂર્ણ એવા ભગવાનના દર્શન પ્રત્યે રાગ હતો અને વળી તે રાગ ભગવાનને પરતંત્ર રહેવાથી પુષ્ટ બનતો હતો, જે ગૌતમસ્વામી માટે પરમકલ્યાણનું કારણ હતું. તેથી ગુણપૂર્ણ એવા પણ ગૌતમસ્વામીને ગુણવાન ગુરુનું પાતંત્ર્ય કલ્યાણનું કારણ બન્યું, તેમ ગુણપૂર્ણ એવા સાધુને પણ ગુણવાન ગુરુનું પાતંત્ર્ય કલ્યાણનું કારણ છે, તો પછી જે સાધુ હજુ ગુણથી પૂર્ણ નથી, તેવા સાધુએ તો વિશેષ કરીને ગુરુકુળવાસનું સેવન કરવું જોઈએ; કેમ કે ગુણવાનના પાતંત્ર્યના સ્વીકારથી જ ગુણોની વૃદ્ધિ થાય છે. માટે ભાવસાધુ હંમેશાં ગુણવાન ગુરુની આજ્ઞાને પરતંત્ર હોય છે. એ/૧૪લી અવતરણિકા -
પૂર્વમાં દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે ગુણથી પૂર્ણ એવા ગુણવાન સાધુએ પણ ગુરુકુળવાસ છોડવો જોઈએ નહિ. તેની પુષ્ટિ કરવા અર્થે હવે બાહ્ય આચારોમાં ક્વચિત્ દોષો સેવવા પડતા હોય તો પણ સાધુએ ગુરુકુળવાસ છોડવો જોઈએ નહિ, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
ण य मोत्तव्वो एसो, कुलवधुणाएण समयभणिएणं । बज्झाभावे वि इहं, संवेगो देसणाईहिं ॥१५०॥ न च मोक्तव्य एष कुलवधूज्ञातेन समयभणितेन ।
बाह्याभावेऽपीह संवेगो देशनादिभिः ॥१५०॥ ગાથાર્થ :
અને શાસ્ત્રમાં કહેવાયેલા કુળવધૂના દષ્ટાન્તથી બાહ્યના અભાવમાં પણ=બાહ્ય આચરણાના સમ્યફ પાલનના અભાવમાં પણ, આ=ગુરુકુળવાસ મૂકવો જોઈએ નહિ સાધુએ ગુરુકુળવાસનો ત્યાગ. કરવો જોઈએ નહિ.
કેમ ગુરુકુળવાસનો ત્યાગ કરવો જોઈએ નહિ? તેથી કહે છેઅહીં ગુરુકુળવાસમાં દેશનાદિથી સંવેગ થાય છે. ll૧૫ના
* “રેશનાલિમિ:' માં માઃિ' પદથી ગીતાર્થ ગુરુ આદિથી સારણા-વારણાદિકથી સંવેગની પ્રાપ્તિ થાય છે અને અન્ય સાધુઓના સંયમપાલનને જોઈને પણ સંવેગની પ્રાપ્તિ થાય છે, તે સર્વનું ગ્રહણ કરવું. ભાવાર્થ :| ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેવાથી શાસ્ત્રઅધ્યયનથી, ગુણવાનની ભક્તિથી અને સારણા-વારણાદિકની પ્રાપ્તિથી સંવેગનો પરિણામ પ્રગટે છે, પ્રગટેલો સંવેગનો પરિણામ વૃદ્ધિવાળો થાય છે અને પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ બને છે. તેથી સમુદાયમાં ઘણા સાધુ હોવાથી ક્વચિત્ નિર્દોષ ભિક્ષાઆદિ બાહ્ય આચારનું સમ્યક પાલન ન થાય તો પણ કોઈ દોષ નથી; કેમ કે બાહ્ય આચારો કર્મબંધ પ્રત્યે કે નિર્જરા પ્રત્યે સાક્ષાત્ કારણ નથી, પરંતુ જીવનો પરિણામ કર્મબંધ પ્રત્યે કે નિર્જરા પ્રત્યે સાક્ષાત કારણ છે. વળી,