________________
૨૦૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૪૮
ગાથા :
भावस्स हु णिक्खेवे, जिणगुरुआणाण होइ तुल्लत्तं । सरिसं णासा भणियं, महाणिसीहंम्मि फुडमेयं ॥१४८॥ भावस्य खलु निक्षेपे, जिनगुर्वाज्ञयोर्भवति तुल्यत्वम् ।
सदृशं न्यासाद् भणितं, महानिशीथे स्फुटमेतत् ॥१४८॥ ગાથાર્થ :
ભાવના નિક્ષેપામાં જ જિન અને ગુરુની આજ્ઞાનું તુલ્યપણું છે. મહાળિસીમિ=મહાનિશીથમાં, પાસ ન્યાસથી=ભાવનિપાના ન્યાસથી, પર્વ મા આજ્ઞા=જિન અને ગુરુની આજ્ઞા, હુડમ્ સરિd ભાયં સ્પષ્ટ સદશ કહેવાયેલી છે. ll૧૪૮
* અહીં ગાથાર્થના ઉત્તરાર્ધમાં અર્થ શબ્દ માઇi ના અર્થમાં છે, તેથી ગાથામાં નપુંસકલિંગ ગ્રહણ કરેલ છે, અને માdi નો અર્થ આજ્ઞા થાય છે અને તે ગુજરાતીમાં સ્ત્રીલિંગમાં લખાય છે, તેથી ગાથામાં
” શબ્દ નપુંસકલિંગ હોવા છતાં “આજ્ઞા એ પ્રમાણે સ્ત્રીલિંગમાં લખેલ છે.
ભાવાર્થ - ભાવાચાર્યની અને તીર્થંકરની આજ્ઞાનું તુલ્યપણું :
મહાનિશીથસૂત્રમાં ચાર નિક્ષેપા બતાવીને ભાવનિક્ષેપાને આશ્રયીને જે ગુરુ છે તેમની અને તીર્થંકરની આજ્ઞા સમાન છે તેમ બતાવેલ છે. મહાનિશીથસૂત્રનાં તે વચનો આ પ્રમાણે છે.
___ “से भयवं तित्थयरसंतियं आणं नाइक्कमिज्जा उदाहु आयरियसंतियं ? गोयमा ! चउव्विहा आयरिआ पण्णत्ता, तं०-नामायरिया १ ठवणायरिया २ दव्वायरिया ३ भावायरिया य ४ । तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेर्सि संतियं आणं नाइक्कमिज्ज"त्ति । (महानिशीथ सूत्र अ.५)
મહાનિશીથસૂત્રમાં પ્રશ્ન કર્યો કે તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ ? કે આચાર્યની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ ? આનો ઉત્તર આપતાં ભગવાને કહ્યું કે “હે ગૌતમ ! ચાર પ્રકારના આચાર્યો છે: ૧. નામાચાર્ય
૨. સ્થાપનાચાર્ય ૩. દ્રવ્યાચાર્ય
૪. ભાવાચાર્ય આ ચાર આચાર્યોમાં જેઓ ભાવાચાર્ય છે તેઓ તીર્થકર સમાન જ જાણવા. તેથી તેમની આજ્ઞાનું અતિક્રમણ કરવું જોઈએ નહિ.
આ કથનથી એ ફલિત થાય કે ભાવાચાર્ય અને તીર્થકર બન્નેની આજ્ઞા સમાન છે. ભાવાચાર્યની આજ્ઞા તીર્થકરની આજ્ઞાથી ક્યારેય વિપરીત હોતી નથી. આથી ભાવાચાર્યને તીર્થંકરની સમાન કહ્યા છે. ભાવાચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ, તેમ બતાવીને એ કહેવું છે કે તીર્થકરની આજ્ઞા અને ભાવાચાર્યની આજ્ઞા એક છે.