________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૫૭
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે “ન યાતમિન્ના સૂત્ર વિશેષ વિષયવાળું છે અને નિપુણ બુદ્ધિથી જોવું.” તેથી હવે નિપુણ બુદ્ધિથી તે સૂત્રને જોવામાં આવે તો તે સૂત્ર વિશેષ વિષયવાળું કઈ રીતે પ્રાપ્ત થાય છે, તે બતાવે છે
-
ગાથા :
पावं विवज्जयंतो, कामेसु तहा असज्जमाणो अ । तत्थुत्तो एसो पुण, गीयत्थो चेव संभवइ ॥१५७॥ पापं विवर्जयन् कामेषु तथाऽसञ्जमानश्च ।
तत्रोक्त एष पुनः गीतार्थ एव सम्भवति ॥१५७॥
૨૧૧
ગાથાર્થ :
પાપને વર્જન કરતો અને કામમાં અનાસક્ત રહેતો, ત્યાં=‘ન યાજ્ઞમિન્ના' સૂત્રમાં, કહેવાયેલો= એકાકી વિહારનો અધિકારી કહેવાયેલો, વળી, આ=પાપને વર્જન કરતો અને કામમાં અનાસક્ત રહેતો એવો એકાકી વિહારનો અધિકારી સાધુ, ગીતાર્થ જ સંભવે છે. ll૧૫૭ના
ભાવાર્થ :- પાપનું વર્જન અને અસંગભાવ ગીતાર્થને જ સંભવિત :
‘ન યામિષ્ના’ સૂત્રમાં એકાકી વિહારના અધિકારી સાધુનાં બે વિશેષણો આપ્યાં છે - (૧) પાપનું વર્જન કરતા સાધુ (૨) વિષયોમાં અનાસક્ત રહેતા સાધુ.
પાપનું વિવર્જન કરવું એટલે ભગવાનના વચન અનુસાર મન, વચન અને કાયાના યોગોને ઉચિત પ્રવૃત્તિમાં યતનાપૂર્વક પ્રવર્તાવીને સંયમના કંડકોની વૃદ્ધિ માટે યત્ન કરવો.
વિષયોમાં અનાસક્ત રહેવું એટલે પાંચે ઇન્દ્રિયોને સંવૃત રાખીને વીતરાગતાને અનુકૂળ સંવેગની વૃદ્ધિ માટે યત્ન કરવો.
જે સાધુ ગીતાર્થ નથી તે શાસ્ત્રવચનનું અવલંબન લઈને બાહ્ય નિર્દોષ ભિક્ષાચર્યામાં યત્ન કરે કે ચારિત્રની પડિલેહણ આદિની ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરે તે સંભવે; પરંતુ મન, વચન અને કાયાને સંવૃત રાખીને યોગમાર્ગમાં સુદૃઢ યત્ન કરવા માટે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આદિમાં યત્ન કરી શકે નહિ. તેથી બાહ્ય રીતે આચારો શુદ્ધ પાળતા હોય તોપણ સંવેગના પરિણામ વગર સાધુ સંયમનું રક્ષણ કરી શકે નહિ કે સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે નહિ.
વળી, બાહ્ય રીતે સાધ્વાચાર સારા પાળતા હોય તોપણ ભગવાનના વચન અનુસાર ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષારૂપ ઉચિત બળવાન યોગને ગૌણ કરીને અને નિર્દોષ ભિક્ષાચર્યાઆદિ અબળવાન યોગને સેવનાર તે સાધુ અસપત્નયોગવાળા નથી, તેથી ભાવથી ચારિત્રી નથી. જ્યારે ગીતાર્થ સાધુ તો જે યોગ બળવાન હોય તે યોગને તે કાળે સેવીને અસપત્નયોગની આરાધના કરે છે, અને જે સાધુ અસપત્નયોગને આરાધી શકે તે સાધુ પાપનું વર્જન કરી શકે અને કામનો ત્યાગ કરી શકે. અસપત્નયોગને આરાધવા