________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૫૫-૧૫૬
(ii) તમ્મોત્તીર્ - આચાર્યે સૂચન કર્યા પ્રમાણે કોઈ પદાર્થ પ્રત્યે રાગભાવ ન થાય અને કોઈ પદાર્થ પ્રત્યે સંગભાવ ન થાય તે રીતે સાધુએ મુક્તિથી—નિર્લેપતાથી સદા યત્ન કરવો જોઈએ.
૨૦૯
(iii) તળુવારે - સર્વકાર્યમાં આચાર્યને આગળ કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ=કોઈપણ કાર્ય કરવું હોય તો આચાર્યને પૂછવું અને આચાર્ય જે પ્રમાણે કહે તે પ્રમાણે સર્વ કાર્ય કરવાં.
(iv) તKળી – તેમની સંજ્ઞાવાળા થવું અર્થાત્ આચાર્યની સંજ્ઞા=આચાર્યનું જ્ઞાન તાન= આચાર્યના સર્વ કાર્યમાં થવું જોઈએ અર્થાત્ આચાર્યના જ્ઞાન પ્રમાણે સર્વ કાર્યો કરવાં જોઈએ, પરંતુ સ્વમતિથી કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. આશય એ છે કે કોઈપણ કાર્યવિષયક આચાર્યને પૃચ્છા કરી હોય અને આચાર્યે જે વિધિપૂર્વક તે કાર્ય કરવાનું કહ્યું હોય તે વિધિ પ્રમાણે જ તે કાર્ય થવું જોઈએ, પણ સ્વમતિ પ્રમાણે તે કાર્યવિષયક કોઈ યત્ન કરવો જોઈએ નહીં.
(v) તળિયેસળે - તેનું=ગુરુનું નિવેસળસ્થાન છે જેને એવો આ−તાિવેશને=સદા ગુરુકુળવાસી થાય, સદા ગુરુની સાથે વસનારો થાય, પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણે વસનારો ન થાય. ગુરુકુળવાસમાં વસતો સાધુ કેવો થાય તે બતાવે છે
(vi) નયંવિહારી - યતનાપૂર્વક વિહરણ કરવાના સ્વભાવવાળો થાય અર્થાત્ પ્રત્યુપેક્ષણાદિ સર્વ ક્રિયાઓ યતનાપૂર્વક કરવાવાળો થાય.
(vii) વિત્તળિવાડું - ચિત્ત એટલે આચાર્યનો અભિપ્રાય, તેમના અભિપ્રાયથી ક્રિયામાં પ્રયત્ન કરવાના સ્વભાવવાળો થાય અર્થાત્ સર્વક્રિયાઓ આચાર્યના અભિપ્રાય અનુસાર જ કરે.
(viii) પંથખિન્નારૂં - ગુરુ કોઈ કાર્ય માટે ગયા હોય તો તેઓના આગમનને જોનારો થાય અર્થાત્ ગુરુના આગમનનો સમય થાય અને ગુરુ આવે ત્યારે ગુરુની ઉચિત ભક્તિ અર્થે ઊભો થઈને સર્વકૃત્યો કરે. (ix) પત્તિવાહિરે - કાર્ય ન હોય ત્યારે ગુરુના અવગ્રહની બહાર બેસે, જે ઉચિત વિનયરૂપ છે. (x) पासिय पाणे गच्छेज्जा ઇર્યાસમિતિપૂર્વક જાય.
કોઈક કાર્ય માટે ગુરુ વડે મોકલાયેલો, પ્રાણીઓને જોતો
-
આ પ્રકારના આચારાંગના વચનથી આચાર્યની સાથે વસવાથી સંયમવિરાધનાદિ કોઈ દોષો થતા નથી અને ઘણા ગુણો થાય છે. તેથી સાધુને માટે ગુરુકુળવાસ શ્રેષ્ઠ છે, તે પ્રમાણે આચારાંગના વચનથી નક્કી થાય છે. ૧૫૫||
અવતરણિકા :
ઓઘનિર્યુક્તિ અને આચારાંગસૂત્રના વચનથી સ્થાપન કર્યું કે ગુરુકુળવાસમાં સંયમ સુરક્ષિત રહે છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં નિપુણ સહાય ન મળે તો એકલા પણ વિહારની અનુજ્ઞા છે. તેથી કોઈ સાધુ સમુદાયમાં નિર્દોષ ભિક્ષા આદિનું પાલન ન થતું હોય તો સંયમની શુદ્ધિ અર્થે ગચ્છને છોડીને એકાકી વિહાર કરે તો શું વાંધો ? એ શંકાના નિવારણ અર્થે એકાકી વિહારને કહેનાર સૂત્ર ગીતાર્થ વિષયક જ છે, તે બતાવવા અર્થે કહે છે .