________________
૨૦૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૫૧-૧૫૨
વળી, સુવિહિત સાધુઓના ગચ્છમાં દીર્થસંયમપર્યાયને પાળીને ઘણી ગુણસંપત્તિને પામેલા અનેક વડીલ ગુરુઓ હોય છે, અને તેઓની ભક્તિ કરવાથી ગુરુકુળવાસમાં વસનાર સાધુને સ્વશક્તિ અનુસાર વૈયાવચ્ચ કરવાનો ઉત્સાહ થાય છે, અને તેવા ગુણવાન સાધુઓની વૈયાવચ્ચ કરીને મહાનિર્જરાની પ્રાપ્તિ કરે છે. આ રીતે અનેક ગુણોનું સ્થાન સુવિહિત સાધુઓના સમુદાયરૂપ ગુરુકુળવાસ છે. માટે કલ્યાણના અર્થી સાધુએ કુળવધૂના દષ્ટાંતથી ગુરુકુળવાસ છોડવો જોઈએ નહિ, એ પ્રમાણે પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૫૧
અવતરણિકા :
સુવિહિતોના સમુદાયરૂપ ગુરુકુળવાસમાં રહેવાથી કયા કયા લાભો થાય છે તે ગાથા-૧૫૦-૧૫૧માં બતાવ્યું. હવે તેવા ગુણના સમુદાયવાળા ગચ્છનો ત્યાગ કરવામાં શું શું અનર્થો થાય છે તે બતાવીને સુવિહિતના સમુદાયરૂપ ગુરુકુળવાસનો ત્યાગ સુસાધુએ કરવો જોઈએ નહિ, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
मूढो इमस्स चाए, एएहिं गुणेहि वंचिओ होइ । एगागिविहारेण य, णस्सइ भणिअं च ओहंमि ॥१५२॥ मूढोऽस्य त्यागे एतैर्गुणैर्वञ्चितो भवति । एकाकिविहारेण च, नश्यति भणितं चौघे ॥१५२॥
ગાથાર્થ :
મૂઢ હિતાહિતનો વિચાર કરવામાં મોહ પામેલા સાધુ, આના ત્યાગમાં ગુણશાળી ગુરુકુળવાસના ત્યાગમાં, આ ગુણો વડે ગાથા-૧૫૦-૧૫૧માં બતાવાયા એ ગુણો વડે, વંચિત થાય છે, અને એકાકી વિહાર વડે નાશ પામે છે; અને ઓઘમાં ઓઘનિયુક્તિમાં કહેવાયું છે ‘એકાકી વિહાર દ્વારા સાધુ નાશ પામે છે' એમ કહેવાયું છે. ઉપરા ભાવાર્થ - ગુરુકુળવાસના ત્યાગથી થતા દોષો :
સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ તત્ત્વને જોવામાં મૂઢ છે અને માત્ર બાહ્ય આચારની શુદ્ધિમાં તત્ત્વને જોનાર છે, તેવા સાધુ ગુણસંપન્ન એવા ગુરુકુળવાસનો ત્યાગ કરીને નિર્દોષ ભિક્ષામાં યત્ન કરે છે; પરંતુ સમુદાયમાં થતા સંવેગની વૃદ્ધિને અને ક્ષમાદિ ગુણોને જોતા નથી. આવા સાધુ ગુરુકુળવાસનો ત્યાગ કરીને ક્ષમાદિ ગુણોથી અને સંવેગની વૃદ્ધિથી વંચિત રહે છે અને આ રીતે ગાથા-૧૫૧-૧૫૨માં બતાવેલા લાભથી વંચિત થયેલા સાધુ માત્ર સ્થૂલ આચારમાં રત રહીને એકાકી વિહાર કરે છે, અને તેના કારણે નાશ પામે છે અર્થાત્ સાધુપણું નષ્ટ થવાથી ભાવથી સંયમનો નાશ થાય છે. માત્ર બાહ્ય આચરણા કોઈ કલ્યાણનું કારણ બનતી નથી અને એકાકી વિહારથી તે સાધુ કઈ રીતે નાશ પામે છે તે વાત ઓઘનિયુક્તિમાં કહેલ છે. તે ઘનિર્યુક્તિનું કથન ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ll૧૫રી.