________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૪૬-૧૪૭-૧૪૮
આશય એ છે કે તીર્થંકર અને ભાવાચાર્ય એ બન્નેના ભાવોનો પરસ્પર સંવેધ છે અર્થાત્ “જે તીર્થંકર કહે છે તે ભાવાચાર્ય કહે છે અને જે ભાવાચાર્ય કહે છે તે તીર્થંકર કહે છે.” આ પ્રકારનો તીર્થંકર અને ભાવાચાર્યના ભાવોનો સંવેધ છે, અને આવો સંવેધ હોવાના કારણો =આ=ગાથા૧૪૭-૧૪૮માં કહેવાશે એ શાસ્ત્રમાં કહેવાયેલું છે. ૧૪૬॥
અવતતરણિકા :
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે તીર્થંકરની આજ્ઞા અને ભાવાચાર્યની આજ્ઞાનો પરસ્પર સંવેધ હોવાને કારણે આ=વક્ષ્ય=આગળમાં કહેવાયું છે. તેથી તે વક્ષ્યમાણ કથનને જ ગાથા-૧૪૭-૧૪૮થી બતાવે છે –
ગાથા :
जिणकप्पाइपवित्ती, गुरुआणाए विरोहिणी न जहा । तह कज्जंतरगमणे, विसेसकज्जस्स पडिबंधो ॥ १४७॥ जिनकल्पादिप्रवृत्तिर्गुर्वाज्ञाया विरोधिनी न यथा ।
तथा कार्यान्तरगमने, विशेषकार्यस्य प्रतिबन्धः ॥ १४७॥
'
૨૦૧
ગાથાર્થ ઃ
જે પ્રમાણે જિનકલ્પાદિની પ્રવૃત્તિ ગુરુઆજ્ઞાની વિરોધી નથી, તે પ્રમાણે કાર્યાન્તરગમનમાં વિશેષ કાર્યનો પ્રતિબંધ=નિષેધ નથી. ||૧૪ll
* ગાથાના પૂર્વાર્ધમાં રહેલા 'ન' નું યોજન ઉત્તરાર્ધ સાથે પણ છે.
ભાવાર્થ :
ગુરુની આજ્ઞા લઈને જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીઆદિ સાધુઓ જિનકલ્પાદિની ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તે સર્વ પ્રવૃત્તિવિષયક ગુરુને પૃચ્છા કરતા નથી, તોપણ તેઓની જિનકલ્પાદિની આચરણાઓ ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી ગુરુઆજ્ઞાથી વિરોધી નથી, પણ ગુરુઆજ્ઞાના પાલનરૂપ જ છે. તે રીતે ગુરુએ બતાવેલ અન્ય કાર્ય અર્થે સાધુ જતા હોય ત્યારે માર્ગમાં જતાં ગ્લાનની વૈયાવચ્ચરૂપ વિશેષ કાર્ય પ્રાપ્ત થાય તો તેનો પ્રતિબંધ થતો નથી અર્થાત્ ગુરુએ પૂર્વે બતાવેલા કાર્યના કારણે ગ્લાન સાધુની વૈયાવચ્ચનું કાર્ય કરવાનો નિષેધ પ્રાપ્ત થતો નથી. વળી, ગ્લાન સાધુની વૈયાવચ્ચના કાર્ય અર્થે રોકાઈ જાય તેના કારણે ગુરુએ બતાવેલ કાર્ય વિલંબથી થાય કે કદાચ ન પણ થાય, તોપણ ગુરુઆજ્ઞાનો ભંગ થતો નથી. વસ્તુતઃ ગુરુની ભાવઆજ્ઞાનું પાલન થાય છે; કેમ કે ગુરુની ભાવઆજ્ઞા ઉચિતકાળે ઉચિતપ્રવૃત્તિ કરવારૂપ છે, અને માર્ગમાં જતાં ગ્લાન સાધુની વૈયાવચ્ચ કરવી તે ઉચિતકાર્યરૂપ હોવાથી ત્યારે ગ્લાનની વૈયાવચ્ચ કરવામાં આવે તો ગુરુની ભાવઆજ્ઞાનું પાલન થાય છે. ૫૧૪૭ગા
અવતરણિકા :
ગાથા-૧૪૬ના ઉત્તરાર્ધમાં કહેલ કે ઇતર ઇતરના ભાવના સંવેધના કારણે આ કહેવાયેલું છે. તેથી હવે ઇતર ઇતરના ભાવના સંવેધને બતાવે છે
-