________________
૧૯૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૪૫
ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ગુરુઆજ્ઞાનો ત્યાગ કરાય છતે ભગવાનની આજ્ઞાનો ત્યાગ થયો. તે કથનમાં ગ્રંથકારને ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં કહેલ ગ્રામભોજી અને નરપતિના દષ્ટાંતનું સ્મરણ થયું અને તેની સાથે સ્થૂલદષ્ટિથી પૂર્વના કથનનો વિરોધ જણાયો. છતાં પરમાર્થથી વિરોધ નથી તે બતાવવા માટે ગાથાના પૂર્વાર્ધમાં શંકા કરી કે જો ગુરુઆજ્ઞાના ભંગમાં ભગવાનની આજ્ઞાનો ભંગ હોય તો ગ્રામભોજી અને નરપતિનું દષ્ટાંત જે ઓઘનિર્યુક્તિમાં આપેલ છે તે સંગત થાય નહિ. આ પ્રકારની શંકા કરીને ગાથાના ઉત્તરાર્ધથી ઉત્તર આપે છે કે અપાત્રના વિષયમાં ગુરુ આજ્ઞાના ભંગમાં તીર્થકરની આજ્ઞાનો ભંગ છે.
આશય એ છે કે જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન ગુરુને પરતંત્ર રહેતા નથી તે સાધુ સર્વ આચારના મૂળભૂત એવી ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે, અને તેવા સાધુ સ્વછંદમતિથી નિર્દોષ ભિક્ષાઆદિના અર્થે એકાકી વિચરે તોપણ તે આરાધક નથી; પરંતુ જે સાધુ ગુણવાન ગુરુને પરતંત્ર છે અને ભગવાનની આજ્ઞા અનુસાર ગુણવાન ગુરુની નિશ્રામાં રહીને રત્નત્રયીની વૃદ્ધિ માટે યત્ન કરે છે, તે આરાધક છે. આવા સાધુ ગુણવાન ગુરુની આજ્ઞાથી સાધર્મિકસાધુના કાર્ય અર્થે ગ્રામજોર જઈ રહ્યા હોય, અને ગુણવાન ગુરુએ પણ આ સાધુ ગીતાર્થ છે એમ જાણીને આગાઢ કારણે અર્થાત્ અનિવાર્ય કારણે એકાકી જવાની આજ્ઞા આપેલ હોય ત્યારે માર્ગમાં જતાં શું શું કરવું ઉચિત છે તે સર્વ તે સાધુ ભગવાનની આજ્ઞા અનુસાર કરે છે. તેથી માર્ગમાં જતાં કોઈ ગ્લાન સાધુ એકાકી પ્રાપ્ત થાય અને તેની સંભાળ કરનાર કોઈ ન હોય તો તે વખતે ભગવાનના વચન અનુસાર શું ઉચિત કૃત્ય છે તેનું સ્મરણ કરીને પોતે ઉચિત કૃત્ય કરે છે. આવા સમયે ગુરુને પૃચ્છા કરવાનો અવસર નથી, પરંતુ ઉચિત કૃત્ય કરવાનો અવસર છે. માટે બાહ્યથી જે કાર્ય ગુરુએ સોપેલું તે કાર્યરૂપ આજ્ઞાનું પાલન વિલંબથી થાય કે કદાચ ન પણ થાય, તોપણ ગુરુની ભાવઆજ્ઞાનું પાલન થાય છે; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે “જે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે તે મારી વૈયાવચ્ચ કરે છે.” તેથી માર્ગમાં જતાં જો કોઈ સાધુ ગ્લાન છે એમ જણાય તો ગુરુઆજ્ઞા જે સાધર્મિકસાધુની વૈયાવચ્ચ કરવા જવાની હતી, તેના કરતાં ગ્લાનની વૈયાવચ્ચે કરવાની ભગવાનની આજ્ઞા બળવાન છે, માટે ભૂલથી ગુરુ આજ્ઞાનું પાલન નહિ જણાવા છતાં ગુરુની ભાવઆજ્ઞાનું પાલન છે. વસ્તુતઃ ગુરુની ભાવઆજ્ઞા ઉચિતકાળે ઉચિત પ્રવૃત્તિ કરવાની છે. તેથી ગ્લાનસાધુની વૈયાવચ્ચમાં ગુરુની ભાવઆજ્ઞાનું પાલન છે.
વળી, જે સાધુ ભગવાનની આજ્ઞાનો લોપ કરીને બાહ્ય શુદ્ધ આચરણાને પ્રધાન કરીને સંવેગના અનન્ય ઉપાયરૂપ એવી જ્ઞાનાદિની વૃદ્ધિને ગૌણ કરીને એકાકી વિચરે છે, તેવા સાધુ ચારિત્ર માટે અપાત્ર છે; અને તેવા અપાત્ર સાધુ ગુરુ આજ્ઞાથી નિરપેક્ષ રહીને નિર્દોષ ભિક્ષાચર્યાઆદિ માટે યત્ન કરે તો તેણે ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો તે કહેવાયું છે.
ગ્રંથકારને પ્રામભોજી અને નરપતિના જે દષ્ટાંતનું સ્મરણ થયું, તે આ રીતે છે
કોઈ રાજા યાત્રાએ જવા માટે નીકળ્યો. તેણે સેવકને આજ્ઞા કરી કે અમુક ગામમાં હું રોકાઈશ, માટે તે ગામમાં મારા માટે નિવાસ કરવાના સ્થાનની વ્યવસ્થા કરવી. આથી તે સેવક તે ગામના અધ્યક્ષને રાજાની આજ્ઞા જણાવે છે. ગામના અધ્યક્ષે ગામના માણસોને કહ્યું કે એક નિવાસ રાજા માટે અને એક