________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૪૪-૧૪૫
આથી પંચાશક ૧૧ની ગાથા-૧૪ની અવતરણિકામાં કહેલ કે ભગવાનની આજ્ઞાના પ્રકૃષ્ટપણાના સમર્થન માટે કહે છે અને તેથી એ સિદ્ધ થયું કે ગુરુકુળવાસના અત્યાગરૂપ ભગવાનની આજ્ઞા, તે પ્રકૃષ્ટ આજ્ઞા છે, અને તેનું પાલન થતું હોય તો અન્ય દોષો સેવાતા હોય તોપણ ભગવાનની આજ્ઞાનો ત્યાગ નથી. જોકે અન્ય દોષો સેવવા તે ભગવાનની આજ્ઞા નથી, આમ છતાં પ્રમાદને વશ થઈને દોષો થઈ જતા હોય અને પ્રકૃષ્ટ આજ્ઞાનું પાલન થતું હોય, તો તે સાધુની પ્રવૃત્તિ ઉભયલોકનો નાશ થાય તેવી નથી; પરંતુ જે સાધુ ગુરુકુળવાસને છોડીને નિર્દોષ ભિક્ષાઆદિમાં યત્ન કરતા હોય તેણે ઉભયલોકનો નાશ કરે તેવી પ્રવૃત્તિ કરી છે. માટે ભગવાનની સર્વઆજ્ઞામાં ગુરુકુળવાસની આજ્ઞા પ્રકૃષ્ટ આજ્ઞા છે, તેનું સમર્થન પ્રસ્તુત ગાથામાં કરેલ છે. ૫૧૪૪॥
૧૯૭
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગુરુની આજ્ઞાનો ત્યાગ કરાયે છતે ભગવાનની આજ્ઞાનો ત્યાગ થયો. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં ગ્રામભોજી અને રાજાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તે દૃષ્ટાંતથી એ ફલિત થાય કે ગુરુઆજ્ઞાથી સાધર્મિકસાધુની ભક્તિ આદિના કામ માટે જનાર સાધુ વચ્ચે કોઈ ગામમાં કોઈ ગ્લાન સાધુ કે ગ્લાન પાસસ્થાની વૈયાવચ્ચ માટે રોકાઈ જાય, અને તેના કારણે જે સાધર્મિકસાધુની ભક્તિના કાર્ય અર્થે ગુરુએ જવાની આજ્ઞા કરેલ તેનું પાલન વિલંબથી થાય, કે ન પણ થાય, છતાં ગુરુઆજ્ઞાને છોડીને ગ્લાનની વૈયાવચ્ચ માટે રોકાયેલા તે સાધુને, ગ્રામભોજી અને રાજાના દૃષ્ટાંતથી ઓઘનિર્યુક્તિ ભાષ્યની ૪૩ આદિ ગાથામાં આરાધક કહેલ છે. તેની જેમ નિર્દોષ ભિક્ષાઆદિરૂપ ભગવાનની આજ્ઞાના આરાધન અર્થે કોઈ સાધુ ગુરુકુળવાસ છોડીને એકાકી વિહાર કરે તો તેને પણ આરાધક માનવો જોઈએ, એ પ્રકારની શંકા કરીને તેના નિરાકરણ માટે કહે છે
ગાથા :
नणु एवं कह भणिओ, दिट्टंतो गामभोइनरवइणो । भन्नइ अपत्तविसए, गुरुणो भग्गा न भावाणा ॥ १४५ ॥ नन्वेवं कथं भणितो द्दष्टान्तो ग्रामभोगिनरपतेः । भण्यतेऽपात्रविषये, गुरोर्भग्ना न भावाज्ञा ॥ १४५॥
ગાથાર્થ :
‘નનુ'થી પૂર્વપક્ષી કહે છે- આ રીતે-પૂર્વગાથામાં કહ્યું કે ગુરુની આજ્ઞા જેણે છોડી છે તેણે ભગવાનની આજ્ઞા છોડી છે એ રીતે, ગ્રામભોજી નરપતિનું દૃષ્ટાંત=ગ્રામઅધ્યક્ષ અને રાજાનું દૃષ્ટાંત, હ મળિઓ=કેમ કહેવાયું ? અર્થાત્ ઓઘનિયુક્તિ ગ્રંથમાં કેમ કહેવાયું?
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે
મન=કહેવાય છે=જવાબ અપાય છે. અપત્તવિસ=અપાત્રના વિષયમાં=સ્વછંદ મતિવાળા અપાત્રના વિષયમાં, ગુરુઆજ્ઞાના ભંગમાં તીર્થંકરની આજ્ઞાનો ભંગ કહેવાયો છે, પરંતુ ગ્રામભોજી અને રાજાનું દૃષ્ટાંત કહેવાયું છે તે સ્થાનમાં દ્રવ્યથી ગુરુની આજ્ઞાનું પાલન નહિ હોવા છતાં ગુરુનો મા ન માવાળા=ગુરુની ભાવઆજ્ઞાનો ભંગ નથી. ૧૪૫ણા