________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨૪
૧૭૩
ગાથાર્થ :
જે પાસત્થા આદિમાં જેટલું દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનય દેખાય તેમાંeતે પાસત્થા આદિમાં, જિનપ્રજ્ઞમ એવા તે ભાવને ભક્તિથી પૂજે અર્થાત્ વંદન કરે. II૧૨૪ll ટીકા :
दर्शनं च-निःशङ्कितादिगुणोपेतं सम्यक्त्वं, ज्ञानं च-आचारादि श्रुतं, चारित्रं च-मूलोत्तरगुणानुपालनात्मकं, दर्शन-ज्ञान-चारित्रम्, द्वन्द्वैकवद्भावः । एवं तपश्च-अनशनादि, विनयश्चअभ्युत्थानादिः, तपो-विनयम् । एतद् दर्शनादि 'यत्र' पार्श्वस्थादौ पुरुषे 'यावद्' यत्परिमाणं स्वल्पं बहु वा जानीयात् तत्र तमेव भावं जिनप्रज्ञप्तं स्वचेतसि व्यवस्थाप्य तावत्यैव 'भक्त्या' कृतिकर्मादिलક્ષ યા પૂગત્ ૪પરા (.. માથા ૪૧૫૩). ટીકાર્ય :
વર્ણન -નિઃશંકતાઆદિ ગુણથી યુક્ત સમ્યકત્વ, જ્ઞાન ચ=આચારાદિ ધૃતરૂપ જ્ઞાન અને રાત્રે =મૂલ-ઉત્તરગુણના અનુપાલનરૂપ ચારિત્ર, અને મૂળ ગાથામાં દ્વન્દ્રસમાસ હોવાને કારણે એકવદ્ ભાવ છે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્રનો એકવચનમાં પ્રયોગ છે; એ રીતે=જેમ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં એકવદ્ ભાવ છે તેથી એકવચનમાં પ્રયોગ છે એ રીતે, અનશનઆદિ રૂપ તપ અને અભ્યત્થાનઆદિરૂપ વિનય અર્થાત્ ગુણવાન પ્રત્યે અભુત્થાનઆદિ ક્રિયારૂપ વિનય અને આ બન્નેનો તપ અને વિનય બન્નેનો દ્વન્દ્ર સમાસ હોવાથી “તપો-વિનયમ્' એકવચનનો પ્રયોગ છે; આ દર્શન આદિ જે પાસત્યાદિ પુરુષમાં જેટલા પરિમાણવાળું અર્થાત્ સ્વલ્પ કે ઘણું જણાય, તેમાં=ને પાસત્થામાં, તે જ જિનપ્રજ્ઞતભાવને સ્વચિત્તમાં સ્થાપન કરીને તેટલી જ કૃતિકમંદિરૂપ ભક્તિથી પૂજા કરવી જોઈએ.
* “પાસસ્થાગરિ' માં “માઃિ' શબ્દથી અવસત્ર વગેરેનું ગ્રહણ કરવું.
* “તિમવિતક્ષાયા' માં “ગાદ્રિ' શબ્દથી વસતિ આપવી વગેરેનું ગ્રહણ કરવું. ભાવાર્થ - પાસત્થા આદિ સાધુમાં રહેલા અલ્પગુણને આશ્રયીને વંદનાદિ વિષયક ઉચિત આચરણા:
ગાથા-૧૨૧માં ગ્રંથકારે કહેલ કે સુસાધુ કોઈપણ જીવમાં થોડો પણ ગુણ દેખાય તો તે જીવમાં રહેલા દોષોની ઉપેક્ષા કરીને તેનામાં રહેલા ગુણને આગળ કરીને તેની પ્રશંસા કરે છે. આ કારણથી વંદનને આશ્રયીને પણ ગુણલેશને શાસ્ત્રકારોએ સ્વીકાર્યું છે, એ વાત ગાથા-૧૨૩માં બતાવી. અહીં તેને પુષ્ટ કરવા માટે કલ્પભાષ્યની સાક્ષી આપી છે. કલ્પભાષ્યની ગાથાનો અર્થ એ છે કે કોઈ સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પાસત્થા આદિ ભાવોમાં વર્તતા હોય, આમ છતાં તેના હૈયામાં ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા હોય તો તેમનામાં સમ્યગ્દર્શન ગુણ છે, અને આચારાંગ આદિ શાસ્ત્રો ભણેલો હોય તો સમ્યજ્ઞાન પણ છે, અને મૂળ-ઉત્તરગુણોનું જેટલા અંશમાં પાલન કરતા હોય તેટલા અંશમાં તેનામાં ચારિત્ર પણ છે. વળી, ભગવાનના વચન અનુસાર તપ કે વિનય કરતા હોય તો તેટલા અંશમાં તેનામાં તપ કે વિનયગુણ પણ છે. આ રીતે દર્શન આદિ ગુણોમાંથી જે કોઈપણ ગુણો અલ્પ કે અધિક પ્રમાણમાં તેનામાં હોય, તે ગુણોને લિંગ દ્વારા જાણીને તેને બુદ્ધિમાં ઉપસ્થિત કરીને તેટલી જ વિશેષ ભક્તિથી