________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૩૭-૧૩૮
રાજા વગેરે પણ પોતાને આશ્રિત પ્રજાનું પુત્રની જેમ પાલનપોષણ કરે છે, તેથી વિવેકી જીવ રાજાના વચનનો ક્યારેય પ્રતિકાર કરે નહિ. આ બન્નેના ઉપકાર કરતાં પણ, એકાંતે મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનાર એવા ગુરુના વચનનો વિવેકી જીવ ક્યારેય પ્રતિકાર કરે નહિ; કેમ કે માતા-પિતા કે સ્વામી તો માત્ર આ લોકની અપેક્ષાએ જ ઉપકારી છે, જ્યારે ધર્માચાર્ય એવા ગુરુ તો સર્વજ્ઞના વચન અનુસાર આલોક અને પરલોકમાં એકાંતે હિતકારી થાય એ રીતે યોગમાર્ગમાં શિષ્યને પ્રવર્તાવે છે. તેથી ગુણવાન એવા શિષ્ય ક્યારેય પણ ગુરુના વચનનો પ્રતિકાર કરે નહિ. તેથી એ ફલિત થાય કે ગુણમાં રક્ત એવા મુનિને નિયમથી ગુણવાન ગુરુની આજ્ઞાનું આરાધન હોય છે, એ રીતે પૂર્વગાથા સાથે આ ગાથાનો સંબંધ છે.
૧૮૭
અહીં વિશેષ એ છે કે માતા-પિતા કે ભર્તા આલોકના ઉપકારી હોવાથી તેમના વચનનું ઉલ્લંઘન કરવું વિવેકી જીવને ઉચિત નથી, છતાં જો ધર્મપુરુષાર્થમાં બાધક બને એવી તેમની આજ્ઞા હોય તો વિવેકી જીવ તેમના વચનનું પાલન ન કરે તોપણ કોઈ દોષ નથી; જ્યારે ધર્માચાર્ય એવા ગુરુનું વચન તો એકાંતે આલોક અને પરલોકના હિતને કરનારું છે, તેથી તેમના વચનનો પ્રતિકાર તો ક્યારેય વિવેકી જીવ કરે નહિ. તે બતાવવા માટે અહીં કહ્યું કે માતા-પિતા અને ભર્તા કરતાં વિશેષથી ધર્માચાર્ય એવા ગુરુના વચનનો પ્રતિકાર કરવો ઉચિત નથી. ।।૧૩૭॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે વિશેષે કરીને ધર્માચાર્ય એવા ગુરુનો દુષ્પ્રતિકાર કહેવાયો છે. તેમાં યુક્તિ આપે છે –
ગાથા :
अणवत्थाई दोसा, गुरुआणाविराहणे जहा हुंति ।
हुति य कयन्नुआए, ( कयणुण्णाए ) गुणा गरिट्ठा जओ भणिया ॥ १३८ ॥ अनवस्थादयो दोषा, गुर्वाज्ञाविराधने यथा भवन्ति ।
भवन्ति च कृतज्ञतया ( कृतानुज्ञया) गुणा गरिष्ठा यतो भणिताः ॥ १३८॥
અન્વયાર્થ ઃ
નહા=જે કારણથી મુળવિહળે=ગુરુઆજ્ઞાની વિરાધનામાં અળવસ્થારૂં ઢોસા હુંતિ અનવસ્થાદિ દોષો થાય છે ય=અને નો જે કારણથી વવનુ=કૃતઅનુજ્ઞાથી=પાલન કરાયેલી આજ્ઞાથી, મળિયાકહેવાયેલા, મુળા ગઠ્ઠિા-ગરિષ્ઠ ગુણો, થાય છે, તે કારણથી વિશેષે કરીને ધર્માચાર્ય એવા ગુરુનો દુષ્પ્રતિકાર કહેવાયો છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે.
ગાથાર્થ :
જે કારણથી ગુરુઆજ્ઞાની વિરાધનામાં અનવસ્થાદિ દોષો થાય છે, અને જે કારણથી કૃતઅનુજ્ઞાથી કહેવાયેલા ગરિષ્ઠ ગુણો થાય છે, તે કારણથી વિશેષે કરીને ધર્માચાર્ય એવા ગુરુનો દુષ્પ્રતિકાર કહેવાયો છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૩૮