________________
૧૯૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૪૧-૧૪૨
વળી, ગુણવાન એવા ગીતાર્થના સાંનિધ્યમાં નવું નવું શ્રુતઅધ્યયન થાય છે, જેથી પ્રતિદિન સંવેગની વૃદ્ધિ થાય છે, અને ગુણવાન એવા મહાત્માઓની ભક્તિ કરીને ગુણવૃદ્ધિ થાય છે. તેને બદલે જે સાધુ ગુણવૃદ્ધિના કારણભૂત એવા ગુરુકુળવાસને છોડીને માત્ર ભિક્ષાશુદ્ધિઆદિ બાહ્યઆચારોમાં યત્ન કરે છે, તે સાધુને નવા નવા શ્રુતની પ્રાપ્તિ દ્વારા થનારી સંવેગની વૃદ્ધિનો અભાવ પ્રાપ્ત થાય છે, તેથી તેના સંયમનો નાશ થાય છે. માટે ગુણવાન ગુરુના પરિત્યાગથી શુદ્ધ સાધ્વાચારની ક્રિયા પણ હિતને કરનારી નથી.
જે સાધુ ગુણવાન ગુરુને આજ્ઞાવર્તી છે, તે સાધુ શ્રુતઅધ્યયન અને સ્વાધ્યાયઆદિની વૃદ્ધિમાં ઉપખંભક એવા આધાકર્માદિ દોષોનું સેવન કરે તો પણ ગુણવાન ગુરુની આજ્ઞા અનુસાર તે પ્રવૃત્તિ હોવાથી શાસ્ત્રકારો તે આધાકર્મીને પણ પરિશુદ્ધ કહે છે; કેમ કે તે સંયમવૃદ્ધિનું કારણ બને છે. ૧૪૧ અવતરણિકા :
ગાથા-૧૪૦માં બતાવ્યું કે ગુરુકુળવાસ સર્વગુણના આધારભૂત છે અને ગુરુકુળવાસમાં ભિક્ષાદિદોષો પણ ગુણને કરનારા છે, અને તેની પુષ્ટિ ગાથા-૧૪૧માં કરી. હવે તેને દઢ કરવા માટે કહે છે –
ગાથા :
आयत्तया महागुणो, कालो विसमो सपक्खया दोसा । आइमतिगभंगेण वि, गहणं भणि पकप्पंमि ॥१४२॥ आयत्तता महागुणः, कालो विषमः स्वपक्षजा दोषाः ।
आदिमत्रिकभङ्गेनापि, ग्रहणं भणितं प्रकल्पे ॥१४२।। ગાથાર્થ :
ગાયત્તયા-આધીનતા ગુણવાનની આધીનતા, મહાનગુણ છે, કાળ વિષમ છે, સવપક્ષથી થનારા દોષો છે, પ્રકલ્યગ્રંથમાં પ્રથમના ત્રણ ભાંગાથી પણ ગ્રહણ આહારઆદિનું ગ્રહણ કહેવાયું છે. ll૧૪શા ભાવાર્થ :- ગુણવાન ગુરુના પારર્તવ્યમાં ભિક્ષાદિ દોષોમાં પણ સંયમની શુદ્ધિ :
યોગમાર્ગની નિષ્પત્તિમાં ગુણવાનને આધીન રહેવું એ મહાનગુણ છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન એવા ગુરુને આધીન થવું એ સાધુનો પ્રથમ આચાર છે.
વળી, વર્તમાન કાળ વિષમ છે. તેથી જો ગુણવાનને પરતંત્ર રહેવામાં ન આવે તો કાળના દોષના કારણે પણ સંયમ વિનાશ પામવાનો સંભવ છે. માટે ગુરુકુળવાસમાં રહીને સાધુએ સંયમમાં ઉદ્યમ કરવો જોઈએ.
વળી, વિષમકાળને કારણે સ્વપક્ષથી થનારા દોષો પણ ઘણા છે અર્થાત જો સાધુ ગુરુકુળવાસમાં ન રહે અને એકલવિહારી બનીને નિર્દોષ ભિક્ષા આદિમાં યત્ન કરતા હોય તો સ્વપક્ષના અન્ય પ્રમાદી સાધુઓના નિમિત્તને પામીને પોતાને પણ સંયમમાં શિથિલતાદિ દોષોની પ્રાપ્તિ થાય. માટે સ્વપક્ષના દોષોથી બચવા માટે પણ આરાધક સાધુએ ગુરુકુળવાસનો ત્યાગ કરવો જોઈએ નહિ.