________________
૧૯૦
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૪૦
અવતરણિકા :
ગાથા-૧૩૮માં ગુરુઆજ્ઞાની આરાધનાથી ગરિષ્ઠ ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું અને ગાથા-૧૩૯માં ગુરુઆજ્ઞાથી ગરિષ્ઠ ગુણોની પ્રાપ્તિરૂપ રત્નત્રયીની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે બતાવ્યું. હવે તેની પુષ્ટિ કરવા માટે સંયમના સર્વગુણોનું મૂળ ગુરુકુળવાસ છે તે બતાવીને, ગુરુની આજ્ઞાનું પાલન એકાંતે સર્વગુણોનું મૂળ કારણ છે, તે બતાવવા અર્થે કહે છે .
ગાથા :
सव्वगुणमूलभूओ, भणिओ आयारपढमसुत्तंमि ।
गुरुकुलवासो तत्थ य, दोसा वि गुणा जओ भणिअं ॥ १४०॥ सर्वगुणमूलभूतो, भणित आचारप्रथमसूत्रे ।
गुरुकुलवासस्तत्र च दोषा अपि गुणा यतो भणितम् ॥१४०॥
ગાથાર્થ ઃ
આચારના પ્રથમ સૂત્રમાં સર્વગુણનો મૂળભૂત ગુરુકુળવાસ કહેવાયો છે, અને ત્યાં=ગુરુકુળવાસમાં, દોષો પણ ગુણો છે; જે કારણથી કહેવાયું છે. ||૧૪૦||
ભાવાર્થ :- સર્વગુણની પ્રાપ્તિનો આધાર ગુરુકુળવાસ :
સાધુજીવનના આચારને બતાવવા આચારાંગસૂત્રની રચના કરાઈ છે અને તે આચારાંગનું પ્રથમ સૂત્ર અર્થથી એ બતાવે છે કે સર્વ ગુણોની નિષ્પત્તિનું મૂળ ગુરુકુળવાસ છે.
અહીં આચારાંગનું પ્રથમ સૂત્ર એ છે કે “સુર્ય મે આમંતેનું ભાવયા વમવશ્વાયું'' ‘હે આયુષ્યમાન્ ! તે ભગવાન વડે આ પ્રમાણે=જે આગળમાં કહેવાય છે એ પ્રમાણે, કહેવાયેલું મારા વડે સંભળાયેલું છે.’ આનો અર્થ એ થાય કે શિષ્યને સંબોધીને આચારાંગસૂત્રની રચના કરનાર સુધર્માસ્વામી કહે છે કે ‘આગળમાં જે હું કહું છું તે પ્રમાણે ભગવાન વડે કહેવાયેલું મારા વડે સંભળાયેલું છે.’ આનાથી સાક્ષાત્ ગુરુકુળવાસ જ સર્વગુણોની નિષ્પત્તિનું મૂળ છે એવો ઉલ્લેખ જણાતો નથી, છતાં સુધર્માસ્વામી કહે છે કે ‘ભગવાન પાસેથી મેં સાંભળેલું છે.' આમ બતાવીને આ સૂત્રરચના દ્વારા સૂત્રકારને એ બતાવવું છે કે ‘મોક્ષમાં જનારા સાધુએ ગુરુકુળવાસમાં રહેવું જોઈએ અને ગુણવાન ગુરુને પરતંત્ર રહેવું જોઈએ.’ જેમ સુધર્માસ્વામી ભગવાનને પરતંત્ર રહ્યા તેથી તેમને તત્ત્વની પ્રાપ્તિ થઈ, તેમ જે સાધુ ગુરુકુળવાસમાં રહેશે અને ગુરુને પરતંત્ર થશે તેમને તત્ત્વની પ્રાપ્તિ થશે. વળી, જેમ સુધર્માસ્વામીને ભગવાન પાસેથી યોગમાર્ગ પ્રાપ્ત થયો તેમ યોગમાર્ગને સેવનારા ગુણવાન ગુરુ પાસેથી શિષ્યને પણ યોગમાર્ગ પ્રાપ્ત થશે; પરંતુ જો શિષ્ય ગુણવાન ગુરુના પારતંત્ર્યને સ્વીકારવાનું છોડીને શાસ્ત્રમાં બતાવાયેલી આચારસંહિતાનું પાલન કરે તોપણ કલ્યાણ થાય નહિ; કેમ કે સર્વકલ્યાણનું મૂળ ગુણવાન ગુરુનું પારતંત્ર્ય છે. આ રીતે પ્રથમ સૂત્રમાં સર્વ આચારોમાં બળવાન આચાર ગુરુપારતંત્ર્ય છે, એમ બતાવ્યું છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે ગુરુકુળવાસમાં રહેવાથી સંયમની શુદ્ધિના ઉપાયભૂત ભિક્ષા આદિના દોષોનો પરિહાર ન થતો હોય તો ગુરુકુળવાસ સંયમને કઈ રીતે ઉપકારી થઈ શકે ? અર્થાત્ થઈ ન