________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૩૯
૧૮૯
ગાથાર્થ :
જ્ઞાનના ભાગી=જ્ઞાનના ભાજન થાય છે, અને દર્શન અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. (તે કારણથી) ધન્ય=ધર્મધન પામનારા ચાવજીવ ગુરુકુળવાસને મૂકતા નથી. I૧૩૯ ટીકા :____ 'णाणे'त्यादि, ज्ञानस्य-श्रुतज्ञानादेः भवति-स्यात् भागी-भाजनं, गुरुकुले वसन्निति प्रकृतं, प्रत्यहं वाचनादिभावात्, तथा स्थिरतरकः-पूर्वप्रतिपन्नदर्शनोऽपि सन्नतिशयस्थिरो भवति दर्शनेसम्यक्त्वे, अन्वहं स्वसमयपरसमयतत्त्वश्रवणात्, तथा चरित्रे-चरणे स्थिरतरो भवति, अनुवेलं वारणादिभावात्, (सारणादिभावात् ) चशब्दः समुच्चये, यत एवं ततो धन्या-धर्मधनं लब्धारः यावत्कथं-यावज्जीवं गुरुकुलवासं-गुरुगृहनिवसनं न मुञ्चन्ति-न त्यजन्ति । इति गाथार्थः (पञ्चाशक ११ गाथा १६) ટીકાર્ય :
ગુરુકુળવાસમાં વસતા સાધુ શ્રુતજ્ઞાનાદિરૂપ જ્ઞાનના ભાગી=ભાજન થાય છે, કેમ કે ગુરુકુળવાસમાં દરરોજ વાચનાદિનો સદ્ભાવ છે; અને પ્રતિદિન સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રના તત્ત્વનું શ્રવણ થવાથી= ગુરુકુળવાસમાં રહેવાથી ગીતાર્થગુરુ પાસેથી પ્રતિદિન સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રના તત્ત્વનું શ્રવણ થવાથી, દર્શનવાળા દર્શનમાં=સમ્યકત્વમાં, અતિશય સ્થિર થાય છે; અને ચારિત્રમાં સ્થિરતર થાય છે, કેમ કે દરેક વખતે સારણાદિનો સદ્ભાવ છે=ગુરુકુળવાસમાં સારણા-વારણા આદિ કરાય છે. “ર' શબ્દ સમુચ્ચયમાં છે. અર્થાત્ જ્ઞાનનો ભાગી થાય છે તેની સાથે દર્શન-ચારિત્રમાં સ્થિરતરતાનો સમુચ્ચય થાય છે. જે કારણથી આમ છે=ગુરુકુળવાસમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય છે એમ છે, તે કારણથી ધર્મધનને પ્રાપ્ત કરનારા એવા ધન્ય જીવો યાવજીવ ગુરુકુળવાસને છોડતા નથી.
* અહીં “વારવિમાવત્' ના સ્થાને “સારવિમાવત્' પાઠ હોવાની સંભાવના છે. ભાવાર્થ :- ગુરુ આજ્ઞાનું ફળ :
ગુરુકુળવાસમાં રહેવાથી જ્ઞાન-દર્શન-ચારિત્રના જે કાંઈ ગુણો પ્રાપ્ત થાય છે તે ગુરુકુળવાસમાં રહેવા માત્રથી પ્રાપ્ત થતા નથી, પણ ગુણવાન એવા ગુરુની આજ્ઞાના આરાધનથી પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વની ગાથામાં કહ્યું કે ગુરુઆજ્ઞાની આરાધનામાં કહેવાયેલા ગરિષ્ઠ ગુણો પ્રાપ્ત થાય છે, અને તે ગુણો પ્રસ્તુત ગાથામાં બતાવે છે.
જે સાધુ ગુરુકુળવાસમાં રહે છે અને ગુરુ આજ્ઞાને પરતંત્ર થઈને સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેને નવા નવા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને દર્શન-ચારિત્રની પણ વૃદ્ધિ થાય છે. માટે ગુણના અર્થી સાધુ ક્યારેય ગુરુકુળવાસ ત્યજે નહિ.
અહીં ‘શ્રુતજ્ઞાનાદ્રિ' માં આદિ પદથી માર્ગાનુસારી મતિવિશેષ અને અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું ગ્રહણ કરવાનું છે; કેમ કે ગુણવાન ગુરુના પાતંત્ર્યથી ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. ૧૩લા.