________________
૧૮૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૩૮-૧૩૯ નવસ્થયો' માં ‘મતિ' પદથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ, મિથ્યાત્વ અને સંયમની વિરાધના ગ્રહણ કરવાનાં છે.
* ‘વજયનુગા' ના સ્થાને ‘વયUVII” એ પાઠ વધુ સંગત લાગે છે. જ્યગુપUID=કૃતઅનુજ્ઞાથી અર્થાત્ કરાયેલી અનુજ્ઞાથી=પાલન કરાયેલી અનુજ્ઞાથી, એ પ્રમાણે અર્થ જાણવો. ભાવાર્થ :
સર્વજ્ઞવચનાનુસારી આજ્ઞા કરનાર ગીતાર્થગુરુની આજ્ઞાનું પાલન જો શિષ્ય ન કરે તો તેને જોઈને અન્ય શિષ્યો પણ તેનું અનુસરણ કરે, અને તે રીતે ગુરુની આજ્ઞાની વિરાધનાની પરંપરા ચાલે, તેથી અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય.
વળી, ગીતાર્થગુરુ જે કાંઈ આજ્ઞા કરે છે તે સર્વશના વચન અનુસાર શિષ્યના હિત માટે કરે છે; છતાં જે શિષ્ય તેમની આજ્ઞાનું પાલન કરતા નથી, તે શિષ્યને તીર્થંકરની આજ્ઞાના ભંગનો દોષ લાગે છે; કેમ કે તીર્થંકરની આજ્ઞા છે કે સંયમ ગ્રહણ કર્યા પછી ગીતાર્થગુરુને પરતંત્ર રહેવું. તેમ છતાં તે સાધુ ગીતાર્થગુરુની આજ્ઞાને પરતંત્ર રહેવાને બદલે મનસ્વીપણે યત્ન કરે તો તીર્થંકરની આજ્ઞાભંગના દોષની પ્રાપ્તિ થાય.
વળી, ગુણવાન ગુરુની આજ્ઞા સર્વજ્ઞના વચન અનુસાર હોવા છતાં જે સાધુને તે આજ્ઞા પ્રત્યે અરુચિ થાય કે ઉપેક્ષા થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય; કેમ કે તે ભગવાનના વચન પ્રત્યે ઉપેક્ષા છે કે અરુચિ છે. તેથી જે સાધુ ગુરુ આજ્ઞાની વિરાધના કરે છે, તે મિથ્યાત્વના ઉદયરૂપ છે.
વળી, ગુરૂઆશા સંયમની વૃદ્ધિને અનુકૂળ હોવા છતાં જે શિષ્યો તેનું પાલન કરતા નથી તેમને સંયમની વિરાધનાની પણ પ્રાપ્તિ છે.
વળી, ગુરુની આજ્ઞાના પાલનથી શાસ્ત્રમાં કહેવાયેલા ગરિષ્ઠ ગુણો=શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ કરીને ધર્માચાર્ય એવા ગુરુના વચનનો પ્રતિકાર દુષ્કર છે, એ પ્રકારનું પૂર્વગાથા સાથે પ્રસ્તુત ગાથાનું જોડાણ છે.
અહીં ગાથામાં કહ્યું કે કહેવાયેલા ગરિષ્ઠ ગુણો આજ્ઞાપાલનથી થાય છે. તે ગુણો સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. [૧૩૮.
અવતરણિકા :
પૂર્વની ગાથામાં કહ્યું કે ગુરુ આજ્ઞાના પાલનથી કહેવાયેલા ગરિષ્ઠ ગુણો પ્રાપ્ત થાય છે. તેથી ગુરુ આજ્ઞાના પાલનથી ક્યા ગરિષ્ઠ ગુણો પ્રાપ્ત થાય છે, તે બતાવે છે –
ગાથા :
णाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥१३९॥ ज्ञानस्य भवति भागी, स्थिरतरको दर्शने चारित्रे च । धन्या यावत्कथया, गुरुकुलवासं न मुञ्चन्ति ॥१३९।।