________________
૧૮૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૩૬-૧૩૭
ભાવાર્થ :
ગુણરાગી મુનિ હંમેશાં ગુણવાન એવા ગુરુની આજ્ઞા અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે; કેમ કે ઘણા ગુણરત્નના સ્થાનરૂપ એવા તે ગુરુથી તેને માટે અધિક કોઈપણ વસ્તુ નથી.
આશય એ છે કે જે ગુરુ ગીતાર્થ છે અને સંવિગ્ન છે, તેવા ગુરુ સર્વ પ્રવૃત્તિમાં શિષ્યને સર્વશના વચન અનુસાર યત્ન કરવા આજ્ઞા કરે છે, પરંતુ મનસ્વીપણાથી કોઈ આજ્ઞા કરતા નથી. તેથી આવા ગુણવાન ગુરુથી અધિક કોઈ વસ્તુ નથી કે જે સાધુ માટે હિતનું કારણ બને. તેથી તેવા ગુરુ જે કાંઈ આજ્ઞા કરે તે આજ્ઞા તેના કલ્યાણનું કારણ છે. માટે ગુણના રાગી એવા સાધુ ક્યારેય પણ તે ગુરુથી અધિક કોઈપણ વસ્તુને પોતાના હિતનું કારણ માનતા નથી, પણ આ ગુરુ મારા માટે એકાંતે હિતકારી છે તેમ માને છે. તેથી ગુણરાગી સાધુને નિયમથી ગુરુ આજ્ઞાનું આરાધન હોય છે. ll૧૩૬ll અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુને બહુગુણરત્નના નિધાન એવા ગુરુથી અધિક કોઈ પણ નથી. તે વાતને દઢ કરવા માટે કહે છે –
ગાથા :
तिण्हं दुप्पडिआरं, अम्मापिउणो तहेव भट्टिस्स । धम्मायरियस्स पुणो, भणिअं गुरुणो विसेसेउं ॥१३७॥ त्रयाणां दुष्प्रतिकारमम्बापित्रोस्तथैव भर्तुः ।
धर्माचार्यस्य पुनर्भणितं गुरोविशिष्य ॥१३७|| ગાથાર્થ :
ત્રણનો દુપ્રતિકાર કહેવાયો છે ત્રણના વચનનો પ્રતિકાર કરવો ઉચિત નથી તેમ કહેવાયું છે ઃ ૧. માતા-પિતાનો, ૨. તે પ્રમાણે જ ભર્તાનો પાલનપોષણ કરનાર રાજા આદિનો, ૩. વળી, વિશેષ કરીને ધર્માચાર્ય એવા ગુરુનો દુપ્રતિકાર કહેવાયો છે. I૧૩૦II ભાવાર્થ :- ત્રણ દુપ્રતિકાર્ય : માતા-પિતા, સ્વામી અને વિશેષથી ધર્માચાર્ય :
કૃતજ્ઞતા ગુણને જીવંત રાખવા માટે શાસ્ત્રકારોએ ત્રણના વચનનો પ્રતિકાર કરવો ઉચિત નથી અર્થાત તેમના વચનનું પાલન કરવું જોઈએ, એમ કહેલ છે.
૧. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, ૨. જે પોતાનું પાલનપોષણ કરનાર હોય તેવા રાજા વગેરેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને ૩. વિશેષ કરીને વળી ધર્માચાર્ય એવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
વિવેકી જીવ ક્યારેય માતા-પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહિ; કેમ કે માતા-પિતાએ પાલનપોષણ કરીને બાળકને મોટો કર્યો છે. જેમાં માતા-પિતાએ પાલનપોષણ કરીને બાળકને મોટો કર્યો છે તેમ સારા