________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૩૫-૧૩૬
૧૮૫
ભાવાર્થ - ગુણરાગનું ફળ :
જે સાધુ ઉત્તમ ગુણરાગને ધારણ કરે છે, તે સાધુ પોતાની શક્તિ અનુસાર ગુણનિષ્પત્તિના ઉપાયરૂપ ઉચિત અનુષ્ઠાનોમાં અવશ્ય યત્ન કરે છે; અને જે અનુષ્ઠાન કરવાની પોતાની શક્તિ નથી તે અનુષ્ઠાન પ્રત્યે પણ બદ્ધરાગવાળા હોય છે. વળી, કોઈપણ જીવમાં મોક્ષમાર્ગને અનુકૂળ નાનો પણ ગુણ દેખાય તો અવશ્ય તેની પ્રશંસા કરે છે. આવા સાધુને કાલાદિ દોષના કારણે વિશેષ પ્રકારના જ્ઞાનાદિ ગુણો કદાચ આ ભવમાં પ્રાપ્ત થયા ન હોય, તોપણ પરભવમાં તેવી ઉત્તમ ગુણસંપત્તિ તેમને દુર્લભ નથી; કેમ કે ગુણરાગને કારણે ગુણ પ્રત્યેની રુચિના સંસ્કારો પડે છે. વળી ગુણરાગથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય જન્માંતરમાં ગુણરાગની પ્રાપ્તિને અનુકૂળ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરાવે છે, અને જન્માંતરમાં તે સામગ્રીને પામીને ભૂતકાળમાં જેમણે ગુણનો રાગ કેળવ્યો છે તેવા જીવોને પ્રાયઃ ગુણનો પક્ષપાત ફરી પ્રગટે છે. તેથી પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ સંઘયણ આદિ બળને કારણે આવા જીવો જન્માંતરમાં ગુણનિષ્પત્તિનાં ઉચિત અનુષ્ઠાનોમાં યત્ન પણ કરે છે. તેથી કહ્યું કે આવા જીવોને બીજા ભવમાં ગુણસંપત્તિ દુર્લભ નથી.
અહીં બીજા ભવમાં અવશ્ય ગુણસંપત્તિ પ્રાપ્ત થશે એમ ન કહેતાં બીજા ભવમાં ઉત્તમ ગુણસંપત્તિ દુર્લભ નથી એમ કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે ઉત્તમ ગુણરાગવાળા જીવોને પણ બીજા ભવમાં પ્રમાદઆપાદક એવું કોઈક બળવાન કર્મ વિપાકમાં આવે, અને તેને પરવશ થઈને જીવ પ્રમાદ કરે તો તે ગુણસંપત્તિ પ્રાપ્ત ન પણ થાય. આમ છતાં તેનામાં રહેલો ઉત્તમ ગુણોનો અનુરાગ જન્માંતરમાં ગુણસંપત્તિને સુલભ કરે છે. માટે ઉત્તમ ગુણસંપત્તિના અર્થી સાધુએ ઉત્તમ ગુણોનો અનુરાગ કેળવવા યત્ન કરવો જોઈએ. ૧૩પ
ચતિનું સાતમું લક્ષણ – “ગુરુ આજ્ઞાનું પરમ આરાધન' અવતરણિકા :
ગાથા-૩ અને ૪માં યતિનાં સાત લક્ષણો બતાવેલ, તેમાંથી છ લક્ષણોનું વર્ણન અત્યારસુધી કર્યું. હવે યતિના સાતમા લક્ષણ “ગુરુઆજ્ઞાનું પરમ આરાધન"નું વર્ણન કરે છે –
ગાથા :
गुणरत्तस्स य मुणिणो, गुरुआणाराहणं हवे णियमा । बहुगुणरयणनिहाणा, तओ ण अहिओ जओ को वि ॥१३६॥ गुणरक्तस्य च मुने-गुर्वाज्ञाराधनं भवेन्नियमात् ।
बहुगुणरत्ननिधानात्ततो नाधिको यतः कोऽपि ॥१३६॥ ગાથાર્થ :
અને ગુણરાગવાળા મુનિને નિયમથી ગુરુ આજ્ઞાનું આરાધન હોય છે, જે કારણથી બહુ ગુણરત્નના નિધાન એવા તેનાથીeગુરુથી અધિક કોઈપણ નથી. ll૧૩ઘા