________________
૧૭૬
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨૭
અવતરણિકા :
ભાવચારિત્રી પારકા ગુણોના અત્યંત પક્ષપાતવાળા હોય છે અને પોતાના દોષલવને પણ સહન કરી શકતા નથી, તેને કારણે ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે તેમને પ્રતિબંધ થતો નથી, કેમ કે ગુણહીન પ્રત્યે પ્રતિબંધ એ દોષરૂપ છે. જે ચારિત્રી પોતાના દોષને સહન કરી શકતા ન હોય અને જે ચારિત્રીને પારકાના ગુણોનો પક્ષપાત હોય તે ક્યારેય ગુણહીન પ્રત્યે પ્રતિબંધ ન કરે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
पडिबंधस्स न हेऊ, णियमा एयस्स होइ गुणहीणो । सयणो वा सीसो वा, गणिव्वओ वा जओ भणिअं ॥१२७॥ प्रतिबन्धस्य न हेतुनियमादेतस्य भवति गुणहीनः ।
स्वजनो वा शिष्यो वा गणिच्चको वा यतो भणितम् ॥१२७।। ગાથાર્થ :
આને=ભાવચારિત્રીને વજન, શિષ્ય કે એક ગણમાં રહેલા ગુણહીન સાધુ પ્રતિબંધના હેતુ નિયમથી થતા નથી, જે કારણથી કહેવાયું છે. I૧૨ll ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભાવચારિત્રીને પારકાના ગુણો પ્રત્યે પક્ષપાત હોય છે અને પોતાના દોષોને સહન કરી શકતા નથી. તેથી સંયમ ગ્રહણ કર્યા પૂર્વે કોઈ પોતાનું સ્વજન હોય અને તે ગુણહીન હોય તો તેના પ્રત્યે સંયમ ગ્રહણ કર્યા પછી તેમને રાગ થતો નથી; કેમ કે ગુણહીન પ્રત્યે રાગ કરવો તે દોષરૂપ છે, અને જેમને પોતાના દોષ સહન થતા ન હોય અને ગુણનો જ પક્ષપાત હોય તેવા સાધુ ગુણહીન પ્રત્યે રાગ કેવી રીતે રાખી શકે ?
જેમ ગુણહીન એવા સ્વજન પ્રત્યે રાગ ન થાય તેમ પોતાનો શિષ્ય હોય કે એક ગણમાં રહેલ અન્ય સાધુ હોય, પણ ગુણહીન હોય તો તેના પ્રત્યે પણ રાગ થાય નહિ. ગુણહીન એવા સ્વજનાદિના પ્રતિબંધના અભાવના કારણે સુસાધુને તેઓ પ્રત્યે કે અન્ય સાધુ પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરવામાં વ્યાઘાત થતો નથી.
આશય એ છે કે જે સાધુને ગુણહીને એવા સ્વજનાદિ પ્રત્યે લેશ પણ પ્રતિબંધ થાય તો ઉચિત પ્રવૃત્તિનો વ્યાઘાત થઈ શકે. જેમ જમાલી પ્રત્યેના પ્રતિબંધના કારણે પ્રિયદર્શનાને જમાલીનાં માર્ગવિરુદ્ધ વચનો પણ માર્ગરૂપે દેખાતાં હતાં, તેમ જે સાધુને ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે પ્રતિબંધ હોય તો તેમની અનુચિત પ્રવૃત્તિ પણ ઉચિતરૂપ જણાય. ભાવચારિત્રીને ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે પ્રતિબંધ હોતો નથી, તેથી તેઓના હિત માટે તેઓની સાથે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે, અને સ્વજનાદિના પ્રતિબંધના અભાવને કારણે સ્વજનાદિનો અનુચિત પક્ષપાત કરતા નથી. તેથી અન્ય સાધુ પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ કરવામાં વ્યાઘાત થતો નથી. ૧૨૭