________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૩૧-૧૩૨-૧૩૩
૧૮૧
છે, તેવા પણ શાસ્ત્રના જાણનારા, “હું આને દીક્ષા આપું છું તેવી બુદ્ધિ ન થાય, પરંતુ ગીતાર્થને પરતંત્ર રહીને હું આ કાર્ય કરું છું તેવી બુદ્ધિ કરવા અર્થે “ક્ષમાશ્રમUIનાં હસ્તે' એમ કહે છે. ૧૩૧.
અવતરણિકા :
સંયમીને ગુણરાગ કેવો હોય છે તે વાત ગાથા-૧૨૦ થી ૧૩૧ સુધી બતાવી. હવે તે કથનનું ગાથા-૧૩૨ થી ૧૩૫ સુધી નિગમન કરતાં-ફલિતાર્થ બતાવતાં કહે છે –
ગાથા :
ण वहइ जो गुणरायं, दोसलवं कड्डिडं गुणड्डे वि । तस्स णियमा चरितं, नत्थि त्ति भणंति समयन्नू ॥१३२॥ न वहति यो गुणरागं दोषलवं, कर्षयित्वा गुणाढ्येऽपि ।
तस्य नियमाच्चारित्रं, नास्तीति भणन्ति समयज्ञाः ॥१३२॥ ગાથાર્થ :
ગુણાચમાં પણsઘણા ગુણોથી યુક્તમાં પણ, દોષલવનું ગ્રહણ કરીને, જે=જે સાધુ, ગુણરાગને વહન કરતા નથી, તેને તે સાધુને, નિયમથી ચાસ્ત્રિ ભાવચારિત્ર, નથી, એ પ્રમાણે શાસ્ત્રના જાણનારાઓ કહે છે. ll૧૩શા ભાવાર્થ :
કોઈ જીવમાં ઘણા ગુણો હોય, છતાં તેનામાં કોઈ નાનો દોષ દેખાય અને તેને જોઈને તે જીવમાં વર્તતા ગુણો પ્રત્યે જે સાધુને રાગ થતો નથી, તે સાધુમાં નિયમથી ચારિત્ર નથી, તેમ શાસ્ત્રના જાણનારાઓ કહે છે. જેમ મહાત્મા ચંડરુદ્રાચાર્ય ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા હતા અને અનેક શિષ્યોને પરમાર્થ બતાવીને તેમને સંયમયોગમાં પ્રવર્તાવી શકે તેવા ગુણોવાળા પણ હતા. આમ છતાં તેમનામાં વર્તતા ચંડસ્વભાવરૂપ દોષલવને આગળ કરીને જે સાધુને તેમનામાં વર્તતા અન્યગુણો પ્રત્યે રાગ થતો નથી, તે સાધુને નક્કી ભાવથી ચારિત્ર નથી. આવા સાધુ વિચારે કે “આ મહાત્મા આટલાં શાસ્ત્રો ભણેલા છે અને મહાસંવેગને પેદા કરાવી શકે તેવી દેશના પણ આપે છે, છતાં પોતાના ચંડ સ્વભાવને છોડતા નથી, તેથી તેમનામાં રહેલા ગુણો ખાલી દેખાવના છે, પરમાર્થથી નથી.” આવી બુદ્ધિ કરીને તેમનામાં વર્તતા ગુણો પ્રત્યે જે સાધુને રાગ થતો નથી, તે સાધુમાં ઉત્તમ ગુણરાગરૂપ સાધુનું લક્ષણ નથી. એટલું જ નહિ તે સાધુ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય તોપણ ભાવથી ચારિત્રી નથી, એમ શાસ્ત્રના જાણનારાઓ કહે છે. ||૧૩રા અવતરણિકા :
પૂર્વગાથામાં નિગમન કરતાં બતાવ્યું કે ઘણા ગુણવાળામાં દોષલવને જોઈને જેને ગુણરાગ થતો નથી, તે સાધુમાં નિયમા ચારિત્ર નથી. હવે કોઈ સાધુને જેમ જગતના પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવ છે, તેમ ગુણવાળા પ્રત્યે રાગ નથી અને દોષવાળા પ્રત્યે દ્વેષ નથી પણ બંને પ્રત્યે મધ્યસ્થભાવ છે, તેવા સાધુને પણ નિયામાં ચારિત્ર નથી, અને જેને ગુણમાં ઠેષ છે તેને તો સુતરાયું ચારિત્ર નથી, તે બતાવવા અર્થે કહે છે –