________________
૧૮૦
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૩૧
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ગુણરાગી એવો ચારિત્રી ગુણવાન ગુરુને પરતંત્ર રહે છે. તેની પુષ્ટિ કરવા માટે શાસ્ત્રવચન બતાવે છે
ગાથા :
तेण 'खमासमणाणं, हत्थेणं ति य भांति समयविऊ ।
अवि अत्तलद्धिजुत्ता, सव्वत्थ वि पुण्णमज्जाया ॥१३१॥
::
तेन " क्षमाश्रमणानां हस्तेन" इति च भणन्ति समयविदः । अप्यात्मलब्धियुक्ताः सर्वत्रापि पूर्णमर्यादाः ॥ १३१ ॥
ગાથાર્થ ઃ
અને તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું કે ગુણરાગી એવા સાધુ સર્વ કાર્યોમાં ગુણવાન ગુરુને પરતંત્ર રહીને પ્રવૃત્તિ કરે છે, તે કારણથી, સર્વત્ર પણ પૂર્ણ મર્યાદાવાળા, આત્મલબ્ધિથી યુક્ત પણ સમયના જાણનારાઓ, ‘ક્ષમાશ્રમણના હસ્તથી’=‘ક્ષમાશ્રમણ એવા પોતાના પૂર્વજ ગીતાર્થગુરુના હાથે હું દીક્ષા આપું છું' એ પ્રમાણે બોલે છે. ||૧૩૧||
‘‘અન્નદ્ધિનુત્તા અવિ’ માં ‘પિ' થી એ કહેવું છે કે જેઓ આત્મલબ્ધિથી યુક્ત નથી તેઓ તો ગીતાર્થગુરુને પરતંત્ર છે, પરંતુ આત્મલબ્ધિથી યુક્ત પણ ગીતાર્થગુરુને પરતંત્ર છે.
‘સર્વત્રાપિ' માં ‘અપિ' થી એ કહેવું છે કે માત્ર એકાદ કાર્યમાં પૂર્ણ મર્યાદાવાળા નથી પરંતુ સર્વ પણ કાર્યમાં પૂર્ણ મર્યાદાવાળા છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ગુણરાગી સાધુ સર્વ પણ કાર્ય ગુણવાન ગુરુને પરતંત્ર રહીને કરે છે. તેથી તે પારતંત્ર્યને જીવંત રાખવા માટે તે સાધુઓ સર્વત્ર પણ શાસ્ત્રની પૂર્ણ મર્યાદાવાળા હોય છે, અને યોગ્ય જીવોને માર્ગનો ઉપદેશ આપીને સંયમને અભિમુખ કરીને દીક્ષા આપવાને અનુકૂળ એવી આત્મલબ્ધિવાળા હોય તોપણ, કોઈ યોગ્ય જીવને પ્રતિબોધ કરીને સંસારથી તારવાના આશયમાત્રથી દીક્ષા આપે ત્યારે ‘હું દીક્ષા આપું છું' એવી બુદ્ધિ કરતા નથી, પણ ‘ગુણવાનની અનુજ્ઞાથી તેઓને પરતંત્ર રહીને હું દીક્ષા આપું છું તેવી બુદ્ધિ કરવા અર્થે, ‘ક્ષમાશ્રમણ હસ્તન’=ક્ષમાશ્રમણ એવા ગુણવાન ગુરુના હસ્તે હું દીક્ષા આપું છું” એવી બુદ્ધિ કરે છે, જેથી પોતાનામાં ‘હું ગુણવાન ગુરુને પરતંત્ર છું' એવો પરિણામ જીવંત રહે છે. આ રીતે ગુણવાન ગુરુને પરતંત્ર રહીને ભગવાનના વચન અનુસાર પોતે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા બને એવા આશયને જીવંત રાખવા માટે ગુણરાગી સાધુ ‘ક્ષમાશ્રમળાનાં હૅત્તેન' એમ ઉચ્ચાર કરે છે.
અહીં ‘આત્મલબ્ધિયુક્ત પણ' એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓ યોગ્ય જીવને સંવેગ પેદા કરાવી શકે એવી લબ્ધિવાળા છે, અને સંવેગને પામેલ યોગ્ય જીવ દીક્ષા ગ્રહણ કરે તો સમ્યક્ અનુશાસન આપીને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે એવી લબ્ધિવાળા છે, અર્થાત્ તેમનો યોગક્ષેમ કરી શકે તેવી લબ્ધિવાળા