________________
યાતલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨-૧૨૩
૧૭૧
ગાથા :
जह अइमुत्तयमुणिणो, पुरोकयं आगमेसिभद्दत्तं । थेराण पुरो न पुणो, वयखलिअं वीरणाहेणं ॥१२२॥ यथा अतिमुक्तकमुनेः पुरस्कृतं आगमिष्यद्भद्रत्वम् ।
स्थविराणां पुरो न पुनव्रतस्खलितं वीरनाथेन ॥१२२॥ ગાથાર્થ :
જે પ્રમાણે વીરભગવાન વડે વિરોની આગળ અઈમુત્તામુનિનું ભાવિકભદ્રપણું આગળ કરાયું પરંતુ વ્રતખલિતપણું નહિ વ્રતનો અતિચાર નહિ. I૧૨ા
* વયતિ' શબ્દ ભાવ અર્થમાં છે. તેથી “વ્રતાત્મિતત્વ' અર્થ કરવાનો છે.
* વયવૃત્તિ' માં “ઈતિગ' શબ્દ નપુંસકલિંગ અપરાધના અર્થમાં છે, તેથી વયનિ નો અર્થ વ્રતનો અતિચાર થાય છે.
ભાવાર્થ :
અઈમુત્તામુનિએ નાની ઉંમરમાં સંયમ ગ્રહણ કરેલ. એક વખત વર્ષાકાળમાં પાણીથી ભરાયેલા ખાબોચિયામાં પોતાની સમાન વયવાળા છોકરાઓને કાગળની નાવ તરાવતા જોઈને પોતાની પાસે રહેલા પાતરાને નાવની જેમ તરાવવા લાગ્યા, અને નાવ તરાવતા તે અઈમુત્તામુનિ ગૌતમસ્વામીને જોઈને લજ્જા પામ્યા. ત્યારબાદ લજ્જા પામેલ એવા તે અઈમુત્તામુનિ ભગવાનના સમોવસરણમાં ભગવાનની સન્મુખ “ઈરિયાવહી સૂત્ર'નો પાઠ કરતાં કેવળજ્ઞાનને પામ્યા. આ પ્રમાણે અઈમુત્તામુનિની કથા ભરોસરવૃત્તિમાં છે.
વળી, “ઉપદેશરહસ્ય'માં પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબે કહ્યું છે કે “અઈમુત્તામુનિને પાણીમાં પાતરાને નાવની જેમ તરાવતા જોઈને સ્થવિરોએ વિચાર કર્યો કે આ બાળક સંયમને યોગ્ય નથી.” અને સ્થવિરો વીરભગવાન પાસે આવે છે ત્યારે વિરભગવાન સ્થવિરોને કહે છે કે “આ બાળકનું નજીકમાં કલ્યાણ થવાનું છે માટે તેનો અનાદર કરશો નહિ, પણ તેનું મહાનિધાનની જેમ પાલન કરજો.” તેથી જેમ વીરભગવાને અઈમુત્તામુનિમાં રહેલા વ્રતની સ્કૂલનાની ઉપેક્ષા કરીને તેમનામાં રહેલી ભાવિભદ્રકતાને આગળ કરીને તેમની પ્રશંસા કરી, તેમ ગુણના રાગી સાધુ પરગત દોષની ઉપેક્ષા કરીને પરમાં રહેલ ગુણની પ્રશંસા કરે છે, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. II૧૨રા
અવતરણિકા :
ગાથા-૧૨૧માં કહ્યું કે સાધુ ગુણવૃદ્ધિ માટે પરગત દોષની ઉપેક્ષા કરીને પરમાં રહેલા ગુણલવની પણ પ્રશંસા કરે છે, અને તેની પુષ્ટિ વિરભગવાનના દષ્ટાંતથી ગાથા-૧૨૨માં કરી. હવે તે કથનને અતિદેઢ કરવા માટે પાસત્થા આદિમાં રહેલા ગુણલેશને આશ્રયીને અપવાદથી વંદનની વિધિ છે તે બતાવે છે –